રાજકોટના બારથી વધુ જિનાલયો માટે ઇક્ષુરસ પક્ષાલની વ્યવસ્થા કરાઈ
બલસાણા તીર્થ સ્વરૂપ વિમલનાથ જિનાલય દ્વારા સેવાકાર્ય
અગ્ર ગુજરાત, રાજકોટ
આજરોજ બલસાણા તીર્થ સ્વરૂપ વિમલનાથ જિનાલયમાં સવારે ૬.૩૦ વાગ્યે વર્ષીતપ ના તપસ્વી પ્રીતિબેન જયેશભાઈ વસા અને રેખાબેન કિરીટભાઈ પારેખ પરિવાર દ્વારા આદેશ્વર પરમાત્માનો ઇક્ષુરસ પક્ષાલ કર્યા બાદ જિનાલયમાં પધારેલ ૫૦થી વધારે ભાવિકોએ પક્ષાલનો લાભ લીધેલ.
રાજકોટના વિવિધ જિનાલયો કાલાવાડ રોડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ પારસધામ, વાસુપૂજ્ય જિનાલય, શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય કૃષ્ણનગર, જયાનંદ ધામ નવગ્રહ જિનાલય, શંખેશ્વર પાર્શ્વનાથ એટલાન્ટિસ હિલ્સ, ગાંધીગ્રામ જૈન સંઘ, સુમતિનાથ જિનાલય યુનિવર્સિટી રોડ, વિમલનાથ જિનાલય, સીમંધર સ્વામી જિનાલય, પંચવટી જિનાલય, શાંતિનાથ જિનાલય એરપોર્ટ રોડ, રવિચંદભાઈ શ્રદ્ધા એપાર્ટમેન્ટ, વૈશાલી નગર જિનાલય માટે પક્ષાલ માટેનો ઇક્ષુરસની વ્યવસ્થા વિમલનાથ જિનાલયથી કરવામાં આવેલ. રાજકોટ વિવિધ જિનાલય માં બિરાજતા સાધુ સંતોને નિદોષ ઇક્ષુરસ વોહરાવવાનો લાભ મળેલ. જિનાલયમાં સવારે ૭.૩૦ વાગ્યાથી પધારેલ દરેક ભાવિકોની ઇક્ષુરસની ભક્તિનો લાભ મળેલ. પૂજા ના કપડામાં પધારેલ ભાવિકોની સંઘ તરફથી પક્ષાલની વ્યવસ્થા રાખવામાં આવેલ. આજના આ સંપૂર્ણ ઇક્ષુરસના પાવન લાભાર્થી નીતાબેન હસમુખભાઈ સંઘવી પરિવારે લીધેલ આવતા વર્ષનો પણ લાભ આ પરિવાર એ માગેલ. સંઘે તેમને આપેલ છે. સાંજે ૮.૧૫ વાગ્યે પરમાત્માની આંગી, સમૂહ, આરતી અને પ્રભાવના પ્રીતિબેન જયેશભાઈ વસાના વર્ષીતપ નિમિત્તે રાખવામાં આવેલ છે. જેની વિપુલભાઈ દોશી – કન્વીનર મો. : ૯૨૨૮૭ ૬૫૬૮૮, હરેશભાઈ બાખડા, જસ્મીનભાઈ દોશી, અભયભાઈ મહેતા, અનિલભાઈ જસાણી, કપિલભાઇ જસાણી, અશ્વિનભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ દોશી, દર્શિતભાઈ મહેતા, ફિરોજભાઇ મહેતા, હર્ષવર્ધનભાઈ શાહ, હિતેનભાઈ મહેતાની યાદી જણાવે છે.


