અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે મણીયાર દેરાસરે ધર્મધ્વજાના વધામણા
૧૭ વરસીતપના તપસ્વીઓનો અદભુત પારણા ઉત્સવ, શક્રસ્તવ અભિષેક
અગ્ર ગુજરાત, રાજકોટ
અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ છે. આખા વર્ષનું નહીં દેખેલું શુભમુહૂર્ત આજે છે. રાજકોટના ઇતિહાસ માટે સ્વર્ણિમ ઘટના કાલે છે. ૧૭ તપસ્વીઓની અતિ દીર્ઘ અને ભીષ્મ વર્ષીતપની તપસ્યાના અભૂતપૂર્વ પારણા ઉત્સવ તેના નિમિત્તે શ્રી મણિયાર આરાધના ભવને સવારે ૬.૦૦ કલાકે પરમાત્માનો શક્રસ્તવ અભિષેક ત્યારબાદ મહાવીર ભવનમાં ભક્તામર પૂજા પૂ. આ. શ્રી જિન – હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. ના શિષ્ય પૂ. આ. શ્રી પ્રસન્નચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા અને મુનિરાજ મનકચંદ્રસાગરજી ગુરુદેવો દ્વારા હિતશિક્ષા અને પછી તપસ્વીઓના અદભુત પારણા આજે રવિવારે મણિયાર ઉપાશ્રયે, સાંજે ૪.૦૦ કલાકે ધર્મધ્વજાના વધામણાનો અદભુત કાર્યક્રમ રાખેલ છે. તેમાં માંડવીચોકના દાદા સુપાર્શ્વનાથ પ્રભુની અને માણીભદ્રદાદાની ધ્વજાના વધામણા થશે. જે કરશે ધર્મ ધજાના વધામણા તેમની પૂરી થશે મનોકામના.


