પત્નીને તેડવા ગયેલા રાજકોટના યુવાનનું લગ્નના પાંચ મહિનામાં અકસ્માતમાં મોત
ગીરગઢડાના ધોકડવા-બેડીયા રોડ પર બેકાર અને બાઇક વચ્ચે સર્જાયેલો ત્રિપલ અકસ્માત : ચાર લોકો સારવારમાં
અગ્ર ગુજરાત, ઉના
ગીરગઢડાના ધોકડવા-બેડીયા રોડની કાળી રાત્રે એક આખા પરિવાર માટે કાળરાત્રી બનીને આવી. બે કાર અને એક બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતે રાજકોટના 21 વર્ષીય દેવલભાઈ ગોહિલનો ભરયુવાનીમાં ભોગ લઈ લીધો. લગ્નને હજુ 5 મહિના જ થયા હતા પત્નીને સાસરેથી તેડવા નીકળેલો દીકરો પાછો તો આવ્યો, પણ મોત ની ચાદર મા લપેટાઈને આ ઘટનાએ માત્ર એક પરિવાર નહીં, આખા ખિલાવડ ગામને હચમચાવી નાખ્યું છે.
રાત્ર ના અંધારામાં રક્તરંજિત રોડ પર રવિવારે મધરાતે બેડીયા ગામ નજીક ધોકડવા-બેડીયા રોડ પર કાળ બનીને ત્રાટક્યો પૂરપાટ ઝડપે આવતી બે કાર અને એક મોટરસાયકલ ધડાકાભેર એકબીજા સાથે અથડાઈ ટક્કર એટલી ભીષણ હતી કે લોખંડના પતરા કાગળની જેમ વળી ગયા અને રોડ લોહીથી રંગાઈગયોઅકસ્માત નો અવાજ સાંભળીનેઆસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને વટેમાર્ગુઓના ટોળેટોળા ચીસો પાડતા ઘટના સ્થળે દોડી આવ્યા
આ અકસ્માતની સૌથી કરૂણ અને હૃદય કંપાવી દેનારી વાત એ છે કે મૃતક દેવલભાઈ જગદીશભાઈ ગોહિલ માત્ર 21 વર્ષના હતા મૂળ બીલખાના વતની અને હાલ રાજકોટમાં સ્થાયી થયેલા દેવલભાઈના લગ્ન પાંચ મહિના પહેલા જ ગીરગઢડા તાલુકાના ખિલાવડ ગામે થયા હતા.
મૃતકના સસરાએ ડૂસકાં ભરતા કહ્યું મારો જમાઈ આજે સવારે જ ફોન કરીને કેતો’તો કે બપોરે વહુને તેડવા આવું છું. રાજકોટથી નીકળ્યો’તો. વહુએ પણ સવારથી સામાન બાંધી રાખ્યો’તો, સાસરે જવાના કોડ હતા. પણ મારી દીકરીના નસીબમાં સુહાગણનો ચૂડલો લાંબો નહોતો લખ્યો. કાળ મારા જમાઈને વચ્ચેથી જ ઉપાડી ગયો. હવે અમે મારી દીકરીને શું મોઢું બતાવશું?આ શબ્દો સાંભળીને હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.
અકસ્માતમાં દેવલભાઈ ગોહિલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેમનામાથાઅનેછાતી ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ મોતના મુખમાંથી માંડ બચ્યા છે, પરંતુ તેમની હાલત અત્યંત નાજુક છે. હાથ-પગ ભાંગી જવા સાથે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તમામને તાત્કાલિક 108 મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે:ગંભીર ઈજાગ્રસ્તો મા ચંપુભાઈ મનુભાઈ શેખવા ઉ.વ. 60, રહે. ડાભાળી, જિ. અમરેલી મિહિર ચુડાસમા ઉ.વ. 22 વિપુલભાઈ કનુભાઈ મેવાડા ઉ.વ. 30, રહે. આંબાડા (બાઈક ચાલક) રાહુલવાલજીભાઈ મેવાડા ઉ.વ. 22, રહે. આંબાડા હોસ્પિટલના તબીબો જણાવી રહ્યા છે કે ચારેયની હાલત ગંભીર છે અને આગામી 48 કલાક ખૂબ જ નિર્ણાયક છે.
અકસ્માતના સમાચાર વાયુવેગે આખા પંથકમાં ફેલાતા ઉનાની હોસ્પિટલ બહાર મૃતક અને ઈજાગ્રસ્તોનાસગા સંબંધીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હૈયાફાટ રુદન અને આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું.બીજી તરફ ખિલાવડ ગામમાં જ્યાં *આજે દીકરીની વિદાયની તૈયારીઓ થતી હતી, ત્યાં જમાઈની અર્થી તૈયાર કરવાનો વારોઆવ્યો.નવવધૂના હાથની મહેંદી હજુ સુકાઈ નથી ત્યાં માથેથી સિંદૂર ભૂંસાઈ ગયું આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે
ઘટનાની જાણ થતા જ ગીરગઢડા પોલીસનો કાફલો PSI સહિત તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. અકસ્માતના કારણે હાઇવે પર 2 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.પોલીસે સૌથી પહેલા ક્રેઈનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યોહતો.ગીરગઢડાપોલીસેઅકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડ અને ઓવરટેક અકસ્માતનું કારણ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
એક ક્ષણનો બેકાબૂ વેગ એક આખા પરિવારની જિંદગી વેરવિખેર કરી ગયો. દેવલભાઈના મોતથી બે પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. કુદરત પણ ક્યારેક કેવા ક્રૂર ખેલ ખેલે છે કે જે હાથમાં મહેંદી મુકાવી હતી, એ જ હાથે આજે કંકુના આંસુ સારવાનો વારો આવ્યો.


