સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા લાઇબ્રેરીયન ડે અંતર્ગત પરીસંવાદ યોજાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
૧૨મી ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય લાયબ્રેરીયન ડે ની ઉજવણી સમગ્ર ભારત ભરમાં થતી હોય છે. તે અંતર્ગત સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતે લાઇબ્રેરીયન ડે ની ભવ્ય ઉજવણી ઉમા કાફે એન્ડ ટી ખાતે કરવામાં આવેલ જ્યાં લાઇબ્રેરીયનો માટે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ જેમાં “લાઇબ્રેરીયન એ સમાજ જીવનનું અસરકારક સ્તંભ” વિષય તાત્વિક રૂપ રજૂ કરવામાં આવેલ. આજના દિવસે સાહિત્ય રસીકો માટે પણ અનન્ય છે. આ સમયે ગ્રંથાલય ભારતીના ડો.નરેન્દ્રભાઈ દવે, શ્રી દિલીપભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહેલ જ્યારે મેડિકલ કોલેજના લાઇબ્રેરીયન ડો.રાજેશ ત્રિવેદીએ જણાવેલ કે ગ્રંથપાલ એ ગ્રંથાલયનો આત્મા છે. લાઇબ્રેરીયનના માધ્યમથી જ કોઈ પણ જ્ઞાન પીપાસુ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેમજ રાષ્ટ્રના ઘડતરમાં લાઇબ્રેરીયનનો ફાળો ખૂબ જ મહત્વનો છે. તેમજ સાચું જ્ઞાનનું મૂલ્ય લાઇબ્રેરીયન દ્વારા જ મળી શકે છે. જ્યારે આજના દિવસે લાઇબ્રેરી સાયન્સના ભીષ્મ પિતામહ એવા ડો.એસ.આર.રંગનાથનને યાદ કરી તેમની વાતોને અને કાર્યને વાગોળેલ આમ આ પરિસંવાદમાં સમગ્ર રાજકોટ શહેરની યુનિવર્સિટી તથા કોલેજમાંથી 50 જેટલા લાઇબ્રેરીયનો ઉપસ્થિત રહી દરેક પોતાની વાત અને. રૂપને પરિસંવાદમા જોડાયેલ લાઇબ્રેરી યન એ સમાજ જીવનમાં ખૂબ અગત્ય અને અભિન છે આમ”લાઇબ્રેરીયન ડે” ની સાચા અર્થમાં જ્ઞાનરૂપી ઉજવણી કરેલ.


