સ્વ.ડોલીબેન પારેખની તૃતીય પુણ્યતિથિ નિમિતે પરિવાર દ્વારા સ્લીપર અને છાસ વિતરણ]
૨૦૦૦થી વધારે લોકોએ સેવાનો લાભ લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જીવદયાપ્રેમી પરિવારના સ્વ.ડોલીબેન દર્શનભાઈ પારેખની તૃતીય પુણ્યતિથિ નિમિતે જાણીતા ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠક્કર,ઉષાબેન ઠક્કર,દર્શનભાઈ કિરીટભાઈ પારેખ, ચી.દેવાંશી,રૈયા,આદિત્ય અને ઠક્કર પરિવાર દ્વારા ડોલીબેનની તૃતીય પુણ્યતિથિ નિમિતે રાજકોટ નગરની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબના સહયોગથી શહેરના અંતરિયાળ વિસ્તારમાં 42 થી 43 ડીગ્રી ગરમીમાં રૂબરૂ જઈને ત્રણસો જોડી નવા સ્લીપરનું વિતરણ ડોલીબેનની સ્મૃતિમાં બળબળતા તાપમાં ઊઘાડા પગે ફરતા નાના બાળકોથી લઈને વડીલો બહેનો જરૂરતમંદ વ્યક્તિઓને વિતરણ કરવામાં આવતા લાભાર્થીઓ રાજીના રેડ થઈ ગયા હતાં.
આ ઉપરાંત શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડમાં મુસાફરોને તાજી ઠંડી મસાલાયુક્ત પૌષ્ટિક છાશનું વિતરણ કરવામાં આવેલ જેમાં બે હજારથી વધુ લોકોએ છાસ પીને હાશકારો અનુભવ્યો હતો. જનસેવાના કાર્યમાં સંસ્થાના અનુપમ દોશી, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, રમેશ શિશાંગીયા, પરિમલભાઇ જોશી, જીતુભાઈ ગાંધી, નૈસધભાઈ વોરા સહભાગી બન્યા હતાં. વિવેકાનંદ યુથ ક્લબના અનુપમ દોશીએ ડોલીબેન પારેખની સ્મૃતિમાં માનવસેવાનું ઉમદા કાર્ય કરવા બદલ ઘનશ્યામભાઈ ઠક્કર પરિવારનો આભાર માન્યો હતો. સ્લીપર વિતરણ છાસ વિતરણ પ્રવૃતિમાં સહભાગી બનવા તેમજ વિશેષ માહિતી પૂછપરછ માટે અનુપમ દોશી 9428233796 નો સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવી છે.


