By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અંકુશમુક્ત કરતી પાશાંકુશા એકાદશી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

અંકુશમુક્ત કરતી પાશાંકુશા એકાદશી

agragujaratnews
Last updated: 2023/10/12 at 5:30 AM
3 years ago
Share
અંકુશમુક્ત કરતી પાશાંકુશા એકાદશી
SHARE

  • પાશાંકુશા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ માતૃકુળના દસ, પિતૃકુળના દસ અને પત્નીકુળના દસ માણસોનો ઉદ્વાર કરે છે

ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે, આ દિવસે પદ્મનાભ ભગવાનની પૂજા કરવી. સર્વ મનોરથ પરિપૂર્ણ કરનારી, સર્વ પાપોનો નાશ કરનારી અને સ્વર્ગલોકનું સુખ આપનારી આ એકાદશીનો મહિમા વિશેષ છે. પદ્મનાભ ભગવાનને પ્રણામ કરવાથી ઈન્દ્રિય નિગ્રહ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. ઉપવાસ અને વ્રત કરવાથી પતિવ્રતા પત્ની અને ધનધાન્યની પ્રાપ્તિ થાય છે.

`પાશાંકુશેતિ વિખ્યાતા, સર્વપાપહરા પરા।

પદ્મનાભાભિધાનં તુ પૂજ્યેતત્ર માનવ:॥’

ઉગ્ર તપશ્ચર્યા કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ ભગવાન વિષ્ણુને નમસ્કાર કરવાથી પ્રાપ્ત થાય છે અને મનુષ્યની નરકમાં ગતિ થતી નથી. પૃથ્વી પરનાં સર્વ તીર્થસ્થાનો છે તેનું તીર્થાટન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એ સઘળું પુણ્ય ભગવાન પદ્મનાભનું નામ-સંકીર્તન કરવાથી મળે છે. આ પૃથ્વી પર એકાદશીના પુણ્યસમાન સર્વોત્તમ અન્ય કોઈ પુણ્ય નથી. આ વ્રત અતિ પાવનકારી અને હિતકારી ગણાય છે. આ એકાદશી આરોગ્ય અર્પનારી છે.

પાશાંકુશા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ માતૃકુળના દસ, પિતૃકુળના દસ અને પત્નીકુળના દસ માણસોનો ઉદ્વાર કરે છે. બાલ્યાવસ્થામાં, યૌવનાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં આ એકાદશીનું વ્રત જેણે કર્યું હોય તેની સદ્ગતિ થાય છે. જે વ્રતધારી દાન-દક્ષિણા આ દિવસે આપે છે તેને કદી યમનાં દર્શન થતાં નથી. આ દિવસે તલ, જમીન, ગાય, અન્ન, પાણી, વસ્ત્ર, પગરખાં, છત્રી વગેરેનું દાન કરવાનો મહિમા છે. દરિદ્ર માણસે પણ શક્તિ અનુસાર દાન કરવું, જેથી તે દીર્ઘાયુષી, નિરોગી અને સુખી-સંપન્ન બને છે. `યેનકેન પ્રકારેણ’ આ દિવસે જરૂર દાન-પુણ્ય કરવું, પરંતુ પુણ્યની જાહેરાત કરવાથી પુણ્ય નાશ પામે છે.

પાશ એટલે બંધન, બંધનમુક્ત થવું એ માનવનો સહજ સ્વભાવ છે. માત્ર માનવ જ નહીં, પણ પ્રાણીમાત્ર મુક્ત થવા માટે પ્રયાસશીલ હોય છે. કોઈને બંધન ગમતું નથી. માટે જો બંધનમાંથી મુક્ત થવું હોય તો દરેક મનુષ્યે આ `પાશાંકુશા’ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. લગ્નગ્રંથિથી જોડાયેલી વ્યક્તિ અમુક પ્રકારનાં બંધનથી જકડાયેલી હોય છે, કારણ કે લગ્ન એટલે જ બંધન! લગ્ન બે હૈયાંને જોડે છે. આ જોડાણ સંસારસાગર તરવા માટે છે, કામભોગમાં ડૂબી જવા માટે નહીં. પત્ની એ નાવડી છે, તો પતિ નાવિક છે, લગ્ન એ વિલાસ માટે નથી, `કામ’ના વિનાશ માટે છે.

મનને નિર્મળ, નિષ્કામ અને પવિત્ર બનાવવા માટે લગ્ન છે. લગ્ન એ કામવિકારની બેફામ વહેતી સરિતાને બે કાંઠામાં બાંધતી રત્નજડિત પાળ છે. આ પાળ સમાજને સુરક્ષિત રાખે છે. લગ્ન એ એક પ્રકારનું અંકુશ છે, પાશ છે, બંધ છે. એક પ્રકારનું નિયમન છે. મર્યાદા છે, સ્વચ્છંદતા નથી. દરેક દંપતી જો આ પાશાંકુશા એકાદશીનું વ્રત કરે તો આ પૃથ્વી પર સ્વર્ગનું સુખ જરૂર ભોગવે છે.

You Might Also Like

કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ

મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ

વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ

વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ

કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘યુનિવર્સલ એફિડેવિટ’ અમલમાં મૂકવાના લેવાયેલા નિર્ણયને આવકારતા ધારાસભ્ય ઉદય કાનગડ
રાજકોટ

‘યુનિવર્સલ એફિડેવિટ’ અમલમાં મૂકવાના લેવાયેલા નિર્ણયને આવકારતા ધારાસભ્ય ઉદય કાનગડ

Editor By Editor 7 days ago
ભરૂડી ટોલનાકા પાસે રૂ.1.51 કરોડનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતું SMC
અરડોઇમાં વિદ્યાર્થીઓને બચાવવા જતા સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત
ખાંભાના કંટાળા ગામમાં જમીન વિવાદમાં નાનાભાઈની કુહાડીના ઘા ઝીંકી હત્યા
NEET-UGની રી-ટેસ્ટનું પ્રશ્નપત્ર તૈયાર કરનાર અધિકારીઓને ગુપ્ત સ્થળે લઇ જવાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?