PM તરીકે મોદીના ૧૨ વર્ષ પૂર્ણ થતા જાગનાથ મંદિરે મંત્રોચ્ચાર
મહંત સહિતનાએ લાંબા શાસન માટે પ્રાર્થના કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
જાગનાથ મહાદેવના સાનિધ્યમાં નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે શાસનકાળના 4399 દિવસો પૂરા કરી વિક્રમ પ્રસ્થાપિત કર્યો છે તેના પાવનકારી પ્રસંગે નરેન્દ્ર મોદીજીને નિરામય આરોગ્ય માટે તેમજ લોક કલ્યાણના કાર્યો અર્થે સતત શક્તિ મળે તેવા મંગલમય હેતુથી વૈદિક મંત્રોચ્ચાર સાથેનો ખૂબ મંગલમય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. જાગનાથ મહાદેવ મંદિરના મહંત અરુંધતિદાસજીના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરા, પૂર્વ પ્રધાન ઉમેશ રાજ્યગુરુ, અમદાવાદ જિલ્લાના ભાજપના પ્રભારી કશ્યપ શુક્લ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ કલ્પક ત્રિવેદી, પંકજ રાવલ આઈએએસ, પ્રથમ મહિલા મેયર ભાવના જોશીપુરા, સૌરાષ્ટ્ર આચાર્ય સભાના સંવાહક હરીશભાઈ પંડ્યા, બ્રહ્મ સમાજના પરિમલ જોશી સહિતના અગ્રણીઓ, આચાર્યઓ પંડિતો, સહિત મોટી સંખ્યામાં સૌએ ઉપસ્થિત રહી અને નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવી હતી. આચાર્ય સભાના પંડિતોએ વેદોક્ત શાસ્ત્રોક્ત મંત્ર ઉચ્ચારણ સાથે વાતાવરણને દિવ્ય બનાવ્યું હતું.


