By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    38 minutes ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 day ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    2 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    3 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વરસાદ ખેંચાતા ધોરાજી-ઉપલેટા પંથકના પશુપાલકો મુશ્કેલીમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વરસાદ ખેંચાતા ધોરાજી-ઉપલેટા પંથકના પશુપાલકો મુશ્કેલીમાં

Editor
Last updated: 2026/07/23 at 3:40 PM
21 minutes ago
Share
વરસાદ ખેંચાતા ધોરાજી-ઉપલેટા પંથકના પશુપાલકો મુશ્કેલીમાં
SHARE

વરસાદ ખેંચાતા ધોરાજી-ઉપલેટા પંથકના પશુપાલકો મુશ્કેલીમાં

ઘાસચારો અને પશુ આહારના ભાવમાં જંગી વધારો; દૂધના યોગ્ય ભાવની પશુપાલકોની માંગ

 

અગ્ર ગુજરાત, ધોરાજી

રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાં ચોમાસાની સિઝન દરમિયાન પણ પૂરતો વરસાદ ન થતાં હવે તેની સીધી અસર પશુપાલન વ્યવસાય પર જોવા મળી રહી છે. વરસાદ ખેંચાતા ઘાસચારાનું ઉત્પાદન ઘટી ગયું છે, જેના કારણે ઘાસચારો તેમજ પશુ આહારના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. વધતા ખર્ચના કારણે પશુપાલકો ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને સરકાર પાસે દૂધના યોગ્ય ભાવની માંગ ઉઠાવી રહ્યા છે.

ધોરાજી અને ઉપલેટા વિસ્તાર ખેતી અને પશુપાલન માટે જાણીતો છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદ મોડો પડતા ઘાસચારાનું વાવેતર અને ઉત્પાદન બંને પર અસર થઈ છે. પરિણામે બજારમાં ઘાસચારા માટે ભારે માંગ ઉભી થઈ છે. અગાઉ પ્રતિ મણ રૂ. 60થી 70ના ભાવે મળતો ઘાસચારો હવે રૂ. 120થી 130 પ્રતિ મણ સુધી પહોંચી ગયો છે, જેના કારણે પશુપાલકોનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે.

માત્ર ઘાસચારો જ નહીં, પરંતુ કપાસિયા ખોળ, ભૂસું, રાજદાણા સહિતના પશુ આહારના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. પશુપાલકોના જણાવ્યા મુજબ અગાઉ રૂ. 1,200 પ્રતિ મણ મળતો કપાસિયા ખોળ હવે વધીને રૂ. 2,200 પ્રતિ મણ સુધી પહોંચી ગયો છે. અન્ય પશુ આહારના ભાવમાં પણ સતત વધારો થતાં પશુપાલનનો ખર્ચ લગભગ બમણો થઈ ગયો છે.

પશુપાલકોનું કહેવું છે કે એક તરફ પશુઓના ભરણપોષણ પાછળ ખર્ચ સતત વધી રહ્યો છે, જ્યારે બીજી તરફ દૂધના ભાવમાં તે પ્રમાણે વધારો થયો નથી. હાલમાં દૂધના પ્રતિ લિટર રૂ. 50થી 60 જેટલો ભાવ મળી રહ્યો છે, જે હાલની મોંઘવારી અને વધતા ખર્ચ સામે પૂરતો નથી. પશુપાલકોનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિમાં દૂધનો ભાવ ઓછામાં ઓછો રૂ. 100 પ્રતિ લિટર થવો જોઈએ, જેથી પશુપાલન વ્યવસાય ટકાવી શકાય.

ઘાસચારા વેપારીઓ પણ માને છે કે વરસાદના અભાવે ઘાસચારાનું ઉત્પાદન ઘટ્યું હોવાથી બજારમાં પુરવઠો ઓછો છે, જ્યારે માંગ સતત વધી રહી છે. તેના કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ઘાસચારાની અછત વધુ ગંભીર બનવાની શક્યતા છે.

એક તરફ વરસાદની અનિશ્ચિતતા અને બીજી તરફ ઘાસચારો તથા પશુ આહારના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે ધોરાજી અને ઉપલેટા પંથકના હજારો પશુપાલકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. હવે તેમની નજર આગામી વરસાદ અને સરકાર દ્વારા દૂધના ભાવ સહિત પશુપાલકોને રાહત આપવા માટે લેવામાં આવતા નિર્ણય પર ટકેલી છે.

You Might Also Like

ઉમરગામમાં 50 કલાકમાં 50 ઇંચ વરસાદ, જનજીવન સંપૂર્ણ ઠપ્પ

ઉનાના દેલવાડા ગામના મહિલા સરપંચને હોદા પરથી દૂર કરાયા

રાજુલામાં નદીકાંઠા વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે લગાવ્યા ‘ચેતવણી બોર્ડ’

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માંડવી ખાતે NSS ‘ઓરિએન્ટેશન પ્રોગ્રામ’ સંપન્ન

વેરાવળ-સોમનાથમાં ઓટોરિક્ષા ચાલકોની RTO દ્વારા થતી કનડગત સામે હડતાળ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સંસદ કૂચ વચ્ચે વાંગચુકની નવી ત્રણ શરતોથી રાજકારણ ગરમાયું
રાષ્ટ્રિય

સંસદ કૂચ વચ્ચે વાંગચુકની નવી ત્રણ શરતોથી રાજકારણ ગરમાયું

Editor By Editor 3 days ago
ધાતરવડી-૧ ડેમના પાણી માટે બર્બટાણા અને નાની ખેરાળીના ગ્રામજનોએ મંત્રીના દ્વાર ખખડાવ્યા
વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
‘ઉમ્મીદ શિક્ષા રથ’ પ્રોજેક્ટ હેઠળ શિક્ષણ મેળવેલ બાળકો રાષ્ટ્રીય સ્તરની ‘બલૂન કાર સ્પર્ધા’માં ભાગ  લેશે
રાજયની ૧૧૪૧ સરકારી પ્રાથમિક શાળામાં પીટી ટીચરની ભરતી કરાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?