By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 day ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાંદખેડામાં 15 શખ્સોએ ગાંધીનગરના પીઆઇની પત્નીને ઘરમાં ગોંધી રાખી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ચાંદખેડામાં 15 શખ્સોએ ગાંધીનગરના પીઆઇની પત્નીને ઘરમાં ગોંધી રાખી

agragujaratnews
Last updated: 2024/01/16 at 8:45 AM
3 years ago
Share
ચાંદખેડામાં 15 શખ્સોએ ગાંધીનગરના પીઆઇની પત્નીને ઘરમાં ગોંધી રાખી
SHARE

  • 30 લાખ આપ્યા બાદમાં મકાન વિવાદિત હોવાની જાણ થતાં PIએ ખરીદી માંડી વાળી
  • મકાન માલિકને અંદરોઅંદર મકાન બાબતે વિવાદ ચાલી રહ્યો છે
  • પીઆઇ અને તેમની પત્નીએ મકાન ખરીદવાની ના પાડી દીધી હતી

ગાંધીનગરમાં ફરજ બજાવતા પીઆઇએ ચાંદખેડામાં એક મકાન રાખવા માટે 30 લાખ રૂપિયા મકાન માલિકને આપ્યા બાદ પીઆઇને જાણ થઇ કે, મકાન માલિકને અંદરોઅંદર મકાન બાબતે વિવાદ ચાલી રહ્યો છે તે અંગે પોલીસ સ્ટેશનમાં અગાઉ અરજી પણ થયેલી છે. આથી પીઆઇ અને તેમની પત્નીએ મકાન ખરીદવાની ના પાડી દીધી હતી. જેથી મકાન માલિક અને તેના પરિવારજનોએ પીઆઇની પત્નીને ઘરે બોલાવીને ગોંધી રાખીને મકાનમાંથી તમામ સામાન બહાર ફેંકી દઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પીઆઇની પત્નીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મકાન માલિક સહિત 15 શખ્સો સામે અપહરણ સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથધરી છે.

સરગાસણ ચોકડી પાસે શ્રીરંગ પાર્કમાં સોસાયટીમાં રીટાબેન રાઠોડ પરિવાર સાથે રહે છે. તેઓના પતિ વિનોદરાય જી રાઠોડ ગાંધીનગર ખાતે પીઆઇ તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2018માં અમદાવાદ ખાતે વી.જી.રાઠોડ અમદાવાદમાં નોકરી કરતા હતા ત્યારે મિત્રો થકી ચાંદખેડા બાલાજી વિલા – 2માં મકાન ભાડે રાખ્યુ હતુ. ત્રણ – ચાર મહિના બાદ મકાન ભાડે આપનાર રાજુભાઇ રબારીએ પીઆઇ રાઠોડના પુત્રને આ 37 નંબરનું મકાન રૂ.1.21 કરોડમાં વેચવાની વાત કરી હતી. જેથી પીઆઇએ 39 લાખ આપીને મકાન ખરિદવા માટે તૈયારી દર્શાવી હતી. બાદમાં પીઆઇને જાણ થઇ કે, રાજુભાઇ અને ગોવિંદભાઇને સાળા પ્રવિણના દિકરા હાર્દિક સાથે વિવાદ ચાલી રહ્યો હોવા છે તે અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પણ અરજી થયેલી છે. આથી પીઆઇએ મકાન ખરિદવાની ના પાડી દિધી હતી. ગત, 6 જૂનના રોજ રાજુ રબારીએ પીઆઇના પત્નીને તમારૂ મારે કામ છે તેમ કહીને પોતાના ઘરે બોલાવ્યા હતા. બાદમાં રાજુ રબારી પીઆઇની પત્નીને આજે જ મકાન ખાલી કરી દો નહીં તો સામાન બહાર ફેંકી દઇશુ તેવી ધમકીઓ આપી હતી. આટલુ જ નહીં, રાજુ રબારીના પરિવારજનોની મહિલાઓએ પીઆઇની પત્ની રીટાબેનને ઘરમાં ગોંધી રાખી હતી. બાદમાં કેટલાક શખ્સોએ પીઆઇના ઘરમાં પ્રવેશીને તમામ સામાન બહાર ફેંકી દઇને મકાનમાં તાળુ મારી દિદ્યું હતુ. બાદમાં રાજુ રબારીએ રીટાબેને જાનથી મારી નાંખવાની ધમકી આપીને પૈસા માટે ઘરે આવવુ નહીં અને સામાન પણ નહીં મળે. આ અંગે પીઆઇની પત્નીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં રાજુ રબારી, તેની માતા, ભાણીયા વિક્રમ, તેની પત્ની ચંપાબેન, બહેન શિલ્પી ઉર્ફે શિલ્પાબેન સહિત 15 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

You Might Also Like

સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ હોસ્પિટલને મુખ્યમંત્રી અને રાજ્યપાલના હસ્તે રાજ્યકક્ષાએ ગૌરવપૂર્ણ સન્માન

શાપર-વેરાવળમાં શીતળા માતા મંદિર પાસે નવી પોલીસ ચોકીનું એસપી વિજય સિંહ ગુર્જરના હસ્તે લોકાર્પણ

વીરપુર સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ: ડોક્ટર અને સ્ટાફની ગેરહાજરી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં માનવસાગર છલકાયો

રાજુલાના નિગાળા-૧ ચકચારી હત્યા અને અપહરણ કેસમાં આરોપી કાજલબેનના જામીન મંજૂર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
10 ઓગસ્ટ સુધીમાં આવક 8.11 લાખ કરોડે પહોંચી
રાષ્ટ્રિય

10 ઓગસ્ટ સુધીમાં આવક 8.11 લાખ કરોડે પહોંચી

Editor By Editor 6 days ago
આંદોલન કરવું મારી જૂની ટેવ : ભાજપ નેતાનો તંત્ર સામે ફૂંફાડો
બી-ગ્રેડ ઈંધણનો મીની પેટ્રોલ પંપ ઝડપાયો, 1900 લિટર જ્વલનશીલ પ્રવાહી જપ્ત
 સોમનાથમાં શિવ મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ
વ્યાજખોર શખ્સોએ મૃતકના પોલીસમેન ભાઈ પાસે 1.35 કરોડની ઉઘરાણી કરી આપી ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?