By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: શ્રીફળ શા માટે વધેરાય છે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

શ્રીફળ શા માટે વધેરાય છે?

agragujaratnews
Last updated: 2023/10/26 at 4:16 AM
3 years ago
Share
શ્રીફળ શા માટે વધેરાય છે?
SHARE

  • જ્યારે શંખ ફૂંકાય છે ત્યારે ઓમનો નાદ ઉદ્ભવે છે. ભગવાને સૃષ્ટિનું સર્જન કરતાં પહેલાં ઉચ્ચારેલો પવિત્ર નાદ તે ઓમ છે

હિંદુ ધર્મમાં અનેક ધાર્મિક વિધિઓ, કર્મકાંડ, રીત-રિવાજો અને પરંપરા જોવા મળે છે. જે વર્ષો પહેલાં શરૂ થઈ હતી અને આજે પણ આપણે તેને નિભાવીએ છીએ. જેમ કે, મંદિરમાં કે ઘરના મંદિરમાં દીવો કરવો, માથે તિલક કરવું, મંદિરમાં દર્શન પહેલાં ઘંટનાદ કરવો વગેરે. આપણે આ બધું જ કરીએ છીએ, પરંતુ તે શા માટે કરીએ છીએ, તેની પાછળ શું હેતુ રહેલો છે, તે જાણતા નથી હોતા. જે કાર્ય કરતા હોઈએ તેનો અર્થ ન સમજીએ તો શું કામનું? ચાલો, આપણી ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ પાછળના હેતુઓને જાણીએ.

મંદિરમાં દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે?

દરેક હિંદુના ઘરમાં કે મંદિરમાં ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે. દીવો સવારે અને સાંજે (સંધ્યાકાળે) એમ બે સમયે કરવામાં આવે છે. ઘણી જગ્યાએ અખંડ જ્યોત પણ રાખવામાં આવે છે. મોટાભાગની પૂજા કે અનુષ્ઠાન શરૂ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી દીવો પ્રગટાવેલો રાખવામાં આવે છે. પ્રકાશ એ જ્ઞાનનો દ્યોતક છે અને અંધારું અજ્ઞાનનો. ભગવાન જ્ઞાનના સાગર છે, તેથી દીવો પ્રગટાવીને ભગવાનની આરાધના કરવામાં આવે છે. જ્ઞાન એ અજ્ઞાનનો અને પ્રકાશ અંધકારનો નાશ કરે છે. જ્ઞાન એ આંતરિક ઉજાસ છે જેના દ્વારા બહારના અંધારા પર વિજય મેળવી શકાય છે. દીવાનું બીજું એક મહત્ત્વ એ પણ છે કે તેનું ઘી કે તેલ તેની જ્યોત દ્વારા આપણી વાસનાઓ અને અહંકારને બાળીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે.

દર્શન પહેલાં ઘંટનાદ શા માટે કરવામાં આવે છે?

કોઈ વ્યક્તિ જ્યારે મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા માટે જાય ત્યારે દર્શન કરતાં પહેલાં મંદિરમાં બંને બાજુએ લટકાવેલા ઘંટ અવશ્ય વગાડે છે, પરંતુ આપણે ઘંટ શા માટે વગાડીએ છે તેની સમજ ન હોય તો ઘંટ વગાડવાનો કોઈ અર્થ ખરો? ઘણા લોકો એવું માને છે કે ભગવાનને જગાડવા માટે ઘંટ વગાડવામાં આવે છે, પરંતુ ભગવાન ઊંઘે ખરા? ભગવાન ક્યારેય સૂતા નથી. બીજી માન્યતા એવી છે કે આપણે દર્શને આવ્યા છીએ તેની ભગવાનને જાણ કરવા માટે ઘંટ વગાડવો જોઈએ. ઈશ્વર તો સર્વજ્ઞ છે. તેને કશું જ જણાવવાની જરૂર નથી.

વાસ્તવમાં ઘંટારવ કરવાથી તેમાંથી એક સુંદર તરંગરૂપ અવાજ સાથે મંગળ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તેમાં પરમાત્માના વૈશ્વિક નામ ઓમનો નાદ ઉત્પન્ન થાય છે. ભગવાન પોતે મંગળસ્વરૂપ છે, તેથી આપણે જ્યારે તેમનાં દર્શન કરવા માટે જતા હોઈએ ત્યારે મંદિરની અંદર અને બહારનું વાતાવરણ મંગલમય હોવું જોઈએ. તેથી વાતાવરણને મંગલમય બનાવવા માટે ઘંટનાદ કરવો જોઈએ.

શંખ શા માટે વગાડવામાં આવે છે?

મંદિરમાં અને ઘરમાં પણ પૂજા સમયે શંખનાદ કરવામાં આવે છે. શુભ પ્રસંગોએ પણ શંખ વગાડવામાં આવે છે. યુદ્ધના આરંભે તથા વિજય મળે ત્યારે પણ શંખનાદ કરવામાં આવે છે. શંખને પૂજાસ્થાનમાં મૂકીને તેની પૂજા પણ કરવામાં આવે છે. જ્યારે શંખ ફૂંકાય છે ત્યારે ઓમનો નાદ ઉદ્ભવે છે. ભગવાને સૃષ્ટિનું સર્જન કરતાં પહેલાં ઉચ્ચારેલો પવિત્ર નાદ તે ઓમ છે. પહેલાંના સમયમાં નાનાં ગામડાંઓમાં આરતીના સમયે જ્યારે શંખનાદ કરવામાં આવતો ત્યારે જે લોકો આરતી માટે ન જઈ શકતા તેણે શંખનાદ દ્વારા આરતીની જાણ થતાં થોડો સમય કામ બંધ કરીને ભગવાનનું સ્મરણ કરતાં. મંદિરોમાં અને ઘરમાં શંખને પૂજાસ્થાનમાં મૂકવામાં આવે છે, કારણ કે તે નાદ, બ્રહ્મ, વેદ, સત્ય, ધર્મના વિજય, ઓમ્ અને મંગલનું પ્રતીક છે.

શ્રીફળ શા માટે વધેરાય છે?

મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા જઈએ, હોમ-હવન, તહેવારો, લગ્ન, ગૃહપ્રવેશ, ઉદ્ઘાટન વગેરે જેવા પ્રસંગોએ આપણે શ્રીફળ વધેરીએ છીએ. આંબાનાં પાન અને શ્રીફળથી શોભતા જળભરેલા કળશની શુભ પ્રસંગે પૂજા થાય છે. શ્રીફળ વધેરીને તેને ભગવાનની સામે રાખવામાં આવે છે અને પછીથી તે પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

એક સમય હતો જ્યારે ભગવાનને પશુબલિ આપવામાં આવતો હતો. આ પ્રથા ધીરેધીરે બંધ થઈ અને તેની જગ્યાએ શ્રીફળ હોમવાની શરૂઆત થઈ. શ્રીફળ ઉપરનાં છોતરાં, ચોટલીના ભાગ સિવાય છોલી નાખવામાં આવે છે. શ્રીફળ ઉપરની નિશાનીઓથી તે માનવમસ્તક જેવું દેખાય છે. અહંના નાશના પ્રતીક રૂપે પણ શ્રીફળ ફોડવામાં આવે છે. મનની વાસના રૂપી એનું જળ અને મનરૂપી સફેદ મલાઈ ભગવાનને ધરાવાય છે. આ રીતે પ્રભુના સ્પર્શથી શુદ્ધ થયેલું મન પ્રસાદ બને છે.

તિલક શા માટે કરવામાં આવે છે?

હિંદુ ધર્મમાં દરરોજ અથવા શુભ પ્રસંગોએ કપાળ પર કુમકુમનું તિલક અવશ્ય કરવામાં આવે છે. ભગવાનને પણ તિલક કરવામાં આવે છે. અન્ય ધાર્મિક વિધિમાં પણ તિલક કરવામાં આવે છે. તિલક એટલે ચાંલ્લો જેને સૌભાગ્યનું ચિહ્ન પણ માનવામાં આવે છે. તિલક કુમકુમ, કેસર, ભસ્મ, ચંદન વગેરે દ્વારા કરવામાં આવે છે. કપાળમાં બે ભ્રમરો વચ્ચે તિલક કરવામાં આવે છે, કારણ કે આ જગ્યા સ્મૃતિશક્તિ અને ચિંતનશક્તિનું સ્થાન છે. જે યોગની ભાષામાં આજ્ઞાચક્ર તરીકે ઓળખાય છે. તિલક એકાગ્રતા કેળવવામાં મદદ કરે છે અને પ્રભુસ્મરણ કરવાની યાદ અપાવે છે.

શુભ કાર્યમાં અક્ષતનો ઉપયોગ

સંસ્કૃતમાં અને પૂજા-વિધિમાં જેને અક્ષત તરીકે સંબોધવામાં આવે છે તે અક્ષત એટલે ચોખા. બધાં જે પ્રકારનાં ધાન્યોમાં ચોખા ધવલ એટલે કે સફેદ હોવાથી તેને ખૂબ જ પવિત્ર તથા ઉપયોગી માનવામાં આવે છે. કપાળમાં જ્યારે તિલક કરવામાં આવે છે ત્યારે સાથે અક્ષત પણ લગાવવામાં આવે છે. લાલ રંગના તિલકમાં સફેદ ચોખા સૌંદર્યમાં વધારો કરે છે અને બીજું એ કે ચોખાને શ્રેષ્ઠ ધાન્ય માનવામાં આવે છે. ચોખા દેવોને પણ પ્રિય છે. તેને કારણે વર-વધૂ, સંત-મહાત્માઓ અને વડીલોને ચોખા વડે વધાવવામાં આવે છે. જે વસ્તુ દેવોને પ્રિય હોય તેનું સ્થાન ચોક્કસ આપણાં મસ્તક પર હોવું જોઈએ, કારણ કે આપણું મસ્તક આપણી વિચારવાની શક્તિ ધરાવતા મગજને સાચવે છે.

You Might Also Like

 સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ

 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ

 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાલપુરના નાની રાફુદડ ગામમાં યુવતીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
જામનગર

લાલપુરના નાની રાફુદડ ગામમાં યુવતીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

Editor By Editor 1 day ago
વાવણી અગાઉ જ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર
 જંગલેશ્વરમાં ડિમોલેશનના બે મહિના બાદ પણ ૧૫ મીટરનો રોડ નહી બનતા ઉડતી ધૂળની ડમરીઓ
ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય
 વી.ટી.ચોકસી સાર્વજનિક કૉલેજ ઑફ એજ્યુકેશનમાં ‘AI અને માતૃભાષા સજ્જતા’ કાર્યશાળા યોજાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?