ભગવો લહેરાવવા બદલ જનતા અને કાર્યકર્તાઓનો આભાર માનતા સાંસદ રામભાઈ મોકરીયા
પ્રજાનો વિશ્વાસ એ જ ભાજપની તાકાત છે : સાંસદ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જવલંત વિજય અપાવીને ગુજરાતની પ્રજાએ વિકાસ, વિશ્વાસ અને સુશાસનની ભાજપની રાજનીતિ પર મહોર મારી છે, તે બદલ ગુજરાતની સમગ્ર પ્રજાને કોટી કોટી વંદન પાઠવેલ છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ” એ મંત્રની આ જીત છે. તાલુકા પંચાયતો, જિલ્લાપંચાયતો, નગરપાલિકાઓ તથા મહાનગર -પાલિકાઓ માં કોઈપણ સમાજ, જ્ઞાતિ, ધર્મ, વિસ્તાર કે અન્ય કોઈ વિવાદમાં પડયા વિના લોકશાહીમાં માનતી પ્રજાએ ભાજપના ઉમેદવારોને ખોબલે અને ખોબલે મત આપીને ભાજપ ના શિષ્તબદ્ધ અને સંનિષ્ઠ કાર્યકરોની મહેનત સાર્થક કરી છે. ભાજપના ચૂંટાયેલા દરેક પ્રતિનિધિઓ છેવાડાના માનવી સુધી વિકાસનો લાભ પહોંચાડવા કટિબદ્ધ રહેશે અને રોડ-રસ્તા, પાણી, ગટર, આરોગ્ય સ્વચ્છતા, શિક્ષણ અને સ્થાનિક રોજગારી ક્ષેત્રે આ ત્રિપલ એન્જિન સરકાર અવિરત પ્રયાસ કરશે તેની ખાતરી આપેલ છે.અને જણાવેલ છે કે, પ્રજાનો વિશ્વાસ એ જ ભાજપની તાકાત છે.
તેઓ પોરબંદર જિલ્લાના ચૂંટણી પ્રભારી હોવાના સંદર્ભે જણાવેલ છે કે પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાયેલ ચુંટણીમા તેની કુલ ૫૨ બેઠક પૈકી તમામ ૫૨ બેઠકોમાં ભાજપે સફળતા મેળવી, એક ઐતિહાસિક જીત મેળવેલ છે. તેમજ પોરબંદર જિલ્લા પંચાયતની કુલ ૧૮ બેઠક પૈકી તમામ બેઠકમાં ભાજપનો જ્વલંત વિજય થયેલ છે. તેમજ રાણાવાવ તાલુકા પંચાયતમાં ૧૦૦ ટકા બેઠકો કબજે કરી વિજય મેળવેલ છે. આખા પોરબંદર જિલ્લા તમામ સંસ્થાઓ, એક મહાનગરપાલિકા, એક જિલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયતોની તમામ બેઠકો પૈકી તાલુકા પંચાયતોની ફક્ત ત્રણ બેઠકો જ વિપક્ષને મળેલ છે બાકી તમામ બેઠકોમાં ભાજપના ઉમેદવારોએ જળહળતો વિજય મળેલ છે. આ યસના ભાગીદાર એવા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની કુનેહનિતી અને લોકચાહના તથા લોકલ સાંસદ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા નું પ્રેરણાદાયક માર્ગદર્શન તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ ચેતનાબેન તિવારીના કાર્યકરો પર ના વિશ્વાસ અને નારી સશક્તિકરણની ઝુંબેશ, અને સંગઠન પરની મજબૂત પકડ તથા જિલ્લાના મહામંત્રી, પ્રવીણભાઈ ખોરાવા સહિત ત્રણેય મહામંત્રીઓની સખત મહેનત અને ભાજપ ના કાર્યકર્તા ઓની ધગશ અને ઉત્સાહનું પરિણામ છે. જે તમામ મહાનુભાવોનો આ તકે તેવો આભાર માને છે.
સોમનાથ મહાદેવના દર્શન કરી પરત ફરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, રાજકોટ આંતર-રાષ્ટ્રીય એરપોર્ટ પર પધારતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ તેમનું ભાવભર્યું સ્વાગત કરેલ અને અમિતભાઈ શાહે પણ પોરબંદર જિલ્લામાં ભાજપને મળેલ ભવ્ય સફળતા બદલ રામભાઈ મોકરીયાને અભિનંદન પાઠવેલ છે. અંતે ભાજપના નાના-મોટા તમામ કાર્યકર્તાઓ અને ગુજરાતની બુદ્ધિજીવી જનતાનો તેમને આભાર માનેલ છે.


