વેરાવળ પીપલ્સ બેંકની સાધારણ સભામાં સભાસદોને 13 % ડિવિડન્ડની જાહેરાત
સાધારણ સભામાં બેંકની વાર્ષિક કામકાજ, વિઝન અને પ્રગતિની માહિતી સભાસદોને અપાઈ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
સૌરાષ્ટ્રની અગ્રણી ધી વેરાવળ પીપલ્સ કો-ઓપરેટીવ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા આજરોજ વેરાવળ ખાતે યોજાઈ હતી તેમાં બેંકના સભાસદો સમક્ષ વર્ષ દરમિયાન બેંકે કરેલી પ્રગતિ અને 13% લેખે ડિવિડન સભાસદોને આપવાની જાહેરાત કરવામાં આવેલ હતી જેને ઉપસ્થિત સર્વે સભાસદોએ આવકારી હતી.
વેરાવળ જેપી સ્કૂલના પ્રાર્થના હોલમાં વેરાવળ પીપલ્સ કો-ઓપરેટીવ બેંકની 67 મે વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન પ્રકાશભાઈ તન્નાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં બેંકના વાઈસ ચેરમેન રમેશભાઈ ઠકરાર, બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન મુકેશભાઈ રૂપારેલીયા, વાઈસ ચેરમેન ઉપેન્દ્રભાઈ તન્ના, ડિરેક્ટરો રમેશભાઈ ગંગદેવ, ભદ્રેશભાઈ દાવડા, સંદીપભાઈ રાયઠઠ્ઠા, જતીનભાઈ રાજા, ભારતીબેન ચંદ્રાણી, હરેશભાઈ ચોપડા, જયશ્રીબેન ઉનડકટ, પારુલભાઈ કારીયા, હરેશચંદ્ર રૂપારેલીયા, જયેશભાઈ ગદા પ્રોફેશનલ ડિરેક્ટર દિનેશભાઇ દેવાણી, ભુવનેશભાઈ કકડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ વાર્ષિક સાધારણ સભામાં બેંકની પ્રગતિની માહિતી આપતા જીએમ નરેન્દ્રભાઈ શિંગાળાએ જણાવેલ કે, બેંની નાણાંકીય વર્ષ 2025 / 26 માં કાર્યકારી ભંડોળ રૂ.500 કરોડ વટાવી ગયેલ છે. ડિપોઝીટ રૂ.418.05 કરોડએ પહોંચી છે જયારે ધિરાણ રૂ.232.05 કરોડનું કર્યુ છે.બેંકનો નફો રૂ.3.94 કરોડનો થયો છે. બેંકને નાણાંકીય વર્ષમાં સભાસદોના વિશ્વાસ થકી તમામ ક્ષેત્રોમાં પ્રગતિ સાથે વૃદ્ધિ હાંસલ કરી છે જેથી બેંક ના ડિરેક્ટરો દ્વારા સભાસદોને 13 ટકા ડિવિડન્ડ આપવાની ભલામણ કરેલ એને સાધારણ સભામાં સંમતિ સાથે આવકારવામાં આવી હતી. સભાના અંતે બેંકના પ્રોફેશનલ ડીરેકટરોનું સન્માન કરવામાં આવ્યુ હતુ.


