By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 hours ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 day ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    2 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    3 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉમરગામમાં 50 કલાકમાં 50 ઇંચ વરસાદ, જનજીવન સંપૂર્ણ ઠપ્પ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉમરગામમાં 50 કલાકમાં 50 ઇંચ વરસાદ, જનજીવન સંપૂર્ણ ઠપ્પ

Editor
Last updated: 2026/07/23 at 3:56 PM
2 hours ago
Share
ઉમરગામમાં 50 કલાકમાં 50 ઇંચ વરસાદ, જનજીવન સંપૂર્ણ ઠપ્પ
SHARE

દક્ષિણ ગુજરાત પર મેઘ સુનામી

ઉમરગામમાં 50 કલાકમાં 50 ઇંચ વરસાદ, જનજીવન સંપૂર્ણ ઠપ્પ

24 કલાકમાં ઉમરગામમાં 36 ઇંચ વરસાદનો રેકોર્ડ, મધુવન ડેમના 10 દરવાજા ખોલી 2.15 લાખ ક્યુસેક પાણી છોડાયું

50 કલાકમાં કપરાડામાં 48.5 ઇંચ, નાનાપોઢામાં 40 ઇંચ,વલસાડ-નવસારી-ડાંગમાં જળબંબાકાર સ્થિતિ

અગ્ર ગુજરાત, વલસાડ

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડે અભૂતપૂર્વ કહેર વરસાવ્યો છે. છેલ્લા 50 કલાક દરમિયાન ઉમરગામમાં 50 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો છે. માત્ર ઉમરગામ જ નહીં પરંતુ કપરાડા, ધરમપુર, નાનાપોઢા, પારડી, વાપી, વઘઈ અને ખેરગામ સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ જાણે સુનામી સર્જી હોય તેવી સ્થિતિ ઊભી કરી છે. હજુ પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ચાલુ હોવાથી સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
21 જુલાઈ સવારે 6 વાગ્યાથી 23 જુલાઈ સવારે 8 વાગ્યા સુધીના 50 કલાકમાં ઉમરગામમાં 50 ઇંચ, કપરાડામાં 48.5 ઇંચ, નાનાપોઢામાં 40 ઇંચ, પારડીમાં 31 ઇંચ, ઉમરપાડામાં 30.4 ઇંચ, ધરમપુરમાં 30 ઇંચ, વાપીમાં 26 ઇંચ, ખેરગામમાં 25 ઇંચ અને વઘઈમાં 24 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાઓ પણ ચોંકાવનારા રહ્યા છે. ઉમરગામમાં એક જ દિવસમાં 36 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કપરાડામાં 28.5 ઇંચ, નાનાપોઢામાં 26 ઇંચ, ધરમપુરમાં 20 ઇંચ, પારડીમાં 18 ઇંચ, વાંસદામાં 17.5 ઇંચ, વાપીમાં 16.5 ઇંચ, વલસાડમાં 16 ઇંચ, ડોલવણમાં 15 ઇંચ, વઘઈમાં 15 ઇંચ, ખેરગામમાં 14.5 ઇંચ તથા વાલોડ અને ઉમરપાડામાં 10-10 ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ સવારથી સતત વરસાદ ચાલુ રહ્યો હતો.
ભારે વરસાદને કારણે વલસાડ, વાપી, પારડી, ઉમરગામ અને આસપાસના વિસ્તારોમાં મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે. અનેક રહેણાંક સોસાયટીઓ, ઘરો, દુકાનો અને કોમ્પ્લેક્સમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રેલવે અંડરપાસ અને ગરનાળાઓ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. અનેક કોઝવે ઉપર પાણી ફરી વળતાં સેંકડો ગામોનો સંપર્ક તૂટી ગયો છે.
દમણગંગા નદી પર આવેલા મધુવન ડેમમાં સતત પાણીની આવક વધતા આજે સવારે ડેમના 10 દરવાજા 4.50 મીટર સુધી ખોલી 2,15,621 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેના કારણે વાપી, સેલવાસ અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ, નવસારી અને સુરત જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટી તંત્ર સતત બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત છે. વીજ પુરવઠો અને સંચાર સેવાઓ પણ અનેક વિસ્તારોમાં ખોરવાઈ છે.
હવામાન વિભાગે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી યથાવત રાખતાં લોકોને નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

50 કલાકમાં સૌથી વધુ વરસાદ

ઉમરગામ – 50 ઇંચ
કપરાડા – 48.5 ઇંચ
નાનાપોઢા – 40 ઇંચ
પારડી – 31 ઇંચ
ઉમરપાડા – 30.4 ઇંચ
ધરમપુર – 30 ઇંચ
વાપી – 26 ઇંચ
ખેરગામ – 25 ઇંચ
વઘઈ – 24 ઇંચ

24 કલાકમાં વરસાદે તોડ્યા તમામ રેકોર્ડ

ઉમરગામ – 36 ઇંચ
કપરાડા – 28.5 ઇંચ
નાનાપોઢા – 26 ઇંચ
ધરમપુર – 20 ઇંચ
પારડી – 18 ઇંચ
વાંસદા – 17.5 ઇંચ
વાપી – 16.5 ઇંચ
વલસાડ – 16 ઇંચ

મધુવન ડેમથી લાખો ક્યુસેક પાણી છોડાયું

ડેમની સપાટી – 75.55 ફૂટ
પાણીની આવક – 2,31,664 ક્યુસેક
પાણી છોડાયું – 2,15,621 ક્યુસેક
10 દરવાજા 4.50 મીટર સુધી ખોલાયા
દમણગંગા કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર

જનજીવન પર ભારે અસર

અનેક ગામોનો સંપર્ક તૂટ્યો
મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ
રેલવે અંડરપાસ બંધ
ઘરો, દુકાનો અને સોસાયટીઓમાં પાણી
વીજ પુરવઠો અને મોબાઇલ નેટવર્કને અસર
વાહન વ્યવહાર ઠપ્પ

વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર

શાળા-કોલેજોમાં રજા જાહેર
એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત
નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર શરૂ
સતત મોનિટરિંગ અને બચાવ કામગીરી
નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા સૂચના

ખેડૂતોને મોટું નુકસાન થવાની આશંકા

સતત ધોધમાર વરસાદને કારણે ડાંગર, શાકભાજી, કેળા, પપૈયા અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં અનેક વિસ્તારોમાં ખેતીકારો ચિંતિત બન્યા છે.

હજુ પણ ભારે વરસાદનું સંકટ યથાવત

હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. નદી-નાળા નજીક ન જવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

You Might Also Like

વરસાદ ખેંચાતા ધોરાજી-ઉપલેટા પંથકના પશુપાલકો મુશ્કેલીમાં

ઉનાના દેલવાડા ગામના મહિલા સરપંચને હોદા પરથી દૂર કરાયા

રાજુલામાં નદીકાંઠા વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે લગાવ્યા ‘ચેતવણી બોર્ડ’

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માંડવી ખાતે NSS ‘ઓરિએન્ટેશન પ્રોગ્રામ’ સંપન્ન

વેરાવળ-સોમનાથમાં ઓટોરિક્ષા ચાલકોની RTO દ્વારા થતી કનડગત સામે હડતાળ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં આઇશ્રી પૂ.નાગબાઇ માતાજીની વિરાટ પ્રતિમા સાથે નીકળી ભવ્ય શોભાયાત્રા
રાજકોટ

રાજકોટમાં આઇશ્રી પૂ.નાગબાઇ માતાજીની વિરાટ પ્રતિમા સાથે નીકળી ભવ્ય શોભાયાત્રા

Editor By Editor 5 days ago
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં સત્તાધારી પક્ષને તેના નેતાએ જ ખૂલ્લા પાડયા
સાયલા મહાજન પાંજરાપોળ ખાતે શનિવારે નિર્માણધીન પશુ-પક્ષી હોસ્પિટલની મુલાકાત લેશે મુખ્યમંત્રી
MCXમાં તેજીનો માહોલ: સોનું-ચાંદી ચમક્યા, ક્રૂડ ઓઈલમાં ઉછાળો; રૂપિયો નબળો પડતા
વેરાવળ રોટરી અને ઇનર વ્હીલ ક્લબના નવા હોદ્દેદારોની વરણી, શપથ વિધિ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?