રાજકોટમાં રવિવારે દિવસ ૧3.૨૮ કલાક અને રાત્રિ ૧૦.3૨ કલાકની રહેશે
રવિવારે લાંબામાં લાંબો દિવસ રહેશે : વિજ્ઞાન જાથા
અગ્ર ગુજરાત, રાજકોટ
સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા. ૨૧ મી એ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. રવિવાર તા. ૨૧મી જુન લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. આ ખગોળીય ઘટનાનો લાભ લેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે તા. ૨૧ મી જુને લાંબામાં લાંબો એટલે કે રાજકોટમાં દિવસ ૧૩ કલાક ૨૮ મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩૨ મિનિટ અમદાવાદમાં દિવસ ૧૩ કલાક ૩૦ મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩૦ મિનિટ – સુરતમાં દિવસ ૧૩ કલાક ૨૨ મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩૮ મિનિટ – થરાદમાં દિવસ ૧૩ કલાક ૩૧ મિનિટ, રાત્રિ ૧૧ કલાક ૨૯ મિનિટ – મુંબઈમાં દિવસ ૧૩ કલાક ૧૩ મિનિટ – રાત્રિ ૧૦ કલાક ૪૭ મિનિટ સમયગાળામાં રહેશે. તા. ૨૨ મી જુનથી ક્રમિક રીતે દિવસ સેકન્ડના તફાવતે પ્રમાણે ક્રમશઃ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે. ભારતમાં સૂર્યોદય-સૂર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેકન્ડ-મિનિટના તફાવતથી ફેરફાર દિવસ-રાત્રિ જોવા મળશે.
વધુમાં જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે ૨૧ મી જુન પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણાયાન કહેવામાં આવે છે. દિવસ-રાતની લંબાઈ ચંદ્રની દિશા ગતિ અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વિગેરે પરિબળો પર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે.
પૃથ્વી પોતાની ધરી ૨૩.૫ ને ખુણે નમેલી હોય છે. પૃથ્વીનું માથું દક્ષિણ અને ઉત્તર તરફ નમેલું હોવાના કારણે પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડી વિવિધ આબોહવાનો અનુભવ સૂર્યના કિરણોના કારણે જોવા મળે છે.
તા. ૨૧ મી જુને લાંબામાં લાંબો દિવસ રાત્રિ ટૂંકી ત્યાર બાદ સેકન્ડના તફાવતે દિવસ ટૂંકો અને રાત્રિ લાંબીનો લોકો અનુભવ કરશે. આ ખગોળીય ઘટના વિશે વિશેષ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવો.


