રાજકોટ સિવિલમાં સ્પેશ્યાલિસ્ટોની અછત, દર્દીઓ ખાનગીમાં જવા મજબૂર
હોમેટોલોજિસ્ટ, ન્યૂરોફિશિયન અને આંખના પડદાના સુપર સ્પેશ્યાલિસ્ટની જગ્યા ખાલી, દર્દીઓને પારાવાર મુશ્કેલી
વારંવાર બ્લડની અછતથી થેલેસેમિયા પીડિત સહિતના દર્દીઓને હાલાકી, વહેલી તકે વ્યવસ્થા કરવા માંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રનું મુખ્ય તબીબી કેન્દ્ર રાજકોટ મેડિકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલ છે. અહીં દરરોજ હજારોથી વધારે દર્દીઓ સારવાર માટે આવે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની અછત હોવાના કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
ખાસ કરીને આખા સૌરાષ્ટ્ર માંથી ૫૫૦ જેટલા થેલેસેમિયાના બાળકો સારવાર માટે આવે છે, જેમને હોમેટોલોજિસ્ટ ની જરૂરિયાત રહેતી હોય છે. તેમજ ન્યૂરો ફિઝિશ્યન અને આંખના પડદા નાં સુપર સ્પેશિયાલિસ્ટ ની તાત્કાલિક જરૂર હોય હાલમાં આ નિષ્ણાત તબીબોની કાયમી વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી બાળકોના નિદાન તેમજ અન્ય દર્દી ની સારવારમાં વિલંબ થાય છે. જો આ સારવાર સી એમ સેતુ અંતર્ગત કે સમય દાન અંતર્ગત કરવામાં આવી શકે છે. હાલમાં ન્યૂરો સર્જન તેમજ રૂમેટોલોજીસ્ટ સી એમ સેતુ અંતર્ગત સેવા આપી રહ્યા છે.
જો આ પોસ્ટો તાત્કાલિક મંજૂર કરવામાં આવે તો ૨ થી ૧૪ વર્ષના આશરે ૨૫૦ જેટલા બાળકોને બ્લડ આપવાની જરૂર ના રહે ઉપરાંત આવા બાળકોને સમયસર નિદાન અને સારવાર સુવિધાઓ ઉપલબ્ધ બની શકશે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાં ના અંદાજે ૫૫૦ બાળકો ને દર ૧૦ થી ૧૫ દિવસે બ્લડ આપવામાં આવે છે તેમજ કેન્સર, કિડની, પ્રસૂતિ, અકસ્માતો ના દર્દીઑ ને બ્લડ ની જરૂરિયાત રહેતી હોય. જો આમાં રોગી કલ્યાણ સમિતિ દ્વારાબહાર ની બ્લડ બેન્ક માંથી બ્લડ આ દર્દીઑ માટે ઉપલબ્ધ કરવામાં આવે અત્યારે વારંવાર સિવિલ હોસ્પિટલ માં બ્લડ ઉપલબ્ધ હોતુ નથી. જેથી દર્દી ની પરિસ્થિતિ ખૂબજ ગંભીર હોય છે. શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન નાં ચેરમેન વિનય જસાણી દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે તો આ બ્લડ ની સમસ્યા નું નિવારણ કરવામાં આવે તેવી રજૂઆત આરોગ્ય મંત્રી સુધી કરવામાં આવી છે.
૨૦૦૮માં મંજૂર થયેલ બ્લડ ચેકિંગનું મશીન ૧૮ વર્ષે પણ મળ્યું નહી
સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ કોલેજ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં અનેક ગંભીર દર્દીઓ દરરોજ સારવાર માટે આવે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં સરકાર દ્વારા વર્ષ 2008માં ઓટોમેટેડ બ્લડ ગ્રુપ ચેકિંગ મશીન તેમજ ક્રોસ મેચિંગ મશીન મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ આજે લગભગ 18 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ મશીન ઉપલબ્ધ નથી થયેલ. હાલ માં સિવિલ બ્લડ બેન્ક માં હિમોગ્લોબિન ચેક કરવાનું મશીન પણ વર્ક કરતું નથી જે પ્રથમ જરૂરિયાત છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકને તાત્કાલિક ધોરણે ઓટોમેટેડ બ્લડ ગ્રુપ ચેકિંગ અને બ્લડ ક્રોસ ચેક મશીન ફાળવવામાં આવે, જેથી દર્દીઓને વધુ સારી અને ઝડપી સારવાર મળી શકે તથા બ્લડ બેંકની કામગીરી વધુ અસરકારક બની શકે.


