દુષિત પાણીનો કહેર, મનપા દ્વારા ૨૪૧૯ કલોરીન ટેસ્ટ
પાણીજન્ગ રોગચાળો બેકાબૂ સામાન્ય તાવના ૫૨૪ સહિત ૧૧૯3 દર્દીઓ મનપાના ચોપડે નોંધાયા : મચ્છરના લારવા મળતા ૪૯૭ આસામીઓ ઝડપાતા નોટીસ ફટકારી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં સતત આકરી ગરમી પડતા અને દુષિત પાણી વિતરણ થતા લોકોના સ્વાસ્થય પર તેની ગંભીર અસર પડી રહી છે. દુષિત પાણીના કારણે લોકોને ઝાડા ઉલ્ટી, તાવના કેસમાં વધારો થયો છે. ડેંગ્યુ, ટાઇફોઇડના ૧-૧, કમળાના ૨, શરદી-ઉધરસના ૪૪૬, સામાન્ય તાવના ૫૨૪, ઝાડા-ઉલ્ટીના ૨૧૯ સહિત ૧૧૯૨ દર્દીઓ મનપાના ચોપડે નોંધાયા છે. તેમજ તંત્ર દ્વારા ૨૪૧૯ કલોરીન ટેસ્ટ કરાયા છે.
રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૦૧/૦૬/૨૦૨૬ થી તા.૦૭/૦૬/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૨૫૦૭૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૧૪૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૭૦૯ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૧૩૧ અને કોર્મશીયલ ૩૬૬ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે. પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે કુલ ૨૪૧૯ કલોરીન ટેસ્ટ કરવામાં આવેલ છે.


