શાને કરબલાની યાદમાં બનતા તાજીયાની તૈયારીને આખરી ઓપ
તાજીયા વિસ્તારનો રૂટ જાહેર : ગુરૂવારે પડમાં આવશે, ૨-દિવસ તાજીયા રૂટ પર ફરશે
અગ્ર ગુજરાત, રાજકોટ
હાલ રાજકોટ શહેર દરેક ન્યાઝે હુસેન શબીલમાં દુધ કોલ્ડ્રીંક, સરબત વગેરે લોકોને પીરસીને અને સાથો સાથ દરેક ન્યાઝે હુસેન સબીલમાં આમ ન્યાઝ એટલે કે પ્રસાદી રૂપે હિન્દુ ભાઈઓ પણ સાથે ન્યાઝ (પ્રસાદ રૂપે) સાથે બેસીને જમી શકે એ રીતે આયોજન કરી રહયાં છે. દરેક સબીલમાં ભેળ, બટેટા ચીપ્સ, પાંઉભાજી, વડાપાઉ, મેગી, મકાઈના દાણા, ભજીયા, ગાંઠીયા, નાનખટાઈ, કેક, બીસ્કીટ વિગેરે છુટા હાથે લોકોને ન્યાઝ રૂપે દરેક સબીલમાં વિતરણ કરાઇ રહ્યું છે.
તમામ વિસ્તારના તાજીયા ફુલછાબ ચોકે ભેગા થશે ત્યાંથી ભીલાવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, એસબીઆઈ બેંક, આલ્ફેડ સ્કૂલ, જયુબેલી પોલીસ ચોકી, સદર કબ્રસ્તાન, હરીહર ચોક, સદર બજાર મેઈન રોડ ની બંને બાજુ, થઈ ફુલછાબ ચોક ભેગા થશે ત્યાંથી નહેરૂનગર, સુભાષનગર, વૈશાલીનગર, હનુમાનમઢી, બ્રહમસમાજ, નાણાવટી ચોક, મોચીનગર વિગેરે વિસ્તારના તાજીયા બે દિવસ લાઈનદોરીમાં ફરશે.
સદર તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારીયા, ઉપપ્રમુખ યુનુસભાઈ હાસમબાપુ કટારીયા, મહામંત્રી એઝાઝબાપુ બુખારી, અંબા ભુવન કાસમ દુલા ગાદીના મુજાવર રતીબાપુ બુંદેલા, નાલેહૈદર ગાદી મુજાવર મહેન્દ્રસિંહ ઠાકોરસિંહ ચૌહાણ વિગેરે ની સંયુક્ત યાદી જણાવે છે.


