માંગરોળમાં તંત્રના પાપે બેફામ બનેલા ખૂટીયાઓએ વધુ એક ગરીબની રોજી રોટી છીનવી
દુધ બજારમાં ગોલા સરબતની લારી ઉલાળી
અગ્ર ગુજરાત, માંગરોળ
માંગરોળમા તંત્રના પાપે દિવસે ને દિવસે રખડતા ઢોરો અને ખૂંડયાઓ આતંક બેફામ થતો જાય છે. બેફામ રખડતા ખૂટીયાઓથી માંગરોળનું જનજીવન જોખમમાં મુકાયું છે. થોડા દિવસો પહેલા માંગરોળ બારામાં એક ખૂટીયાએ મહીલા નો જીવ લિધો હતો. છતા પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નહી. જાણે રખડતા ઢોરો ની સરખામણીએ માનવજાતની કોઈ વેલ્યુ રહી નથી. એવી જ રીતે તંત્રની ધોર બેદરકારીનો વધુ એક ભોગ ગરીબ રેકડી વાળો બન્યો છે. આજે દૂધ બજારમાં ગોલા સરબતની લારી ઉભી રાખી પોતાનું પેટયું રડતા, એક ગરીબ રેકડી ધારકની રેકડી ખૂટીયાઓ એ ઉડાવી દેતા તમામ માલસામાન બરબાદ થઈ જતા, ગરીબ રેકડી ધારકની રોજી રોટી છીનવાઈ ગઈ છે. બેફામ બનેલા ખૂટીયાઓની લડાઈએ ગરીબ રેકડી વાળાને મોટુ નુકશાન પહોંચાડયું છે તેની જવાબદારી કોના શિરે રહેશે..?. માંગરોળ પાલિકાની રહેમરાહે રખડતા ઢોરો દ્વારા કરવામાં આવતા નુકસાન ની ભરપાઈ શું પાલિકા તંત્ર કરશે…? આખરે માગરોળની જનતાને રખડતા સાંઢોથી છૂટકારો કયારે મળશે..!


