By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    3 days ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    5 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    6 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે વતન ગુજરાતની મુલાકાતે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે વતન ગુજરાતની મુલાકાતે

Editor
Last updated: 2026/04/30 at 6:26 PM
10 hours ago
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે વતન ગુજરાતની મુલાકાતે
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે વતન ગુજરાતની મુલાકાતે

સોમનાથ-વડોદરામાં વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ : તા.૧૧-૧૨મીએ ગાંધીનગરમાં BRICS દેશો સાથે હાઇ લેવલની બેઠક

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના પ્રવાસના સુચારૂ આયોજન માટે ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો છે. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બે મહત્વની બેઠકો યોજવામાં આવી હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના પ્રોજેક્ટ્સ અને વડોદરામાં યોજાનાર સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પ્રથમ બેઠક સોમનાથ ટ્રસ્ટના સભ્યો સાથે યોજાઈ હતી. જેમાં સોમનાથ મંદિર પરિસરમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાન સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે, તેથી તેમના હસ્તે કેટલાક નવા પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત કે લોકાર્પણની શક્યતાઓને પગલે આયોજનલક્ષી ચર્ચા કરાઈ હતી. યાત્રાધામના વિકાસ અને મુસાફરોની સુવિધાઓ વધારવા અંગેના કામોને વેગ આપવા સૂચના અપાઈ હતી.

બીજી મહત્વની બેઠક વડોદરામાં નિર્મિત ‘સરદાર ધામ’ના લોકાર્પણ સંદર્ભે મળી હતી. આ બેઠકમાં સરદાર ધામના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના હસ્તે આ સંકુલનું લોકાર્પણ થવાનું હોવાથી કાર્યક્રમની રૂપરેખા અને આયોજન અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ પ્રોટોકોલ અને કાર્યક્રમની ભવ્યતા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ઉપરાંત ગુજરાત ટૂંક સમયમાં વધુ એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બેઠકનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગરની લીલા હોટલ ખાતે BRICS દેશોની હાઈ લેવલ બેઠક યોજાવાની શક્યતા છે. દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી ચર્ચા બાદ આ આંતરરાષ્ટ્રીય બેઠક ગાંધીનગરમાં મળવા જઈ રહી છે.

આ કાર્યક્રમમાં 11 મે, સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી પણ સંભવિત છે, જે આ બેઠકને વિશેષ મહત્વ આપશે. દિલ્હી બાદ હવે ગુજરાતની રાજધાનીમાં આવી હાઈ-પ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય બેઠક યોજાવા જઈ રહી હોવાથી રાજ્યની વૈશ્વિક રાજદ્વારી ઓળખને વધુ મજબૂતી મળશે.

આ બેઠકમાં મુખ્યત્વે વૈશ્વિક પોલિસી ડાયરેકશન, આર્થિક સહકાર, નવી ટેક્નોલોજી, ઇનોવેશન અને ભવિષ્યની વિકાસ નીતિ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. ભારત હાલમાં BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. ખાસ કરીને બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્‍યમાં આ દેશો વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ મંથન કરવામાં આવશે.

રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આ આંતરરાષ્ટ્રીય બેઠકને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યક્રમ વિના વિઘ્ને સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓના સ્વાગત તેમજ હોસ્પિટાલિટી માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બેઠક ગાંધીનગર માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.

 

You Might Also Like

ભાજપનો દબદબો યથાવત, વિપક્ષ માટે પડકારજનક સમય

બાલાજી વેફર્સે બજારમાં મૂકયા પાંચ રૂપિયાવાળા જાલમૂરી

મેડિકલ પ્રવેશની UG NEET અને શિક્ષક માટેની TATની રવિવવારે લેવાશે પરીક્ષા

આકરા તાપમાં પ્રજાજનોને ઠંડક આપતા ફુવારાના પાણી સુકાયા

રાજકોટના પ્રખર જનસંઘ-ભાજપ વરિષ્ઠ નેતા સ્વ.ચીમનભાઈ શુક્લના પત્ની મધુબેન શુક્લનું 97 વર્ષની વયે નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ત્રણ તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવારોના અવસાન થતા પેટાચૂંટણીની તારીખ જાહેર
રાજકોટ

ત્રણ તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવારોના અવસાન થતા પેટાચૂંટણીની તારીખ જાહેર

Editor By Editor 2 days ago
રાજકોટ બનશે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સનું નવું ગેટવે!
અમદાવાદમાં શાંગરીલા-૨ આર્કેડમાં ભીષણ આગ, ફસાયેલા 3૦થી વધારે લોકોનું રેસ્કયું
ધાર્મિક નિયમોમાં બંધારણનું પાલન થવુ જરૂરી, મનમાની ન ચલાવી લેવાય : સુપ્રિમ
 ઉના નગરપાલિકા પર ભાજપનો અવિરત કેસરિયો: 36 બેઠક પર ક્લીન સ્વીપ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?