By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    1 hour ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    5 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં નયનાબા-રિવાબા જાડેજા વચ્ચે રાજકીય મંચ પર શાબ્દીક યુધ્ધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં નયનાબા-રિવાબા જાડેજા વચ્ચે રાજકીય મંચ પર શાબ્દીક યુધ્ધ

Editor
Last updated: 2026/04/20 at 4:21 PM
5 minutes ago
Share
રાજકોટમાં નયનાબા-રિવાબા જાડેજા વચ્ચે રાજકીય મંચ પર શાબ્દીક યુધ્ધ
SHARE

વિધાનસભા બાદ સ્થાનિક સંસ્થાની ચૂંટણીના પ્રચારમાં પણ સામે આવ્યો અણબનાવ

રાજકોટમાં નયનાબા-રિવાબા જાડેજા વચ્ચે રાજકીય મંચ પર શાબ્દીક યુધ્ધ

જીત માટે શુભેચ્છા પાઠવ્યા બાદ ભાજપના ઉમેદવારો જ જીતશે તેવો ભાભી રિવાબાનો ટોણો

શિક્ષણમંત્રી અવર કોન્ફીડન્સમાં હોવાનો નયનાબાનો પલટવાર, હાર જીતને સમય ઉપર છોડતા કોંગ્રેસના ઉમેદવાર

મહિલા અનામત બિલ પર કોંગ્રેસ સહિતના વિપક્ષોને આડે હાથ લેતા શિક્ષણમંત્રી રીવાબા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો માહોલ જામ્યો છે. મહાપાલિકાના વોર્ડ નં.૨માં ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતર્યા છે. ત્યારે તેમના ભાભી અને જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી અને કારમો પરાજય થશે તેવો ટોણો પણ માર્યો હતો. આ અંગે બંને નણંદ-ભાભી વચ્ચે રાજકીય મંચ પરથી શાબ્દીક ટપાટપી થઇ હતી.

રાજકોટમાં એક કાર્યક્રમમાં રાજયના શિક્ષણમંત્રી અને નયનાબાના ભાભી રીવાબા દ્વારા નયનાબાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને ભાજપના ઉમેદવારોની જીત થશે તેવો ટોણો પણ મારતા નયનાબાએ પણ પલટવાર કરતા જવાબ આપ્યો હતો કે એ તો સમય જ બતાવશે. બંનેના શાબ્દીક જંગથી રાજકોટનો રાજકીય માહોલ ધગધગતો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રીવાબા અને નયનાબા જાડેજા વચ્ચે ચાલતા અણબનાવની રાજયભરમાં ચર્ચા થઇ રહી છે. અગાઉ વિધાનસભા ચૂંટણી વખતે પણ નણંદ અને ભાભી વચ્ચે વાક યુધ્ધ થયું હતું.

રિવાબાએ મહિલા અનામત બિલ અંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 એપ્રિલ શનિવારે રાતે રાષ્ટ્રજોગ સંબોધન કરી મહિલા અનામત બિલ પાસ ન થઇ શક્યું એ માટે વિપક્ષને જવાબદાર ગણાવ્યા બાદ આજે 20 એપ્રિલ ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્માન માટેનો અવસર હતો 17 એપ્રિલનો એ દિવસ ઇતિહાસમાં નારી શક્તિના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાયો હોત પરંતુ કોંગ્રેસ પક્ષે વિરોધ કરતા આ દિવસ નારી શક્તિ માટે કાળો દિવસ બની ગયો છે આ દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન છે.

રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, 17 એપ્રિલનો દિવસ મહિલાઓના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાઈ શક્યો હોત પરંતુ કોંગ્રેસે વિરોધ કરતા આ દિવસ મહિલાઓના સન્માન માટે કાળો દિવસ સાબિત થયો છે. સંસદમાં જે થયું એ માત્ર બિલની હાર ન હતી, પરંતુ એ દેશની 70 કરોડ મહિલાઓ દીકરીઓએ જોયેલા સપનાઓ ઉપર કોંગ્રેસનો આઘાત જનક પ્રહાર હતો. દેશ આખાએ જોઈ લીધું કે ભાજપ સરકાર મહિલાઓ માટે અને કોંગ્રેસ સરકાર મહિલાઓના માર્ગમાં સતત અવરોધ બનીને આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ અને બાકીના વિપક્ષોએ વીલ પસાર ન થતા જે આનંદ વ્યક્ત કર્યો પાટલી થપથપાવી આ મહિલાઓનું અપમાન નથી તો શું છે.?

રીવાબાએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓના અધિકાર રોકવા એ કોંગ્રેસની જીત બની ગઈ છે. કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છડ, વિલંબ અને દગાનો રહ્યો છે. કોંગ્રેસે 60 વર્ષ સતામાં રહી માતૃ શક્તિનું અપમાન કરી વોટબેન્કની રાજનીતિ કરી છે. મહિલાઓના અધિકાર એ કોંગ્રેસ માટે માત્ર ભાષણનો વિષય રહ્યો છે, નિર્ણયની બાબતમાં કોંગ્રેસ ક્યારે પણ મહિલા શક્તિને આગળ વધવા નથી દીધી. બિલ પાસ ન થવા દેવું એ કોંગ્રેસનું પૂર્વનિયોજિત રાજકીય ષડયંત્ર હતું. જે લોકોએ OBC અને દલિત મહિલાઓના શશક્તિકરણ માટે કહી જ નથી કર્યું તેમના નામે હવે આ બિલને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તેને વધુમાં કહ્યું કે, કોંગ્રેસને ડર છે કે દેશની સામાન્ય પરિવારની મહિલાઓ સાંસદમાં અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરશે અને તેમની પરિવારવાદની રાજનીતિને પડકારશે. સતા પરિવાર પૂરતી સીમિત રાખવી એ તેમની માનસિકતા છે. પોતાના પરિવારની મહિલાઓને જ આગળ વધારવી એ જ એમની માનસિકતા છે. માતૃશક્તિને માત્ર રસોડા સુધી સીમિત રાખવાની માનસિકતા આ કોંગ્રેસ પક્ષની છે. આ એજ કોંગ્રેસ છે જેને 370 કલમનો વિરોધ કર્યો, રામ મંદિરનો વિરોધ કર્યો, ત્રિપલ તલાકનો વિરોધ કર્યો, CAAનો વિરોધ, GSTનો વિરોધ, UCCનો વિરોધ કર્યો, સર્જીકલ સ્ટ્રાઇક અને ઓપરેશન શિંદુરનો વિરોધ, નર્મદા ડેમનો વિરોધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ વિરોધ કર્યો. કોંગ્રેસની માનસિકતા એ જ છે કોઈપણ રિફોમેશન આવે એમાં જૂઠું બોલો, ભ્રમ ફેલાવવો અને આગળ વધવા ન દેવું.

 

નણંદ નયનાબાને શુભેચ્છા પાઠવતા રિવાબા

રાજકોટમાં રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી. રીવાબાએ કહ્યું ચૂંટણી લડનારને શુભેચ્છા પાઠવું છું. જો કે જીત ભાજપની જ થશે મને પૂરો ભરોસો છે. ભાજપના કાર્યકર્તાઓ પર મને પૂર્ણ વિશ્વાસ છે કે 26 તારીખે ભાજપની પેનલના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે.

શુભકામના આપનારનો આભાર : નયનાબા

રાજકોટ શહેર વોર્ડ નં. 2ના કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, મને શુભેચ્છા પાઠવનાર મારા શુભેચ્છકો, મારા સમાજના લોકો મારા વિસ્તારના મતદારો અને માતાજી ભગવતીનો હું આભાર માનું છું. જીત કોની થશે એ આવનાર સમય બતાવશે કારણ કે, ભાજપના પૂર્વ નગરસેવકોએ કોઈ કામ નથી કર્યા માત્ર ભ્રષ્ટાચાર કર્યા છે. જનતા પણ હવે આ વાત જાણી ગઈ છે માટે ભાજપની હાર થશે કે જીત એ આવનાર સમય બતાવશે.

You Might Also Like

રાજકોટમાં ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનો યોજાશે રોડ-શો

અયોધ્યા ચોક, સ્વાતિ પાર્ક, ગૌરીદડ, કિશન પેટ્રોલ પંપ, ખોડિયાર હોટેલનો વળાંક વાહન ચાલકો માટે જોખમી

બસપોર્ટની લિફટમાં ચાર લોકો ફસાયા, બચાવવા આજીજી કરતાનો વીડિયો વાયરલ

સોની બજારમાં અખાત્રીજનું મુહૂર્ત સાચવતા ગ્રાહકો

તા.૨૬મીએ સૂર્યનારાયણ અને રાજકીય ગરમાવો મતદારો પર હાવી રહેશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ફેટી લીવર: લક્ષણો વગર વધતો રોગ
રાજકોટ

ફેટી લીવર: લક્ષણો વગર વધતો રોગ

Editor By Editor 1 day ago
અરવલ્લીના મેઘરજમાં ૭૦થી વધારે કાર્યકરોએ પંજાનો સાથ છોડી દીધો
તોડજોડ : ફોર્મ પાછી ખેંચવા માટે કોંગ્રેસના ઉમેદવારને લાખોની ઓફર
સાસરિયાના ત્રાસનો કરુણ અંત: ગર્ભમાં જ બાળકનું મોત, પતિએ કરાવ્યો DNA ટેસ્ટ
 સરકારી અનાજનું ગોડાઉન છલોછલ, આંગણવાડીના બાળકોને ઘરેથી નાસ્તો લાવવાની સૂચના
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?