By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજુલાના ખેરામાં પ્રેમસંબંધમાં યુવકના પિતાનું અપહરણ, છોડાવવા ગયેલ પોલીસ પર હૂમલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

રાજુલાના ખેરામાં પ્રેમસંબંધમાં યુવકના પિતાનું અપહરણ, છોડાવવા ગયેલ પોલીસ પર હૂમલો

Editor
Last updated: 2026/06/16 at 2:46 PM
3 months ago
Share
રાજુલાના ખેરામાં પ્રેમસંબંધમાં યુવકના પિતાનું અપહરણ, છોડાવવા ગયેલ પોલીસ પર હૂમલો
SHARE

રાજુલાના ખેરામાં પ્રેમસંબંધમાં યુવકના પિતાનું અપહરણ, છોડાવવા ગયેલ પોલીસ પર હૂમલો

PSI સહિત ત્રણ પોલીસ કર્મચારીને ગંભીર ઇજા : યુવકના પિતાને ઝાડ સાથે બાંધી માર માર્યો : ૪૦થી વધારેના ટોળા સામે ગુનો દાખલ

 

અગ્ર ગુજરાત, અમરેલી

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકાએ એક યુવકના પિતાનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. તેમને છોડાવવા ગયેલી પીપાવાવ મરીન પોલીસ ટીમ પર અપહરણકર્તાઓએ હુમલો કર્યો હતો, જેમાં PSI સહિત ત્રણ પોલીસકર્મીઓને ઈજા થઈ હતી. આ મામલે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઘટના ખેરા ગામના દેવશીભાઈ ગુજરીયા સાથે બની હતી. તેમના પુત્રને એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની આશંકા હતી, જેના કારણે યુવતીના પરિવારજનોને શંકા હતી કે દેવશીભાઈનો પુત્ર યુવતીને ભગાડી ગયો છે. આ બાબતને લઈને કેટલાક ઈસમોએ દેવશીભાઈનું હિંડોરણાથી અપહરણ કર્યું હતું.

અપહરણ બાદ દેવશીભાઈને ખેરા ગામની સીમમાં એક જાંબુડાના ઝાડ સાથે બાંધીને કેટલાક પુરુષો અને સ્ત્રીઓ સહિતના લોકો માર મારી રહ્યા હતા. આ દરમિયાન પીપાવાવ મરીન પોલીસને જાણ થતા PI વી.કે. રાઠોડ, PSI કે.ડી. હડિયા, પોલીસ કર્મચારી ચંપુભાઈ પોપટ, અક્ષયભાઈ મોરી અને મગનભાઈ ધાપા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક દેવશીભાઈ ગુજરીયાને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવ્યા હતા.

પોલીસ ટીમ દ્વારા અપહરણકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ટોળાએ PSI કે.ડી. હડિયા, ચંપુભાઈ પોપટ, અક્ષયભાઈ મોરી અને મગનભાઈ ધાપા સહિતના પોલીસકર્મીઓ પર પથ્થરમારો અને લાકડા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ થઈ હતી, જે બાદ તેમને રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સમગ્ર મામલે માહિતી મેળવી તાત્કાલિક ગુનો નોંધી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. મોડી રાત્રે DYSP નયના ગોરડીયા અને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI સી.પી. વાઘેલાની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી.

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ પોતે ફરિયાદી બનીને ફરજમાં રૂકાવટ, હુમલો અને અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ 40થી વધુના ટોળા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા મોટા કાફલા સાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવશે.

You Might Also Like

અમરેલીના વરસડા ગામમાં 100 એકર જગ્યામાં “સંજીવ વન”નું નિર્માણ

અમરેલીના ચાંદગઢમા ટ્રેકર પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઇ

અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઇ

જાફરાબાદના કાગવદર ગામમાં TC પર ચડેલા દિપડાનું વીજશોકથી મોત

ધારી નજીક શેત્રુંજી નદીના પટમાં લટાર મારતા ડાલામથ્થા ૯ સાવજો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?