પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટ અંતર્ગત પ્રવેશ પરીક્ષા યોજાઇ
૫૨૦થી વધારે વિદ્યાર્થીઓએ ચાર વિષયની પરીક્ષા આપી : ૧૮મીએ પરિણામ જાહેર કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત આર્થિક રીતે નબળા પરંતુ ભણવામાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી. આ પ્રવેશ પરીક્ષામાં 521 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી શિસ્તબદ્ધ રીતે ચાર વિષય ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા અને અંગ્રેજીની લેખિત પરીક્ષા આપી હતી.
રાંકના રતન સમા આર્થિક રીતે નબળા પરિવારના તેજસ્વી બાળકોની કારકિર્દી ઉજવળ બનાવવા વિજયભાઈ રૂપાણીએ કંડારેલી કેડી ઉપર ચાલતા અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ તથા ડો.મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત પરીક્ષા વ્યવસ્થાતંત્ર અદભુત રીતે આયોજવામાં આવ્યું હતું. સવારે 7:30 વાગ્યે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ઉપર હાજર થઈ ગયા હતા અને ખૂબ જ શાંત વાતાવરણમાં ગણિત,વિજ્ઞાન,સમાજવિદ્યા અને અંગ્રેજી વિષયની વિશ્વાસ સભર પરીક્ષા આપી હતી બે વિષયની પરીક્ષા બાદ સ્થળ ઉપર બાળકોને લંચની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને લંચબાદ પોણા કલાકના અંતર બાદ બીજા બે વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી.
પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવવા અને પ્રોત્સાહિત કરવા રાજકીય આગેવાનો પરષોત્તમભાઈ રૂપાલા (સાંસદસભ્ય), ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, નીતિનભાઈ ભારદ્વાજ, દર્શિતાબેન શાહ, ધનસુખભાઈ ભંડેરી, દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુક્લ, મનીષભાઈ ભટ્ટ અશ્વિનભાઈ ભોરણીયા, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, નરેન્દ્રસિંહ ઠાકોર, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત, પૂર્વીબેન ઉચાટ, રસીલાબેન સાકરીયા, કિરીટભાઈ ગોહેલ, જ્યોત્સનાબેન ટીલાળા, લીનાબેન રાવલ, ડો.અનિમેષભાઈ ધ્રુવ, ડો.ગૌરવીબેન ધ્રુવ, ગોકુલ હોસ્પિટલના ડો.તેજસભાઈ કરમટા, ડો.વિભાકરભાઈ વચ્છરાજાની, નિમાવત સાહેબ, કર્નલ પી. પી. વ્યાસ, કિશોરભાઈ ગાંગાણી (લાલાભાઇ) શૈક્ષણિક અગ્રણી ડી. વી. મહેતા, રશ્મીનભાઇ મોદી, ઓજસભાઈ ખોખાણી, એડવોકેટ અંશભાઈ ભારદ્વાજ, પિયુષભાઈ વાધર, જીતુભાઈ રાઠોડ, નિલેશભાઈ દેસાઈ, દીપાબેન દેસાઈ, જયુબેન કાનાબાર વગેરે મહાનુભવો ઉપસ્થિત રહી પરીક્ષાર્થી બાળકોને શુભેચ્છા પાઠવેલ હતી.
ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ શુભેચ્છા પાઠવી સર્વે મહાનુભવો તથા એચ.એન. શુક્લા કોલેજના સંચાલક નેહલભાઈ શુક્લ, પીયુષભાઈ વાધર તથા આજના આ પરીક્ષા કાર્યમાં ઉપયોગી થયેલ સર્વેનો આભાર માન્યો હતો.
આ પ્રવેશ પરીક્ષા કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ તથા ડો.મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કમિટી મેમ્બર્સ જયેશભાઈ ભટ્ટ, હસુભાઈ ગણાત્રા, રાજુભાઈ શેઠ, ગીતાબેન તન્ના, મીરાબેન મહેતા, પરેશભાઈ હુંબલ, કાર્યકર્તાઓ કનુભાઈ હિંડોચા, જયસુખભાઈ ડાભી, કે.બી.ગજેરા, કિશોરભાઈ ગમારા, હરેશભાઈ ચાંચીયા, દિલીપભાઈ મીરાણી, અનુપભાઈ રાવલ, કિરીટભાઈ પરમાર, જીજ્ઞેશભાઈ રત્નોતર, પ્રવિણભાઈ ખોખર પુજીત ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કોર્ડીનેટર સાગરભાઇ પાટીલ, કર્મચારીઓ શીતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, પ્રેમભાઈ જોષી, અંજનાબેન રત્નોતર, અંજનાબેન સારેસા, પૂજાબેન પરમાર, અનિલભાઈ ચાવડા, પ્રવીણભાઈ વેકરીયા, વર્ષાબેન મકવાણા, કાંતીભાઈ નિરંજની જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના પૂર્વ વિદ્યાર્થીઓ રાહુલભાઈ દુધરેજીયા, હેરભા રવિ, સ્વાતિબેન ચૌહાણ વગેરે તેમજ એચ.એન.શુક્લ કોલેજના કર્મચારીઓ અયુબ સર, મયુરસર, મિતસર, દિનેશભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ, રવિભાઈ, મનોજભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવેલ હતી.
વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ નો ફોન નંબર 0281-2704545 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.


