By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં સૂર્યપ્રકોપ, ૪૨.૯ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં સૂર્યપ્રકોપ, ૪૨.૯ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર

Editor
Last updated: 2026/05/07 at 4:19 PM
2 months ago
Share
રાજકોટમાં સૂર્યપ્રકોપ, ૪૨.૯ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર
SHARE

 માવઠાની મોકાણ વચ્ચે વાતાવરણમાં સતત બદલાવની અસર

રાજકોટમાં સૂર્યપ્રકોપ, ૪૨.૯ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર

 છેલ્લા ૨૪ કલાકમાં સુર્યદેવતાએ પોતાનો મીજાજ બતાવવા સાતથી વધુ શહેરમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને વટાવી ગયો

તા.૧૨મે સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ દમણમાં હવામાન સુકુ રહેશે : દરિયાકાંઠાના વિસ્તારમાં બફારો પણ વધ્યો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સહિત દેશભરમાં આકરા ઉનાળા વચ્ચે મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દર સપ્તાહમાં વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે રાજકોટ સહિત દેશના કેટલાક રાજયોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગરમી પણ પોતાનું રૂદ્ર સ્વરૂપ દેખાડી રહી છે. આ વર્ષે રાજકોટમાં ગરમીએ રેકોર્ડ તોડયા છે અને સતત ૪૦થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં જોવા મળેલ આંકડા મુજબ રાજકોટ ૪૨.૯ ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ શહેર નોંધાયું છે.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળેલા વરસાદી માહોલ બાદ હવે વાતાવરણ સંપૂર્ણપણે બદલાયું છે. માવઠાની અસર ઓસરતાની સાથે જ સૂર્યદેવતાએ પોતાનો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે, જેના કારણે હવે આકરો ઉનાળો શરૂ થયો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.

ગઈકાલે ભાવનગર, ગીર સોમનાથ, મહિસાગર, હિંમતનગર, ભરૂચ સહિતના જિલ્લાઓના છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભારે પવનને કારણે વૃક્ષો પડવાની પણ ઘટનાઓ સામે આવી હતી. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પણ લોકોને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડા મુજબ, સૌરાષ્ટ્રનું રાજકોટ 42.9°C તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. તે સિવાય અમરેલી, સુરેન્દ્રનગર અને વડોદરામાં પણ ગરમીનું જોર વધુ જોવા મળ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે રાજ્યમાં વરસાદી વાદળો વિખેરાઈ ગયા છે. આગામી 12 મે સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણમાં હવામાન મુખ્યત્વે સૂકું (Dry Weather) રહેશે. જે જિલ્લાઓમાં વાવાઝોડા અને પવનની ચેતવણી હતી, ત્યાં હવે પવનની ગતિ સામાન્ય થઈ છે, પરંતુ તેની સામે તાપમાનમાં વધારો થયો છે.

તાપમાન વધવાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારો પણ વધ્યો છે. સુરત, દમણ અને વેરાવળ જેવા વિસ્તારોમાં તાપમાન ભલે 40°Cથી નીચે હોય, પરંતુ ભેજને કારણે અસહ્ય અકળામણ અનુભવાઈ રહી છે.

ગરમી અને ભેજનું જોર વધશે

વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ જળવાઈ રહેશે. આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પારો 40°Cને વટાવી શકે છે. આગામી 9 મેથી 11 મે (DAY-5થી DAY-7) દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણ કે બફારો અનુભવાઈ શકે છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન હજી યથાવત

કાશ્મીર અને આસપાસના વિસ્તારમાં આશરે 3.1 કિમી ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રૂપે સાયક્લોનિક સર્ક્યુલેશન હજી યથાવત્ છે. સાથે જ મધ્ય અને ઉપરના ટ્રોપોસ્ફેરિક પશ્ચિમ પવનમાં આશરે 5.8 કિમી ઊંચાઈએ એક ટ્રફ પણ સક્રિય છે, જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન વિસ્તારમાં 1.5 કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન પણ યથાવત્ છે. આ દરમિયાન, સમગ્ર વિસ્તારમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે.

વાતાવરણમાં સતત બદલાવની આગાહી

અંબાલાલ પટેલ મુજબ દક્ષિણ-પશ્ચિમ દિશાના ભેજના પવનોનો લીધે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. 12થી 14 મે આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજસ્થાન સરહદ નજીકના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, 19થી 23 મે વચ્ચે ફરી હવામાનમાં પલટો આવશે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની તેમણે આગાહી કરી છે. 15 જૂન આસપાસ રાજ્યમાં પવન સાથે ચોમાસાનો વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 મે સુધી રાજ્યમાં આકરી ગરમી યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ ત્રણથી ચાર દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે અને થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસશે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં છ તબીબ વિદ્યાર્થી સસ્પેન્ડ
ભાવનગર

 ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં છ તબીબ વિદ્યાર્થી સસ્પેન્ડ

Editor By Editor 6 days ago
 ઉપલેટામાં સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી કરાઇ
લાભાર્થીઓ કોઇપણ સસ્તા અનાજની દુકાનમાંથી રાશનીંગ ખરીદી શકશે
 મેગા ઓપરેશન! રાજકોટ સહિત દેશભરમાં રિ-નીટ અંગે મોકડ્રિલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા જલસા પરિવાર દ્વારા યોગ દિવસની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?