By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    10 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજ્ય સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી નિર્ણય : વિજયભાઈ કોરાટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજ્ય સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી નિર્ણય : વિજયભાઈ કોરાટ

Editor
Last updated: 2026/05/29 at 3:50 PM
1 day ago
Share
રાજ્ય સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી નિર્ણય : વિજયભાઈ કોરાટ
SHARE

રાજ્ય સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી નિર્ણય : વિજયભાઈ કોરાટ

તાર ફેન્સીંગમાં રનીંગ મીટર દીઠ રૂ.૧૦૦નો વધારો, ૨ હેક્ટરની મર્યાદા ઘટાડી ૧ હેક્ટર કરતા નાના ખેડૂતોને મળશે લાભ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજ્યના ખેડૂતોના હિતમાં ગુજરાતની ભાજપા સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે ‘કાંટાળી તારની વાડની યોજના’ એટલે કે, તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી સુધારા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય અનુસાર, અગાઉ તાર ફેન્સિંગ માટે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર ₹200 અથવા ખર્ચના 50%, બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હતી. હાલમાં માલ-મટીરીયલ્સના બજાર ભાવ અને મજૂરી ખર્ચ વધવાના કારણે સરેરાશ ખર્ચ વધુ થતો હોવાથી, ખેડૂતોનો આર્થિક બોજ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા હવે પ્રતિ રનિંગ મીટર ₹300 અથવા ખરેખર થનાર ખર્ચના 50% મુજબ સહાય આપવામાં આવશે.

આ ઉપરાંત, અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછી બે હેક્ટર જમીનનું ક્લસ્ટર હોવું ફરજિયાત હતું, પણ ઘણીવાર જૂથના કોઈ ખેડૂત અસહમત થાય ત્યારે બે હેક્ટરનું ક્લસ્ટર ન જળવાતા નાના ખેડૂતો સહાયથી વંચિત રહી જતા. આવા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને આ મર્યાદા ઘટાડીને હવે માત્ર એક હેક્ટર કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઈ-ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં આ યોજના હેઠળ સહાય મેળવવા માટે અંદાજે એક લાખ ખેડૂતોની અરજીઓ પ્રાપ્ત થઈ છે. ખેડૂતો જ્યારે ખેતીકામમાં વ્યસ્ત થાય તે પહેલા એટલે કે, ચોમાસા પૂર્વે જ આ તમામ અરજીઓને તબક્કાવાર નિયમાનુસાર મંજૂરી આપી દેવામાં આવશે. આ હેતુ માટે રાજ્ય સરકારે ₹240 કરોડની ફાળવણી કરી છે.

અગાઉ આ યોજના હેઠળ સહાય મેળવવા માટેની અરજી કરવા પોર્ટલ વર્ષમાં એક જ વાર ખુલ્લું મૂકવામાં આવતું હતું. પરંતુ, ચાલુ વર્ષે મહત્તમ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તે માટે જરૂર પડે બીજી વાર પણ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તેમજ જરૂર પડશે તો ₹240 કરોડ ઉપરાંત પણ વધારાના ભંડોળની વ્યવસ્થા કરીને ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવશે અને રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડવામાં આવશે.

ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માં, પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ હિરેનભાઈ હીરપરાનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

You Might Also Like

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રીક્ષાના ભાડામાં ૧૦ ટકાનો વધારો
રાજકોટ

નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રીક્ષાના ભાડામાં ૧૦ ટકાનો વધારો

Editor By Editor 2 days ago
પાર્શ્વગાયક ઓસમાણભાઈ મીરે દોઢ  કલાક શ્રોતાઓને ડોલાવ્યા
પતિ પત્નીના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી મહીસાગર 181 અભયમ ટીમ
અમદાવાદના ઓશિયા મોલના માલિકે આચાર્યુ રૂ.૨૫૦ કરોડનું મોટુ કૌભાંડ
સિવિલમાં લોહીની અછત, દર્દીઓને ભારે હાલાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?