By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: નરેશભાઈ પટેલના જન્મદિવસની સેવામય ઉજવણીઃ ૧૦૦ સ્થળે રકતદાન કેમ્પ યોજાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

નરેશભાઈ પટેલના જન્મદિવસની સેવામય ઉજવણીઃ ૧૦૦ સ્થળે રકતદાન કેમ્પ યોજાયા

Editor
Last updated: 2026/07/11 at 4:00 PM
21 minutes ago
Share
નરેશભાઈ પટેલના જન્મદિવસની સેવામય ઉજવણીઃ ૧૦૦ સ્થળે રકતદાન કેમ્પ યોજાયા
SHARE

નરેશભાઈ પટેલના જન્મદિવસની સેવામય ઉજવણીઃ ૧૦૦ સ્થળે રકતદાન કેમ્પ યોજાયા

મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતા નરેશભાઈ પટેલ

વૃક્ષારોપણ, ભૂખ્યાને ભોજન, ગાયોને ખાસચારો, સર્વ રોગ નિદાન કેમ્પ સહિતના સેવાકીય કાર્યો પણ યોજાયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વર્ષોથી પોતાના જન્મદિવસને સમાજ સેવામાં સમર્પિત કરીને જરૂરિયાતમંદોને ઉપયોગી બનવાની નેમ સાથે ઉજવણી કરી રહેલા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રણેતા અને જેમની અનેક વખત રક્તતુલા થઈ છે તેવા નરેશભાઈ પટેલનો 61મો જન્મદિવસ અવિસ્મરણીય અને સેવાનો મહોત્સવ બની ગયો. 11 જુલાઈ, 2026 ને શનિવારના રોજ પોતાના પ્રેરણાદાયી જીવનના 61 વર્ષ પૂર્ણ કરીને 62મા વર્ષમાં મંગળ પ્રવેશ કરનાર નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ સહિત ગુજરાત અને ગુજરાત બહાર મળીને કુલ 100થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ ઉપરાંત ભૂખ્યાને ભોજન, ગાયોને ઘાસચારો, વૃક્ષારોપણ, સર્વ રોગ નિદાન કેમ્પ સહિતના સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સવારથી જ બહોળી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. તમામ જગ્યાએ યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરીને આ સેવાકીય કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

નરેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, છેલ્લા 3 દાયકા કરતાં વધુ સમયથી મારા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધી અનેક લોકોએ રક્તદાન કર્યું છે ત્યારે આજના દિવસે આ તમામ રક્તદાતાઓ, આયોજકો અને મારા મિત્રમંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.

રાજકોટ શહેરમાં વિવિધ ત્રણ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ ત્રણેય જગ્યાએ નરેશભાઈ પટેલે હાજરી આપી હતી. જેમાં રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા બેડીપરા સ્થિત પટેલવાડી ખાતે, ત્યારબાદ કોઠારીયા મેઈન રોડ પર આવેલ રાધેશ્યામ બેન્ક્વેટ હોલ ખાતે અને ત્યારબાદ ન્યૂ માયાણીનગર સ્થિત શ્રી સરદાર પટેલ ભવન ખાતે નરેશભાઈ પટેલે મેગા બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લીધી હતી. આ તકે તેઓએ રક્તદાન કરવા આવેલા રક્તદાતાઓ અને આયોજકો સાથે મુલાકાત કરી હતી અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે અનેક લોકોએ શ્રી નરેશભાઈ પટેલની મુલાકાત લઈને તેઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

11 જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા રાજકોટ સહિત ગુજરાતભરમાં અને ગુજરાત બહાર મળીને કુલ 75થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. રાજકોટ શહેરમાં સરદાર પટેલ ભવન, પટેલવાડી (બેડીપરા) અને કોઠારીયા મેઈન રોડ પર આવેલા રાધેશ્યામ બેન્ક્વેટ હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ ઉપરાંત ગોંડલ, ધોરાજી, મેટોડા, જસદણ, ખામટા, જેતપુર, જૂનાગઢ, કેશોદ, વિસાવદર, ભેસાણ, મેંદરડા, ગીર સોમનાથના વેરાવળ, તાલાલા ગીર, ગીર ગઢડા, ભાવનગર, મહુવા, રાજુલા, પોરબંદર, અમરેલી, લાઠી, સાવરકુંડલા, કુંકાવાવ, વડીયા, દામનગર, ધારી, બાબરા, ચલાલા, બગસરા, મોરબી, સુરેન્દ્રનગર, અંકલેશ્વર, મહેસાણા, જામનગર શહેરમાં 7 સ્થળે, વિભાપર, ઠેબા, નંદપુર, મોડપર, સુમરા, હરીપર, ભાદરા, મજોઠ, લતીપુર, ધ્રોલ, નિકાવા, મોટા વડાળા, ખરેડી, પાતા મેઘપર, પીપરટોડા, મહીસાગર, હિંમતનગર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજપીપળા, વલસાડ, મુંબઈ, ચેન્નાઈ, મધ્યપ્રદેશના ઝરખેડા અને તીલગારા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ તમામ જગ્યાએ મળીને હજારો રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ તમામ રક્ત વિવિધ બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું. જે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ સ્થળે સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ રાષ્ટ્રસેવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે ઉમટી પડ્યા હતા અને રક્તદાન કરીને શ્રી નરેશભાઈ પટેલના માધ્યમથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાન કર્યું હતું.

 

આ ઉપરાંત નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો પણ હાથ ધરાયા હતા. જેમાં 9 જુલાઈના રોજ રાજકોટ નજીક નિર્માણ પામી રહેલ શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ખાતે શ્રી ખોડલધામ લીગલ સમિતિ- રાજકોટ શહેર દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. આ ઉપરાંત 11 જુલાઈના રોજ ભરૂચ, અંકલેશ્વર, ભાવનગર, અરવલ્લી, પાલનપુર અને બોટાદ ખાતે વિવિધ આશ્રમોમાં અને વૃદ્ધાશ્રમોમાં ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત બોટાદ, અમદાવાદ અને ભાવનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્યારે બોટાદમાં ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. નિકાવા અને ખરેડી ખાતે સર્વરોગ નિદાન-ચિકિત્સા કેમ્પ યોજાયો હતો. આમ નરેશભાઈ પટેલના જન્મદિવસની વિવિધ સેવાકીય કાર્યો થકી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવશે.

You Might Also Like

સોના-ચાંદીમાં નરમાઈ, ક્રૂડમાં અસ્થિરતા અને રૂપિયો દબાણમાં; શેરબજારની નજર વૈશ્વિક સંકેતો પર

રાજયના ૪૧ વેપારીઓ પર GST વિભાગની તવાઇ, કરોડોની ચોરી પકડી

સીમાબેન જોશીની જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય તરીકે વરણી

સગીરાને ઘરમાં ખેંચી ધમકીના જોરે ત્રણ મહિના સુધી નરાધમે આચર્યું દુષ્કર્મ

વેરાવળ (શાપર) રેલવે ફાટક પાસે પિસ્ટલ સાથે પારડીનો શખ્સ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નગરચર્ચા દરમ્યાન ભગવાન જગન્નાથજીને અપાશે AI અને એન્ટી-ડ્રોનનું સુરક્ષા કવચ
અમદાવાદ

નગરચર્ચા દરમ્યાન ભગવાન જગન્નાથજીને અપાશે AI અને એન્ટી-ડ્રોનનું સુરક્ષા કવચ

Editor By Editor 2 days ago
અમરેલીમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો કરૂણ અંજામ : સિંહના હુમલામાં યુવકનું મોત
અંધશ્રદ્ધામાં શિયાળ લુંટાયું! ગુસ્સો શાંત કરવા ધાર્મિક વિધીના બહાને સગીરા પર વારંવાર દૂષ્કર્મ
ઝીરાનું પીઠુ ગણાતા ઊંઝામાં કેમિકલ કલરની મીલાવટની વરિયાળી ઝડપાઈ
રાજ્યમંત્રી પરસોતમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને વિધાનસભા લડાવવાની રણનીતિ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?