રાણસિકીના દવે પરિવારનું ગૌરવ વધારતા ડૉ. આશા અર્જૂન દવે
લગ્ન અને નાના બાળકની જવાબદારી સાથે પણ ઉચ્ચ શૈક્ષણિક આયામો સર કરતી નવા ભારતની યુવતી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ તાલુકાના રાણસિકી ગામના વતની અને હાલ રાજકોટ સ્થિત ડૉ. અર્જુન દવેના ધર્મપત્ની, ડૉ. આશા બાવરવા દવે એ અંગ્રેજી વિષયમાં, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે પીએચડી (PhD) – ડૉક્ટર ઓફ ફિલોસૉફિની ઉપાધિ પ્રાપ્ત કરી.
ગોંડલ તાલુકાના રાણસિકી ગામની પુત્રવધૂ ડૉ. આશા અર્જુન દવેએ શિક્ષણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી છે. તેમણે અંગ્રેજી વિષયમાં પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરી પરિવાર તેમજ ગામનું નામ રોશન કર્યું છે.
આ સફળતા પ્રાપ્ત કરવામાં પરિવારનો સતત સહકાર અને પ્રોત્સાહન મહત્વપૂર્ણ રહ્યું છે. ખાસ કરીને તેમના સાસુ પ્રતિભાબેન દવે, સ્વર્ગસ્થ સસરા ઘનશ્યામભાઈના આશીર્વાદ અને જેઠ રશ્મિભાઈ, જેઠાણી વિશાખાબેન તેમજ પતિ ડૉ. અર્જુન દવેએ સંશોધન-શિક્ષણ યાત્રામાં દરેક પગલે સાથ અને સહકાર આપ્યો હતો.
ડૉ. આશા દવેની આ સિદ્ધિ એ વાતનો સુંદર દાખલો છે કે દરેક યુવતી માતા બન્યા પછી પણ પરિવારના સહકાર અને પ્રોત્સાહનથી પોતાના સપનાઓ પૂર્ણ કરી શકે છે અને શિક્ષણ તેમજ કારકિર્દીમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી શકે છે. ખાસ કરીને આ સિદ્ધિ હાંસલ કરવામાં સાસુ પ્રતિભાબેન તથા પતિ ડૉ. અર્જુન દવેનું અમૂલ્ય યોગદાન રહેલું છે, જેમના સતત સહકાર, પ્રેરણા અને વિશ્વાસથી જ આ જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ શકી છે તેમ ડૉ. આશા દવે એ જણાવ્યું છે.
શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો, પરિવારજનો, ગામલોકો, મિત્રો, સગા-સ્નેહીઓ દ્વારા ડૉ. આશા અર્જૂન દવેને અભિનંદન પાઠવી ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિદ્ધિ યુવતીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે નવી દિશા દર્શાવે છે.


