ટંકારાની શ્રી રામ એજન્સીમાંથી તમાકુ ચોરનાર બે શખ્સ પકડાયા
રૂ.3.૬3 લાખનો મુદામાલ જપ્ત કરાયો
અગ્ર ગુજરાત, ટંકારા
ટંકારાની “શ્રી રામ સેલ્સ એજન્સી”માં તાળા તોડી તમાકુના કાર્ટૂનો ચોરી કરનાર ગેંગનો ટંકારા પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે સ્વિફ્ટ કાર સહિત બે આરોપીઓને ઝડપી પાડી રૂ. 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ગઇ તા.૧૭/૦૫/૨૦૨૬ ના વહેલી સવારના ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલ ” શ્રી રામ સેલ્સ એજન્સી “નામની દુકાનના તાળા તોડી તમાકુના ડબલા ભરેલ કાર્ટુનની અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કરેલ હોય જે અંગે ગુનો રજિસ્ટર થયેલ હોય જે ગુનો અનડીટેકટ હોય જે ગુનો શોધી કાઢવા ટંકારા પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેકટરની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફએ ટેકનીકલ/વ્હ્યુમન સોર્સીસથી આજુબાજુના સી.સી.ટી.વી. ફુટેજ તેમજ મોરબી શહેરના નેત્રમના કેમેરા તપાસતા સ્વીફટ કારના નંબર-GJ-06-KP-3229 વાળી ચોરીમાં ઉપયોગ થયેલ હોય જે કાર અંગે બાતમી મેળવી છતર પોલીસ ચેક પોસ્ટ ખાતેથી બાતમીવાળી કારમાંથી બે ઇસમો રવિભાઇ ભીખાભાઇ ચાઉ (ઉ.વ. ૨૩) રહે. રાજકોટ હુડકો ચોકડી રણુજા મંદીર પાસે તથા રૂપેશભાઇ ચંદ્રકાંતભાઇ સંચાણીયા (ઉ.વ. ૨૯) રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ, ગણેશનગર શેરી રાજકોટવાળાને પકડી પાડી આરોપીઓ પાસેથી કુલ કી.રૂ. ૩,૬૩,૯૨૦/-નો મુદામાલ કબજે કરી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સુરેશભાઇ અશોકભાઇ ગવડીયા રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ, સોમનાથ પાર્ક રાજકોટવાળાનુ નામ ખુલતા આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૩૦૫, ૩૩૧(૪), ૫૪ મુજબનો અનડીટેકટ ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


