કૈલાસ માનસરોવર યાત્રિક આધ્યાત્મિક અભિવાદન-માર્ગદર્શન સેમિનારનું આયોજન
શિવવંદના ટ્રસ્ટ અને શિવાય હોલીડેઝ દ્વારા શુક્રવારે યોજાશે સમારોહ
અગ્ર ગુજરાત, રાજકોટ
વિશ્વની આધ્યાત્મિક અને કોસ્મીક એનર્જીના કેન્દ્રબિન્દુ સમાન સનાતન ધર્મની સૌથી વધુ પવિત્ર યાત્રા વર્ષ ૨૦૨૫માં પૂર્ણ કરી મહાદેવના સાંનિધ્યનો સંસ્પર્શ કરી માનસરોવરના જલથી પવિત્ર બનનાર ૨૦૦થી વધુ યાત્રિકોનું વિશેષ સનમાન ૨૪ એપ્રિલ શુક્રવારે સાંજે ૪ થી ૮ દરમિયાન સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ઓડિટોરીયમ કોટેચા ચોક કાલાવડ રોડ ખાતે આયોજીત થશે. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના યાત્રિકો જોડાશે. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.યશવંત ગોસ્વામી જણાવે છે કે આધ્યાત્મિક અભિવાદન કાર્યક્રમનું ઉદઘાટન અને આર્શિવચન સ્વામી પરમાત્માનંદજી સરસ્વતી, ઇન્ટરનેશનલ શિવકથાકાર ગીરીબાપુ અને હંસદેવગીરીબાપુ (શિવાશ્રમ) નવાગામ તથા જૂનાગઢના અખાડા મહંત બૃધ્ધગીરી બાપુ આપશે.
આ પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓ સર્વ મૌલેશભાઇ ઉકાણી, મુકેશભાઇ દોશી, વિજયભાઇ ડોબરીયા, ગુણવંતભાઇ ડેલાવાળા, દિલીપભાઇ સખીયા, મનસુખભાઇ સુવાગીયા, જયેશભાઇ ઉપાધ્યાય, રાજકીય અગ્રણીઓ પુરૂષોત્તમભાઇ રૂપાલા, રમેશભાઇ ટીલાળા, ધનસુખભાઇ ભંડેરી, ઘોઘુભા જાડેજા, ઉપરાંત અલ્પનાબેન ત્રિવેદી, યોગીનભાઇ છનીયારા, અને અન્ય મહાનુભાવો ખાસ હાજરી આપશે. આ પ્રસંગે કૈલાસ માનસરોવર યાત્રા ગત વર્ષે પૂર્ણ કરનાર ડો.વલ્લભભાઇ કથીરીયા, અને ડો.પ્રકાશ મોઢા સહિત યાત્રા દરમિયાન આયોજીત વિવિધ સ્પર્ધાના વિજેતાનું વિશેષ અભિવાદન થશે. સાથે ૨૦૨૬માં યાત્રા કરનાર યાત્રિકોને યાત્રાકીટ સાથે કૈલાસ માનસરોવર યાત્રા માહિતી માર્ગદર્શન સેમિનાર પણ યોજાશે. વિશે માહિતી માટે ડો.યશવંત ગોસ્વામી મો.૯૪૨૭૪ ૯૫૧૭૫નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.


