ગુરૂવારે બ્રહ્મ સમાજ દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે રકતદાન કેમ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી બ્રહ્મદેવ સમાજ-રાજકોટ દ્વારા તા.૧૬-૪ને ગુરૂવારના રોજ સાંજે ૬ થી ૯, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રકમતદાન કેમ્પમાં બ્રહ્મદેવ સમાજ-રાજકોટ, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના એમ.ડી.પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે. હાલ ઉનાળાના આકરા તાપમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના રકતની સખત અછત છે તો રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા અપીલ કરવામાં આવી છે.


