By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીરગઢડાના ફાટસરની શાળાના શિક્ષકને આપી યાદગાર વિદાય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગીરગઢડાના ફાટસરની શાળાના શિક્ષકને આપી યાદગાર વિદાય

Editor
Last updated: 2026/06/30 at 3:51 PM
3 months ago
Share
ગીરગઢડાના ફાટસરની શાળાના શિક્ષકને આપી યાદગાર વિદાય
SHARE

ગીરગઢડાના ફાટસરની શાળાના શિક્ષકને આપી યાદગાર વિદાય

શણગારેલા બળદગાડે નગરયાત્રા, શાળા-ગ્રામજનોએ શિક્ષકનું કર્યું ઋણ-અભિવાદન

અગ્ર ગુજરાત, ઉના

જ્યાં અક્ષરની જ્યોત પ્રગટાવી, જ્યાં બાળકોના ભવિષ્ય ઘડ્યા, એ કર્મભૂમિ ફાટસરને આજે પોતાના વ્હાલસોયા ગુરુજી પાઠક ધનેશકુમારે અશ્રુભીની આંખે અલવિદા કહી. વર્ષ 2004થી 2026 સુધી સતત 22 વર્ષ ફાટસર પ્રાથમિક શાળામાં જ્ઞાનદીપ પ્રજ્વલિત રાખનાર શિક્ષક ધનેશકુમાર પાઠકનો વિદાય સન્માન સમારોહ લાગણીના અમીછાંટણા વચ્ચે યોજાયો.

ફાટસર શાળા એસ.એમ.સી અને ગ્રામજનોએ ગુરુઋણ અદા કરવાનો અનોખો નજારો સર્જ્યો. ફૂલ-તોરણોથી શણગારેલા બળદગાડામાં પાઠક ને બિરાજમાન કરી, ઢોલ-નગારાના નાદ સાથે તેમને સમગ્ર ફાટસર ગામમાં ફેરવવામાં આવ્યા. જે શેરીઓમાં તેઓ રોજ વિદ્યાર્થીઓને ભણાવવા જતા, તે જ શેરીઓ આજે તેમના સન્માનમાં હિલોળે ચઢી હતી. ગ્રામજનો ની આંખો હરખ અને હેતથી છલકાઈ ગઈ.

ફાટસર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા ગુરુવર્યને નાળિયેર-સાકરનો શુભ પડો અર્પણ કરી મંગલઆશિષ પાઠવવામાં આવ્યા. શાળા પરિવારે સન્માનપત્ર અને સોનાની વીંટી ભેટ સ્વરૂપે અર્પણ કરી તેમની 22 વર્ષની નિષ્ઠાવાન સેવાને વધાવી.ભૂતપૂર્વવિદ્યાર્થીઓ,ગ્રામજનો તથા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ-મહામંત્રીએ પાઠક ભાઈના શૈક્ષણિક કાર્યકાળની સુવર્ણસ્મૃતિઓવાગોળી, તેમની વિદ્યાર્થીપ્રિયતા, શિસ્ત અને સમર્પણનેબિરદાવ્યું. ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએપણભાવપૂર્વક તેમનું સન્માન કર્યું.

વિદાયવેળાએ પણ ગુરુએ પોતાનું વાત્સલ્ય વરસાવ્યું. પાઠક  દ્વારા શાળાના તમામ બાળકો અને ઉપસ્થિત ગ્રામજનો માટે ભાવભીના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી એટલું જ નહીં તેમણે શાળાપરિવારને₹21,000 ની શૈક્ષણિક વસ્તુઓનું દાન અર્પણ કરી વિદ્યાદાનનો યજ્ઞ અવિરત રાખ્યો.

શાળા પરિવારે ભાવવિભોર થઈ જણાવ્યું કે, પાઠક એ માત્ર ભણાવ્યું નથી, ઘડ્યા છે. તેમણે વર્ગખંડને સંસ્કારધામ બનાવ્યું. તેમનું સમર્પણ, તેમની લાગણી અને તેમનો નિઃસ્વાર્થ ભાવ ફાટસર શાળા ક્યારેય ભૂલી શકશે નહીં. તેમનું કાર્ય હર હંમેશ અમારા માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. 22 વર્ષ સુધી જ્ઞાનનીસરવાણી વહાવી, હજારો બાળકોના જીવનમાં ઉજાસ પાથરનાર ગુરુજીની વિદાયથી આખું ફાટસર ગામ ભાવુક બની ગયું. બળદગાડે નીકળેલી આ યાત્રા માત્ર એક શિક્ષકની વિદાય ન હતી, તે એક યુગના સમર્પણનું, એક ગુરુના ત્યાગનું અને સમગ્ર ગામના ઋણસ્વીકારનું જીવંત પ્રતિક બની રહી.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?