By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 hour ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટથી લંડન સુધી BMW બાઈક પર ત્રણ મિત્રોની ધમાકેદાર સફર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટથી લંડન સુધી BMW બાઈક પર ત્રણ મિત્રોની ધમાકેદાર સફર

Editor
Last updated: 2026/05/30 at 3:57 PM
16 minutes ago
Share
રાજકોટથી લંડન સુધી BMW બાઈક પર ત્રણ મિત્રોની ધમાકેદાર સફર
SHARE

સાહસ, સ્પીડ અને સંદેશ સાથે બાઈક પર સરહદો પાર કરવાનો જુસ્સો

રાજકોટથી લંડન સુધી BMW બાઈક પર ત્રણ મિત્રોની ધમાકેદાર સફર

32 લાખની 3 સુપરબાઈક પર 18,804 કિ.મી.નું સપનું લઈને નીકળ્યા

‘રિસાયકલ ધ બેટરી ટુ સેવ ધ સોયલ’ના સંદેશ સાથે જીવાભાઈ પરમાર અને તેમના સાથીદારોની અનોખી આંતરરાષ્ટ્રીય બાઈક યાત્રાનો આજથી પ્રારંભ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના કાલાવડ રોડ પર સિઝન્સ હોટલ નજીક રહેતા અને વ્યવસાયે બિલ્ડર તરીકે જાણીતા જીવાભાઈ પરમારે એક એવું સાહસિક પગલું ભર્યું છે, જે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત બની રહ્યું છે. બિઝનેસ અને વૈભવી જીવન વચ્ચે પણ દિલમાં સાહસનો જ્યોત જીવંત રાખનાર જીવાભાઈએ આજથી BMW કંપનીની અતિ કીમતી સુપરબાઈક પર રાજકોટથી સીધા લંડન સુધીની રોમાંચક યાત્રાનો પ્રારંભ કર્યો છે.

આ યાત્રા માત્ર પ્રવાસ નથી, પરંતુ એક સંદેશ, એક મિશન અને એક જુસ્સાનું નામ છે. જીવાભાઈ સાથે તેમના મિત્ર આમદભાઈ ચાવડા અને મુંબઈના રહેવાસી તેમજ માઈક્રોસોફ્ટ કંપનીમાં નોકરી કરતા સનિત મિશ્રા પણ આ ઐતિહાસિક સફરમાં જોડાયા છે. ત્રણેય મિત્રો આજે વહેલી સવારે પોતાના બાઈક સાથે લંડનની લાંબી યાત્રા માટે નીકળી પડ્યા હતા.

આ યાત્રાની ખાસ વાત એ છે કે ત્રણેય મિત્રો જે બાઈક પર સવાર થઈ વિશ્વભરની સરહદો પાર કરવા જઈ રહ્યા છે તે BMW કંપનીની પ્રીમિયમ સુપરબાઈક છે, જેના એક બાઈકની કિંમત અંદાજે 32 લાખ રૂપિયા જેટલી થાય છે. સ્ટાઇલ, પાવર અને પરફોર્મન્સ માટે જાણીતી આ બાઇક હવે રાજકોટના ત્રણ યુવાનોના સપનાની સાક્ષી બનવાની છે.

યાત્રા શરૂ કરતા પહેલા જીવાભાઈ પરમારે અગ્ર ગુજરાત સાથે ખુલ્લા દિલે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદેશ પ્રવાસ કરવો તેમનો શોખ જ નહીં પરંતુ જીવનનો એક ભાગ બની ગયો છે. અત્યાર સુધી અનેક દેશોની મુલાકાત લઈ ચૂકેલા જીવાભાઈએ જણાવ્યું કે એક દિવસ મિત્રો સાથે બેઠા હતા ત્યારે વિચાર આવ્યો કે જો કાર કે વિમાન નહીં પરંતુ બાઈક પર આંતરરાષ્ટ્રીય ટૂર કરવામાં આવે તો તે જીવનનો સૌથી યાદગાર અનુભવ બની શકે.

આ વિચાર માત્ર ચર્ચા સુધી સીમિત રહ્યો નહીં. આમદભાઈ અને સનિત મિશ્રાએ પણ તરત જ તૈયારી દર્શાવી અને પછી શરૂ થઈ એક મોટી તૈયારી. કારણ કે ભારતમાંથી બાઈક લઈને અનેક દેશોની સરહદો પાર કરવી એ સામાન્ય બાબત નથી. દરેક દેશની સરકાર પાસેથી મંજૂરી, વિઝા, દસ્તાવેજો અને ખાસ કરીને બાઈક માટેનું કાર્નેટ વિઝા મેળવવું જરૂરી બને છે.

જીવાભાઈએ જણાવ્યું હતું કે આ યાત્રા માટે તેઓએ છ માસ પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અલગ અલગ દેશોના વિઝા મેળવવા ઉપરાંત બાઈક માટે ખાસ કાર્નેટ વિઝાની પ્રક્રિયા કરવી પડી હતી. આ વિઝા માટે સરકાર પાસે લાખો રૂપિયાની ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. ત્રણેય બાઈક માટે અંદાજે પાંચ લાખ રૂપિયાની ડિપોઝિટ ભરવામાં આવી હતી. ત્યારબાદ ભારત સરકાર સમક્ષ જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા અને તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી અંતે યાત્રા માટે મંજૂરી મળી ગઈ હતી.

આજ સવારે લગભગ પાંચ વાગ્યે ત્રણેય મિત્રો પોતાના પરિવારજનો, મિત્રવર્તુળ અને શુભેચ્છકોના આશીર્વાદ સાથે રાજકોટથી યાત્રા પર નીકળી પડ્યા હતા. તેમના ચહેરા પર આત્મવિશ્વાસ અને દિલમાં રોમાંચ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

આ સમગ્ર યાત્રા પાછળ માત્ર સાહસનો જ નહીં પરંતુ પર્યાવરણ જાગૃતિનો પણ એક મોટો હેતુ જોડાયેલો છે. જીવાભાઈ પરમારે આ યાત્રા માટે એક ખાસ સૂત્ર પસંદ કર્યું છે — “Recycle The Battery To Save The Soil”. એટલે કે જમીનને બચાવવા માટે બેટરીનું યોગ્ય રીતે રિસાયકલ કરવું જરૂરી છે.

જીવાભાઈ પોતે જે.પી. ઇન્ટરનેશનલ નામની કંપની દ્વારા બેટરી રિસાયકલિંગના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ મુંબઈ પનવેલમાં લામેર ડેવલપર્સ નામે પેઢી પણ ધરાવે છે, તેઓ માને છે કે આજના સમયમાં બેટરીનો વધતો ઉપયોગ અને તેની બેદરકારીપૂર્વકની ફેંકણી જમીન અને પર્યાવરણ માટે મોટો ખતરો બની રહી છે. આથી આ આંતરરાષ્ટ્રીય યાત્રા દ્વારા તેઓ લોકોને બેટરી રિસાયકલિંગ અંગે જાગૃત કરવા માંગે છે. આ યાત્રા દરમિયાન તેઓ વિવિધ દેશોમાં લોકો સાથે સંવાદ કરશે અને પર્યાવરણ સુરક્ષા અંગેનો સંદેશ પણ પહોંચાડશે. તેમની દ્રષ્ટિએ આ માત્ર બાઈક ટૂર નહીં પરંતુ “ગ્રીન મિશન” છે.

જીવાભાઈએ વધુમાં જણાવ્યું હતું કે તારીખ 30 મેના રોજ શરૂ થયેલી આ યાત્રા લગભગ બે માસ સુધી ચાલશે અને તેઓ 21 જુલાઈ 2026ના રોજ લંડન પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. અંદાજે 18,804 કિલોમીટરની આ લાંબી સફર દરમિયાન તેઓ અનેક દેશોમાંથી પસાર થશે. રસ્તામાં અનેક પડકારો આવશે, વાતાવરણ બદલાશે, ભાષા બદલાશે, ખાવાપીવાની સમસ્યાઓ આવશે, પરંતુ ત્રણેય મિત્રોનો આત્મવિશ્વાસ મજબૂત છે. લંડન પહોંચ્યા બાદ તેઓ ત્યાં પાંચ દિવસ રોકાશે અને ત્યારબાદ વિમાન માર્ગે પરત રાજકોટ ફરશે. જોકે તેમની બાઈક યાત્રાની આ કહાની અનેક યુવાનો માટે પ્રેરણા બની રહેશે.

આજના સમયમાં જ્યાં મોટાભાગના લોકો સપનાઓને માત્ર સોશિયલ મીડિયા સુધી મર્યાદિત રાખે છે, ત્યાં રાજકોટના ત્રણ મિત્રોએ સપનાને હકીકતમાં બદલી બતાવ્યું છે. સાહસ, મિત્રતા, ટેક્નોલોજી અને પર્યાવરણ જાગૃતિનો અદ્ભુત સમન્વય ધરાવતી આ યાત્રા હવે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહી છે. રાજકોટથી શરૂ થયેલી આ સફર હવે માત્ર લંડન સુધી નહીં પરંતુ લાખો લોકોના દિલ સુધી પહોંચવાની તૈયારીમાં છે.

દિલ ધડક સફરોના શોખીન બિલ્ડર જીવાભાઈની 24 કલાકમાં 1300 કિમી સુધી બાઈક દોડાવવાની ક્ષમતા

રાજકોટના જાણીતા બિલ્ડર કમ બિઝનેસમેન જીવાભાઈ પરમાર પોતાના સાહસિક સ્વભાવ અને લાંબી બાઈક યાત્રાઓ માટે ફરી ચર્ચામાં આવ્યા છે. BMW જેવી અતિ આધુનિક અને હાઈ-પરફોર્મન્સ બાઈક પર લાંબા અંતરની યાત્રાઓ કરવાનું તેમને ખાસ શોખ છે. અગાઉ પણ તેમણે અનેક દિલ ધડક અને પડકારજનક પ્રવાસો પૂર્ણ કરીને બાઈકિંગ જગતમાં અલગ ઓળખ ઉભી કરી છે.
જીવાભાઈ પરમારે જેસલમેરથી મુંબઈ સુધીની લાંબી યાત્રા સતત ડ્રાઈવિંગ કરીને પૂર્ણ કરી હતી. આ ઉપરાંત લખનૌથી રાજકોટ સુધીની સફર પણ તેમણે BMW બાઈક પર સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ખાસ વાત એ છે કે તેઓ સતત 24 કલાક સુધી ટ્રાવેલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે, જે સામાન્ય બાઈક રાઈડર્સ માટે પણ પડકારજનક માનવામાં આવે છે. તેમની સ્ટેમિના અને બાઈકિંગ પ્રત્યેની દીવાનગીનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે તેઓ સતત 1300 કિલોમીટર સુધીનું અંતર કાપવાની ક્ષમતા ધરાવે છે. તેમની આવી સાહસિક યાત્રાઓ યુવાનોમાં પણ રોમાંચ અને એડવેન્ચર પ્રત્યે આકર્ષણ જગાવી રહી છે. રાજકોટ સહિત સમગ્ર વિસ્તારમાં જીવાભાઈની બાઈકિંગ સફરો ચર્ચાનો વિષય બની રહી છે.

રાજકોટથી લંડન સુધીમાં બાઈક ત્રણેય મિત્રો 18 દેશોમાંથી પસાર થશે

રાજકોટથી શરૂ થનારી એક અનોખી અને રોમાંચક બાઈક યાત્રા હાલ શહેરમાં ચર્ચાનો વિષય બની છે. સાહસ અને એડવેન્ચરનો જુસ્સો ધરાવતા ત્રણ મિત્રો હવે બાઈક પર હજારો કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સફર માટે તૈયાર થયા છે. રાજકોટથી પ્રસ્થાન કરનારી આ યાત્રા દરમિયાન તેઓ કુલ 18 દેશોની સરહદ પાર કરીને અંતે લંડન પહોંચશે.
આ સમગ્ર યાત્રા માત્ર પ્રવાસ નહીં પરંતુ સાહસ, ધીરજ અને આત્મવિશ્વાસની કસોટી સમાન માનવામાં આવી રહી છે. વિવિધ હવામાન, અલગ-અલગ ભાષા, સંસ્કૃતિ અને રસ્તાઓ વચ્ચે બાઈક પર સતત મુસાફરી કરવી પડકારજનક રહેશે. છતાં ત્રણેય મિત્રો સંપૂર્ણ તૈયારી સાથે આ અભિયાન માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. યાત્રા દરમિયાન તેઓ અનેક ઐતિહાસિક શહેરો, પ્રખ્યાત હાઈવે અને આંતરરાષ્ટ્રીય બોર્ડરો પાર કરશે. ખાસ કરીને 18 દેશોની સરહદો ક્રોસ કરીને લંડન સુધી પહોંચવાની યોજના યુવાનોમાં પણ ભારે ઉત્સુકતા જગાવી રહી છે.

ચીનમાં 17 દિવસ સરકારી ગાઈડ સાથે કરશે સફર

રાજકોટના બિલ્ડર અને બિઝનેસમેન જીવાભાઈ પરમાર તથા તેમના મિત્રો દ્વારા શરૂ થનારી રાજકોટથી લંડન સુધીની રોમાંચક બાઈક યાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્રણ મિત્રો BMW બાઈક પર કુલ 18 દેશોની સરહદો પાર કરીને લંડન પહોંચવાના છે. આ સમગ્ર યાત્રામાં સૌથી વધુ પડકારજનક અને ચર્ચાસ્પદ ભાગ ચીનનો રહેશે.
યાત્રા દરમિયાન ટીમને ચીનમાંથી પસાર થવામાં અંદાજે 17 દિવસનો સમય લાગશે. ખાસ વાત એ છે કે ચીન સરકારના નિયમો મુજબ વિદેશી બાઈક યાત્રીઓ માટે સરકારી મંજૂર ગાઈડ ફરજિયાત રાખવામાં આવે છે. તેથી જીવાભાઈ પરમાર અને તેમના મિત્રો સાથે ચીનની સરહદમાં પ્રવેશ કર્યા બાદથી બહાર નીકળે ત્યાં સુધી એક અધિકૃત ગાઈડ સતત સાથે રહેશે.
આ ગાઈડ યાત્રીઓની સુરક્ષા, માર્ગદર્શન અને સ્થાનિક નિયમોના પાલન માટે જવાબદાર રહેશે. ચીનમાં પ્રવેશ માટે ખાસ પરવાનગીઓ, દસ્તાવેજોની ચકાસણી અને નિયમિત દેખરેખ પણ રાખવામાં આવશે.

બાઇક યાત્રા પાછળ ત્રણેય મિત્રોને થશે 33 લાખનો ખર્ચ

રાજકોટના બિલ્ડર અને સાહસિક જીવાભાઇ પરમાર પોતાના બે મિત્રો સાથે બાઇક પર લંડન જવાની રોમાંચક યાત્રાએ નીકળ્યા છે. હજારો કિલોમીટર લાંબી આ સફરમાં તેઓ અનેક દેશોની સરહદો પાર કરી અંતે લંડન પહોંચશે.
જીવાભાઇ પરમારે જણાવ્યું હતું કે આ સમગ્ર યાત્રામાં એક બાઇક પાછળ અંદાજે રૂ.11 લાખ જેટલો ખર્ચ થશે. એટલે કે ત્રણેય બાઇક માટે કુલ મળીને આશરે રૂ.33 લાખનો ખર્ચ થશે. આ ખર્ચમાં પેટ્રોલ, બાઇકનું ઓઇલ, સર્વિસિંગ તેમજ અન્ય ટેક્નિકલ ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ બાબત એ છે કે સમયનો વ્યય ન થાય તે માટે ત્રણેય મિત્રો કોઈપણ પ્રકારની રસોઈ સામગ્રી સાથે લઈ ગયા નથી. તેઓ જ્યાં પહોંચશે ત્યાં તે દેશની હોટલોમાં જ ભોજન કરશે અને સ્થાનિક વાનગીઓનો સ્વાદ માણશે. સાહસ, આયોજન અને આત્મવિશ્વાસથી ભરપૂર આ યાત્રા યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. રાજકોટમાંથી શરૂ થયેલી આ સફર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

રાજકોટથી લંડન યાત્રાનો રૂટ

* રાજકોટ થી ઇન્દોર.
* ઇન્દોર થી ગ્વાલિયર
* ગ્વાલિયર થી ગોરખપુર (નેપાળમાં ક્રોસિંગ)
* ગોરખપુર થી કાઠમંડુ. (વિશ્રામ દિવસ)
* કાઠમંડુ થી ગાયરોંગ (હિમાલય)
* તિબેટ થી ચીન પ્રવેશ (પર્વતીય રસ્તા)
* ગાયરોંગ તાશીઝોંગ.( હિમાલયની સવારી)
* તાશીઝોંગ થી શિગાત્સે.
* શિગાત્સે થી લ્હાસા (આરામનો દિવસ)
* લ્હાસા થી નામકુ
* નામકુ થી તુટુહી
* તુટુહી થી ગોલમુડ.
* ગોલમુડ થી દુનહુઆંગ (આરામનો દિવસ)
* દુનહુઆંગ થી હમી
* હમી થી તુર્પણ (આરામનો દિવસ)
* તુર્પણ થી કુઈટુન.
* કુઇટુન થી ખોર્ગોસ.
* ખાર્ગોસ થી અલ્માટી.

…(ખાઝાકિસ્તાન)…..

* અલ્માટી થી તુર્કીસ્તાન
* તુર્કીસ્તાન થી અરાલ્સ્ક
* અરાલ્સ્ક થી અક્ટોબે
* અક્ટોબે થી એટીરાઉ
* અટીરાઉ થી આસ્ટ્રાખાન

..(રશિયા)…

* અસ્તાખાન થી બોડીયોનોવસ્ક

..(જ્યોર્જિયા)..

* બુડ્યોનોવસ્ક થી ટબિલિસ (આરામનો દિવસ)
* તિબિલિસી બટુમી (સરહદ)
* બટુમી થી ટ્રેબ્ઝોન.

…..(તુર્કી)…..

* ટ્રેબઝોન થી અંકારા.
* અંકારા થી ઇસ્તંબુલ (આરામનો દિવસ)

…(ઇસ્તંબુલ સોફિયા) યુરોપ ક્રોસિંગ..

* સોફિયા બેલગ્રેડ થી બુડાપેસ્ટ.
* બુડાપેસ્ટ વિયેના થી મ્યુનિક
* હું એટ દેફસ્ટ સાચેન્ગેન રોડ

* મ્યુનિક ઝ્યુરિચ થી લ્યોન
* લ્યોન થી બાર્સેલોના (આરામનો દિવસ)
* બાર્સેલોના થી મેડ્રિડ (આરામનો દિવસ)

….(મેડ્રિડ લિસ્બન) પોર્ટુગલ…

* લિસ્બન થી બિલબાઓ
* બિલબાઓ થી બોર્ડેક્સ

…(પેરિસ)…

* પેરિસ થી કેલાઈસ.
* કેલાઈસ થી ડોવર (ફેરી)
* ડોવર થી મેઇડસ્ટન (આરામનો દિવસ)
* મેઇડસ્ટન થી સેન્ટલ લંડન

You Might Also Like

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર સોમનાથ જિલ્લામાં તા૨૯ અને તા.3૦ આહિરાણી બિઝનેસ એકસ્પો
ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં તા૨૯ અને તા.3૦ આહિરાણી બિઝનેસ એકસ્પો

Editor By Editor 2 days ago
સ્પાઇન કેર સેન્ટર ‘ધ સ્પાઇન એક્સ ક્લિનિક’માં દર્દીઓને મળશે વૈશ્વિક સ્તરની સારવાર
પાર્શ્વગાયક ઓસમાણભાઈ મીરે દોઢ  કલાક શ્રોતાઓને ડોલાવ્યા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તા.૧ જૂને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે
જસદણની યુવતીનું ફેક આઇડી બનાવનાર ખેડાના શખ્સ સામે ગુનો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?