ઉમિયા સેવા પ્રગતિ મંડળ દ્વારા યોજાયેલ સરદાર ગૌરવ યાત્રા સંપન્ન
સમાજના ભવન માટે રૂ.૧૦ કરોડનું અનુદાન
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી ઉમિયા સેવા પ્રગતિ મડળ-રાજકોટ દ્વારા કરવામાં આવતી અનેકવિધ સેવાકીય પ્રવૃતિ ના ભાગ રૂપે સમાજમાં સદ્દવિચારોનું સિંચન થાય અને સમાજની એકતા તથા અખંડિતતા કાયમી જળવાય રહે તેમજ પ્રવતમાન સમયમાં ઉદ્દભવતી સમસ્યાઓના નિરાકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શ જીવન ચરિત્રમાંથી સમાજ ને શીખ મળે અને સમાજમાં હમેંશા સદ્દભાવના જળવાય રહે તેમજ સમાજના દરેક લોકો આવા સદ્દવિચારોથી પ્રેરાઈને સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બને તેવા હેતુથી રાજકોટ શહેર માં સૌ પ્રથમ વખત જાણીતા યુવા મોટીવેશનલ સ્પીકર અને પૂર્વ ક્લાસ-1 અધિકારી શૈલેશભાઈ સગપરિયા દ્વારા પ્રસ્તુત “સરદાર ગૌરવ ગાથા” નું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં ત્રણ દિવસ સુધી બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લઈ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનીટી અને નર્મદા મૈયાના સાનિધ્યમાં ઉમિયા સમાજ ભવન નું નિર્માણ કરવાનાં હેતુથી રૂપિયા દસકરોડ નું દાન જાહેર થયેલ. આ કાર્યક્રમમાં સમાજના વડીલો, આગેવાનો,ઉધોગપતિઓ અને સમાજનાં પાંચ હજાર ઉપરાંતનાં માણસો હજાર રહેલ હતા.


