રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બ્રીજ પર બાઇકનો અકસ્માત
ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા
અગ્ર ગુજરાત, રાજુલા
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે રાજુલાની ભેરાઇ ચોકડી નજીક આવેલા રેલવે બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ સવાર ત્રણેય યુવાનો ચાંચબંદર થી રાજુલા તરફ આવી રહ્યા હતાં તે સમયે મોટરસાયકલમાં ત્રણ વ્યક્તિઓમાંથી એક યુવાનનું માથું સીધું ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળા એકઠા થયા હતા. ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતમાં વીપુલભાઇ ચૌહાણ, લાલજીભાઇ ગુજરીયા અને ચિરાગભાઇ સોલંકી ઇજાગ્રસ્ત થયાં છે. અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી જ્યારે અન્ય બે યુવાનોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


