By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    4 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    5 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    5 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: સિટી બસમાં દર મહિને રૂ.૨૪ લાખનું મહાકૌભાંડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

સિટી બસમાં દર મહિને રૂ.૨૪ લાખનું મહાકૌભાંડ

Editor
Last updated: 2026/11/23 at 3:23 PM
9 minutes ago
Share
સિટી બસમાં દર મહિને રૂ.૨૪ લાખનું મહાકૌભાંડ
SHARE

સેવામાં પણ મેવા મેળવવાનું ચાલતુ કારસ્તાન

સિટી બસમાં દર મહિને રૂ.૨૪ લાખનું મહાકૌભાંડ

મુસાફરો પાસેથી રોકડ રકમ લઇ ટિકિટ નહી અપાતી હોવાના કોંગ્રેસના આક્ષેપ : કડંકટર ટિકિટ નહી આપતા હોવાની મુસાફરોની રાવ : ૮ મુસાફર ટિકિટ વગર પકડાતા કંડકટર દ્વારા ચલાવાતી લોલંમલોલ છતી થઇ

જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા, તપાસ સમિતિ રચવા ગાંધીનગર સુધી ફરિયાદ કરવાની કોંગ્રેસની ચીમકી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં લોકોના પરિવહનની સુવિધા માટે સિટી બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ સેવામાં પણ ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. સિટી બસ સેવામાં દર મહિને રૂ.૨૪ લાખનું કૌભાંડ કરવામાં આવતુ હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે અને આ આક્ષેપ ટોક ઓધ ધ ટાઉન બન્યા છે.

સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના કોંગ્રેસ પ્રવકતા તૂષિત પાણેરીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને આર્થિક કૌભાંડ બન્ને એકબીજાના પર્યાય હોય તેવી રાજ્યભરમા અસંખ્ય સાબિતીઓ છે. રાજ્ય સરકારના પૂર્વ પંચાયતી રાજ મંત્રી બચુ ખાબડના બન્ને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડએ દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં સાડા ત્રણસો કરોડનું કૌભાંડ આચર્યું, જે સબબ બન્ને કૌભાંડીની ધરપકડ થઈ હતી અને બચુ ખાબડને મંત્રી પદેથી પણ હાંકી કઢાયા.

ભાજપના કુશાસનમાં કરોડો રૂપિયાના અનેક કૌભાંડો છાશવારે ખુલતા આવ્યા છે ત્યારે ભાજપ શાસિત રાજકોટ મહાનગર પાલિકાની સિટી બસ સર્વિસનું મહાકૌભાંડ સામે આવ્યું છે.

બે દિવસ પહેલા તા.૨૧ નવેમ્બર શનિવારના રોજ, રાત્રે 8 વાગે GJ 3 BZ 4621 , રૂટ નંબર 1 ની સિટી બસ ત્રિકોણ બાગ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફ જઈ રહી હતી ત્યારે બસ મા અચાનક ટિકિટ ચેકીંગ ટીમ આવતા , બસ માંથી 8 મુસાફરો ટિકિટ વગર પકડાયા હતા , ચેકીંગ સ્ટાફે એ પૂછતા મુસાફરો એ જણાવ્યું હતું કે અમે ટિકિટ માંગી તો કંડક્ટરે ટિકિટ આપી નહિ અને ઉતરતી વખતે પાંચ રૂપિયા આપી દેજો એવી વાત કરી.

હવે આ ટિકિટના કટકી કૌભાંડનો હિસાબ માંડીએ તો 8 મુસાફરો × 5 રૂપિયા=40 રૂપિયા – 1 ફેરાના આવા આખા દિવસના દસ ફેરા ગણો એટલે એક બસ દીઠ 400 રૂપિયા થાય. કુલ 200થી વધુ સિટી બસ અલગ અલગ રૂટ પર દોડતી હોવાની માહિતી મને RMCમાંથી મળી છે  એટલે 400×200 = 80,000 મહિનાનો હિસાબ કરીએ તો 80,000 × 30 = 24,00,000 ( ચોવીસ લાખ ) રૂપિયા પ્રતિ માસ થાય.

આ મહાકૌભાંડ મારા ધ્યાને આવતા મે RMCના કમ્પ્લેન સેન્ટર પર ઑફિશિયલ કમ્પ્લેન નોંધાવી છે. જેનો કમ્પ્લેન નંબર 26456145 છે. મારી જાણકારી મુજબ સિટી બસના ડ્રાઈવર અને કંડકટરને વીસ હજાર જેટલો પગાર આપવામાં આવે છે, તદુપરાંત કટકીના રોજના આઠસોથી હજાર રૂપિયા થાય એટલે મહિને પચીસથી ત્રીસ હજાર રૂપિયા ઉચક રીતે સીધા સિટી બસના ડ્રાઈવર કંડકટરના ગજવામાં જાય, જેમાંથી એજન્સી સંચાલકોનો પણ હિસ્સો હોઈ શકે. પરિણામે મનપાની આવકને મસમોટુ નુકસાન થાય છે, વધુમાં સિટી બસ એજન્સીને વાર્ષિક કોન્ટ્રાક્ટ પેટે રાજકોટ મનપા એ જે નિર્ધારિત નાણા ચૂકવવાના હોય એ તો અલગ જ.

દૂધ, ખાદ્યતેલ, ખાંડ, દાળ – કઠોળ સહિત ભયંકર મોંઘવારીમા પીસાતી-પીડાતી રાજકોટની જનતાની લોહી પરસેવાની કમાણીમાંથી ભરવામાં આવતા ટેક્સના પૈસામાંથી નાગરિકોને ખાડા રહિત સારા રોડ રસ્તા, સાફ સફાઈ, સુદ્રઢ આરોગ્ય સુવિધા, ફ્રી પાર્કિંગ, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ જેવી અન્ય માળખાગત સુખાકારી આપવાને બદલે, સરકારી નાણા અજગરની જેમ ગળી જવાના સિટી બસ એજન્સીના ડ્રાઈવર કંડકટરોના મેલા મનસૂબા આ મહાકૌભાંડ થકી છતા થયા છે.

આ મહાકૌભાંડ બાબતે આવનારા દિવસોમા ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે, યોગ્ય તપાસ સમિતિ રચવાની માંગ સાથે જવાબદારો સામે ફોજદારી ગુન્હો નોંધવા ઉગ્ર રજૂઆત કરવામા આવશે.

કોંગ્રેસે કરેલા સવાલો

(૧) આવા કટકી ખોરો નો આ ખેલ કેટલા સમય થી અને કોની મીઠી રહેમ નજર હેઠળ ચાલે છે ??

(૨) આના હપ્તા કમિશન ક્યાં ક્યાં પહોચે છે ??

(૩) સીટી બસ નો કોન્ટ્રાક્ટ રાખનાર જે તે એજન્સી ને બ્લેક લિસ્ટ ક્યારે કરાશે ??

(૪) શું આમાં ભાજપના કોઈ નેતા ની મિલીભગત છે??

(૫) શું મનપા કમિશનર સત્તાધીશો ની કઠપૂતળી સમાન જાણી જોઈને આંખ મીચામણા કરી રહ્યા છે ??

(૬) આ મહાકૌભાંડ બાબતે કોની જવાબદારી ફિક્સ કરાશે , અધિકારી ની કે પદાધિકારી ની ??

You Might Also Like

 ગુજરાત ધગધગશે, ACનો વપરાશ રેકોર્ડ તોડશે

તમામ બેઠકોમાં સ્નેહમિલન, ફરી ડેમેજ કંટ્રોલ કરવાની ભાજપની કવાયત

શિયાળો જામ્યા પહેલા જ ઠંડીનું જોર ઘટવાની આગાહી

 પરિક્રમા અંતિમ ચરણમાં, લાખો ભકતો હજુ જંગલમાં

મચ્છરનો ડંખ! ડેંગ્યુના પાંચ દર્દીઓ સારવારમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટમાં તા.૨૫ થી ૨૮ દરમિયાન ‘૧૦મો રાજકોટ મશીન ટૂલ્સ શો’ યોજાશે
ગુજરાતરાજકોટ

 રાજકોટમાં તા.૨૫ થી ૨૮ દરમિયાન ‘૧૦મો રાજકોટ મશીન ટૂલ્સ શો’ યોજાશે

Editor By Editor 5 days ago
 સોમનાથ કોરિડોર પ્રોજેક્ટને વેગ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસમાં કુલ ૫૫ મિલકતોનું ડિમોલિશન
 કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
રાજકોટમાં 17 વર્ષની સગીરાથી લઈ 48 વર્ષના યુવક સહિત પાંચના હાર્ટફેલથી મોત
 જૈન દીક્ષા લેનાર બે મુમુક્ષુ વિદ્યાર્થિનીઓનું મુંબઈની સોમૈયા યુનિવર્સિટીમાં સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?