મેરા યુવા ભારત દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રેલી યોજાઈ
ગ્રીન ભારતના અભિગમને આગળ વધારવા સંકલ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા ખેલ મંત્રાલયના મંત્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સ્વાસ્થ્ય જાગૃતિ અને રમતગમત પ્રત્યે રસ વધારવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. વિવિધ અભિયાનો અને કાર્યક્રમો દ્વારા યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદાર બનાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય કાર્યરત મેરા યુવા ભારત દ્વારા સાયકલ દિવસ નિમિત્તે રેસકોર્સ બાલભવન ખાતેથી સાયકલ રેલીનું આયોજન રાજકોટ જિલ્લાના અધિકારી શ્રી સ્વરૂપ દેશ ભરથાર તથા માય ભારતના રાજુભાઈ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતો. આ કાર્યકમના મુખ્ય મહેમાન તરીકે વોર્ડ નંબર ૨ ના નવનિયુક્ત કોર્પોરેટર ધૈર્યભાઈ પારેખના હસ્તે લીલી ઝંડી આપી સાયકલ સવારોને પ્રોત્સાહન પૂરું પાડી, પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરૂણભાઈ નિર્મળ, લલિતભાઈ વડેરિયા મનીષભાઈ વડેરિયા; ઓફ રોડ ગ્રુપના કિશોરભાઈ બારડ મયંકભાઈ બાંભિયા કિશોરભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહયા હતા.
આ તકે કોર્પોરેટર ધૈર્ય પારેખે જણાવ્યું હતું કે સાયકલ માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી, પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક બચતનું પ્રતિક છે. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે તેમણે વધુમાં જણાવ્યું કે નિયમિત સાયકલિંગથી શરીર તંદુરસ્ત રહે છે, માનસિક તણાવ ઘટે છે અને પ્રદૂષણમુક્ત પર્યાવરણના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળે છે. આજના યુગમાં ટૂંકા અંતરની મુસાફરી માટે સાયકલનો ઉપયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે સૌને સાયકલ અપનાવવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. સાયકલ રેલીમાં ભાગ લેનાર તમામ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. માય ભારતના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તન્મય સોલંકી યશ રાઠોડ સિદ્ધાર્થ જહેમત ઉઠાવેલ હતી.


