By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો

Editor
Last updated: 2026/06/01 at 3:37 PM
3 days ago
Share
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો
SHARE

ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો

વંથલી, રાજુલા, જાફરાબાદ, ઉના સહિત રાજ્યમાં આકાશી પાણી વરસ્યા: છોટા ઉદેપુરમાં વૃક્ષ પડવાથી એક યુવાનનું મોત

૨૪ કલાકમાં ૪૫ તાલુકામાં પડ્યો વરસાદ, ૧૮ તાલુકામાં અડધાથી એક ઈંચ, બે દિવસમાં ૪ ડિગ્રી ઘટતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં જાણે ચોમાસું વહેલું બેસી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન, ગાજવીજ અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. અચાનક બદલાયેલા આ વાતાવરણને કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી તો મોટી રાહત મળી છે, પરંતુ ખેતરોમાં ઊભેલો ઉનાળુ પાક અને આંબાવાડીઓમાં કેરીના પાકને ભારે નુકસાન થવાની શક્યતાથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. ભારે વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે, જ્યારે છોટા ઉદેપુરમાં વૃક્ષ પડવાથી 1 યુવકનું કરુણ મોત નીપજ્યું છે.

ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મામાં ભારે પવન સાથે અડધાથી 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને વૃક્ષો પડ્યા તો વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. બનાસકાંઠાના અમીરગઢમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાને લીધે ખેતરોમાં લણણી માટે તૈયાર મકાઈ અને બાજરીનો પાક આડો પડી ગયો છે, જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. અંબાજીમાં તો નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી હતી ત્યાં જ અચાનક ધૂળની ડમરીઓ ઊડતાં ખેલાડીઓ અને દર્શકોએ જીવ બચાવવા દોડાદોડ કરવી પડી હતી.

અરવલ્લી અને મહેસાણાના મોડાસા, મેઘરજ અને ભિલોડામાં પણ ધોધમાર વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી થઈ ગઈ. મેઘરજના જીતપુરમાં પવનના જોરથી એક મકાનની છત અને દીવાલ ધરાશાયી થયા છે, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મહેસાણામાં ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં બોડેલી, પાવી જેતપુર અને સંખેડામાં ધોધમાર વરસાદ પડ્યો. નસવાડીના આમરોલી ગામમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં અરવિંદ તડવી નામના 1 યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઉપરાંત જબુગામ પાસે રેલવે ટ્રેક પર વીજ વાયર તૂટી પડતાં અલીરાજપુર-પ્રતાપનગર જતી ટ્રેનને અધવચ્ચે રોકવી પડી હતી.

દાહોદ શહેરમાં રસ્તા પર અને બસ સ્ટેન્ડમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા, જ્યારે લીમખેડામાં એક મકાન ધરાશાયી થયું છે. મહીસાગરના કડાણા પાસે રસ્તા વચ્ચે મોટું વૃક્ષ પડતાં વાહનવ્યવહાર અટકી ગયો હતો, જેને પોલીસે મહામહેનતે હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

વડોદરાના સાવલી, શિનોર અને વાઘોડિયામાં પણ ભારે પવનથી લોકોના મકાનના પતરાં ઊડ્યા અને વૃક્ષો ધરાશાયી થયાની ઘટનાઓ બની છે.

જૂનાગઢના વંથલી અને આસપાસના ગામોમાં સવારથી ધીમી ધારે વરસાદ પડતાં રસ્તા પર પાણી વહેતા થયા હતા. આ વરસાદથી બાગાયતી પાક, ખાસ કરીને કેરી અને રાવણાં પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. બીજી તરફ, જૂનાગઢના દાતાર પર્વત પર વાદળો સીધા જમીન પર ઉતરી આવ્યા હોય તેવો અદભુત નજારો જોવા મળ્યો હતો, જેનો પ્રવાસીઓએ મન ભરીને આનંદ માણ્યો. અમરેલીના રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો, જ્યારે ગીર સોમનાથના ઉના પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડવાથી લોકોને ગરમીથી રાહત મળી.

તાપીના સોનગઢમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, જ્યારે સુરત શહેરના ઉધના, લિંબાયત અને પલસાણા તાલુકામાં હળવા ઝાપટાં પડ્યા. નવસારીના ચીખલી અને ગણદેવી તેમજ વાપી અને વલસાડમાં પણ વહેલી સવારે પવન સાથે વરસાદ પડતાં રસ્તાઓ ભીંજાયા હતા અને વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી 4 દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાનમાં આવેલા પલટાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો.રાજ્યના 18 તાલુકાઓમાં અડધાથી લઈને સવા ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અરવલ્લીના મોડાસામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.પંચમહાલના શહેરા અને અરવલ્લીના ભિલોડામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત સાબરકાંઠાના વડાલી અને મહિસાગરના કડાણા તાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.મોરવા હડફ અને ધનસુરા તાલુકામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તેમજ દાહોદ તાલુકામાં પણ પોણો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સાઠંબા, માલપુર અને વિજયનગરમાં અડધા ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે ક્વાંટ, બોડેલી, ઈડર, મેઘરજ અને શામળાજી સહિતના વિસ્તારોમાં પણ અડધો ઈંચ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગે 8 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

 

એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ

દેશભરના મોટાભાગના રાજ્યોના હવામાન પલટાયું છે. ગુજરાત રાજ્યમાં પણ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગ મુજબ એકસાથે ચાર અલગ-અલગ સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન મોડલ મુજબ, આગામી ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.

You Might Also Like

ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા

મેરા યુવા ભારત દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રેલી યોજાઈ

પીપળવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

બાગેશ્વરના દરબાર સામે પોલીસે રેલી-ધરણાની મંજુરી ન આપતા જાથાએ કાર્યક્રમ રદ કર્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાપરમાં ખેડૂતની કરોડોની જમીન પર જમાવ્યો કબજો : ભાજપ અગ્રણી સહિત 6 સામે લેન્ડ ગ્રેબિંગ
રાજકોટ

શાપરમાં ખેડૂતની કરોડોની જમીન પર જમાવ્યો કબજો : ભાજપ અગ્રણી સહિત 6 સામે લેન્ડ ગ્રેબિંગ

Editor By Editor 1 day ago
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો કાર્યક્રમ ’મન કી બાત’  આવતીકાલે યોજાશે
સ્પોર્ટ વિંગ્સ સંસ્થા દ્વારા ૨૨થી વધારે રાજયના ૭૦ શહેરોમાં ચાલતી સેવા પ્રવૃત્તિ
રાજુલામાં બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા ભવ્ય આયોજન આયોજિત બ્લડ કેમ્પમાં ૧૫૧ બોટલ રક્ત એકત્રિત
ગુજરાત ટાઈટન્સની બસમાં શોર્ટ સર્કિટથી આગ, કપ્તાન સહિતના ખેલાડીઓ સલામત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?