રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાર્પણ
શહેર કોંગ્રેસ દ્વારા ભાવાંજલી અર્પણ કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન સ્વ. રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ રાજીવ ગાંધીજીના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમના વિચારોને અનુસરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કોર્પોરેટરો, વિવિધ ફ્રન્ટલ સેલ અને વિભાગોના આગેવાનો તેમજ ડૉ.રાજદીપસિંહ જાડેજા સહિત ડૉ.હેમાંગ વસાવડા , જસવંતસિંહ ભટ્ટી , ડી.પી. મકવાણા, વશરામભાઇ સાગઠીયા,અતુલ રાજાણી, રહીમ સોરા ,ગાયત્રીબા વાઘેલા, વૈશાલી શીંદે, દિપ્તીબેન સોલંકી, હેમાગીબેન,અર્જુન ભાઈ ચોહાણ, ઈબ્રાહિમ ભાઈ સોરા હરપાલસિંહ જાડેજા, કૃષ્ણદત રાવલ, જયદીપ મયાત્રા,જોન ભાઈ,માવજી ભાઈ ડોડીયા,અજીતભાઈ વાંક,જીતુ ભાઈ રાઠોડ, જીતુ ભાઈ ઠાકર, યુનુસભાઈ,જલ્પેશ વાઘેલા,જગદીશસિંહ જાડેજા,કેતન ભાઈ તાળાં ,યુનુસ ભાઈ, જુણેજા, સુરેશ ભાઈ ગેરીયા, અમિત ભાઈ ઠાકર , મનસુખભાઈ જાદવર, ડૉ.ભારત કોયાણી,કમલેશ ભાઈ, નરેશ પરમાર,અશોક ભાઈ વાળા, ભાવેશ વાઘેલા, મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


