By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    8 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેશમાં ટૂંક સમયમાં ફરશે પ્લાસ્ટીકની ચલણી નોટો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

દેશમાં ટૂંક સમયમાં ફરશે પ્લાસ્ટીકની ચલણી નોટો

Editor
Last updated: 2026/05/29 at 2:59 PM
1 day ago
Share
દેશમાં ટૂંક સમયમાં ફરશે પ્લાસ્ટીકની ચલણી નોટો
SHARE

કાગળની નોટો હવે ઈતિહાસ બનશે?

દેશમાં ટૂંક સમયમાં ફરશે પ્લાસ્ટીકની ચલણી નોટો

RBIનો મેગા પ્લાન તૈયાર ; 2012થી ચર્ચાતો એજન્ડા હવે અમલ તરફ

ગરમી-પરસેવા સામે ટકાઉ નોટો લાવવા RBIની તૈયારી, પ્રથમ તબક્કે પાંચ શહેરોમાં રૂ.10ની 1 અબજ પોલીમર નોટો ફરશે

અગ્ર ગુજરાત, મુંબઈ

દેશમાં વર્ષોથી ઉપયોગમાં લેવાતી કાગળની ચલણી નોટોને હવે ધીમે ધીમે અલવિદા કહેવાનો સમય આવી રહ્યો છે. વર્ષ 2012થી ચર્ચામાં રહેલો પ્લાસ્ટીક એટલે કે પોલીમર ચલણી નોટોનો એજન્ડો હવે આખરે અમલના માર્ગે આગળ વધી રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તથા કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ટૂંક સમયમાં પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રથમ તબક્કામાં દેશના પાંચ મોટા શહેરોમાં રૂ.10ની આશરે 1 અબજ પોલીમર નોટો ચલણમાં મૂકવાની તૈયારી ચાલી રહી છે.
ગ્લોબલ વોર્મિંગ અને વધતી ગરમીની સીધી અસર હવે ચલણી નોટો પર પણ જોવા મળી રહી છે. હાલની કાગળની નોટો ગરમી, ભેજ અને પરસેવાના કારણે ઝડપથી ફાટી જતી, ગંદી થતી અને રદ્દીમાં ફેરવાઈ જતી હોવાથી સરકાર અને RBI માટે મોટો ખર્ચ ઉભો થયો છે. ખાસ કરીને નાના મૂલ્યની નોટો ટૂંકા સમયમાં જ ખરાબ થઈ જતી હોવાથી તેની વારંવાર પ્રિન્ટિંગ કરવાની ફરજ પડે છે.
આંકડાઓ મુજબ 2024-25 દરમિયાન ચલણી નોટોના પ્રિન્ટિંગ પાછળ કુલ રૂ.6372.8 કરોડનો ખર્ચ નોંધાયો હતો, જ્યારે અગાઉના વર્ષમાં આ ખર્ચ રૂ.5101.4 કરોડ હતો. માત્ર એક વર્ષમાં જ પ્રિન્ટિંગ ખર્ચમાં મોટો વધારો નોંધાતા સરકાર હવે લાંબા ગાળાના વિકલ્પ તરફ વળી રહી છે. પોલીમર નોટો સામાન્ય કાગળની નોટો કરતા ઘણી વધુ ટકાઉ ગણાય છે. તે સરળતાથી ફાટતી નથી, પાણી કે ભેજથી બગડતી નથી અને વધુ સમય સુધી સ્વચ્છ રહે છે.
બીજી તરફ RBIને ફાટેલી અને જૂની નોટોના નિકાલ પાછળ પણ ભારે ખર્ચ કરવો પડી રહ્યો છે. વર્ષ 2024-25 દરમિયાન RBIએ 238563 લાખ જેટલી જૂની-ફાટેલી નોટો નષ્ટ કરી હતી, જ્યારે અગાઉના વર્ષમાં આ આંકડો 212493 લાખ હતો. સૌથી વધુ રૂ.500 અને રૂ.100ની નોટો રદ્દીમાં જતી હોવાનું પણ સામે આવ્યું છે.
દેશમાં રૂ.10 અને રૂ.20ની નોટોની માંગ સતત વધી રહી છે, પરંતુ લોકો હજુ પણ સિક્કા સ્વીકારવામાં રસ દાખવતા નથી. RBIએ સિક્કાનો વપરાશ વધારવા માટે અનેક પ્રયાસો કર્યા છતાં લોકો કાગળની નોટોને વધુ પસંદ કરે છે. પરિણામે હવે નાના મૂલ્યની નોટોમાં પ્લાસ્ટીક ટેક્નોલોજીનો પ્રયોગ કરવામાં આવશે.
પોલીમર નોટો માટે એટીએમ મશીનો અને કેશ સોર્ટિંગ સિસ્ટમને પણ અપગ્રેડ કરવામાં આવી રહી છે. હાલના નવા એટીએમ આવી નોટોને સરળતાથી ઓળખી શકે તેવી વ્યવસ્થા ધરાવે છે. વિશ્વના લગભગ 60 દેશોમાં પોલીમર ચલણી નોટોનો ઉપયોગ થાય છે. સૌથી પહેલા 1988માં ઓસ્ટ્રેલિયાએ પ્લાસ્ટીક નોટોની શરૂઆત કરી હતી, ત્યારબાદ અનેક દેશોએ આ ટેક્નોલોજી અપનાવી હતી.
હવે ભારત પણ ટકાઉ, સુરક્ષિત અને ઓછા ખર્ચાળ ચલણ વ્યવસ્થાની દિશામાં મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. જો પ્રારંભિક પ્રયોગ સફળ રહેશે તો આગામી સમયમાં મોટા મૂલ્યની નોટોમાં પણ પોલીમર ટેક્નોલોજી અપનાવવામાં આવી શકે છે.

2012થી અટકેલો પ્રોજેક્ટ હવે ફરી ટ્રેક પર

પોલીમર નોટો લાવવાનો વિચાર પ્રથમ વખત વર્ષ 2012માં સામે આવ્યો હતો, પરંતુ વિવિધ ટેક્નિકલ અને ખર્ચ સંબંધિત કારણોસર તેનો અમલ અટકી ગયો હતો.

રૂ.6372 કરોડ પહોંચ્યો નોટ પ્રિન્ટિંગ ખર્ચ

2024-25 દરમિયાન દેશની ચલણી નોટો છાપવા પાછળ રૂ.6372.8 કરોડનો ખર્ચ થયો હતો, જે અગાઉના વર્ષની સરખામણીએ ઘણો વધુ છે.

ફાટેલી નોટોના નિકાલથી RBI પર ભાર

એક જ વર્ષમાં RBIએ 238563 લાખ જૂની અને ફાટેલી નોટોનો નિકાલ કર્યો હતો. આ પ્રક્રિયામાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે.

પ્લાસ્ટીક નોટો કેમ ખાસ?

પોલીમર નોટો પાણી, ભેજ અને પરસેવાના પ્રભાવ સામે વધુ ટકાઉ રહે છે. તે સરળતાથી ફાટતી કે ગંદી થતી નથી.

પ્રથમ તબક્કે પાંચ શહેરોમાં પ્રયોગ

દેશના પાંચ મોટા શહેરોમાં શરૂઆતમાં રૂ.10ની 1 અબજ પોલીમર નોટો ચલણમાં મૂકવાની તૈયારી ચાલી રહી છે.

લોકો હજુ સિક્કા સ્વીકારતા નથી

RBI દ્વારા સિક્કાનો ઉપયોગ વધારવાના પ્રયાસો છતાં લોકો હજુ પણ નાના મૂલ્ય માટે નોટોને વધુ પસંદ કરે છે.

60 દેશોમાં પહેલેથી જ પોલીમર ચલણ

વિશ્વના આશરે 60 દેશોમાં પોલીમર નોટોનો ઉપયોગ થાય છે. તેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટન જેવા દેશો સામેલ છે.

ઓસ્ટ્રેલિયાએ 1988માં કરી હતી શરૂઆત

વિશ્વમાં સૌપ્રથમ વખત 1988માં ઓસ્ટ્રેલિયાએ પ્લાસ્ટીક ચલણી નોટો અમલમાં મૂકી હતી.

નવા એટીએમ પણ તૈયાર

દેશમાં સ્થાપિત થતા નવા એટીએમ અને કેશ સોર્ટિંગ મશીનો પોલીમર નોટોને ઓળખી શકે તેવી ટેક્નોલોજી ધરાવે છે.

ભવિષ્યમાં મોટી નોટો પણ બની શકે પ્લાસ્ટીકની

જો રૂ.10ની પોલીમર નોટોનો પ્રયોગ સફળ જશે તો આગામી સમયમાં રૂ.100, રૂ.200 અને રૂ.500ની નોટોમાં પણ આ ટેક્નોલોજી અપનાવવામાં આવી શકે છે.

 

You Might Also Like

સોનાની ચમક ફીકી પડી: વધેલા ટેક્સથી ગ્રાહકોએ ફેરવ્યું મોં

મોરબીના ફડસરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા આધેડે પીધી ફિનાઈલ

મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો : ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે ફરિયાદ

મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા ચિમકી

ધ્રોલના લૈયારા પાસે ટેન્કરમાં ભીષણ આગ: વિસ્ફોટની આશંકાથી હાઈવે પર અફરાતફરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દીવની વિદ્યાર્થીનીની જાપાનમાં સાયન્સ પ્રોગ્રામમાં પસંદગી
રાષ્ટ્રિય

દીવની વિદ્યાર્થીનીની જાપાનમાં સાયન્સ પ્રોગ્રામમાં પસંદગી

Editor By Editor 5 days ago
વેરાવળમાં બાઈક ચાલકે ઠોકરે લેતા રાહદારી વૃદ્ધનું સિવિલમાં સારવાર દરમિયાન મોત
ફયુઅલ શોકથી ફેમિલી બજેટ પર વોર ; નાણામંત્રીની ચિંતા
કચ્છનો દરિયો નશાનો સમુદ્ર બન્યો, ૧૧૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પખવાડિયા પહેલા જ જેલમાંથી છૂટેલો શખ્સ ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?