By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    5 hours ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિશ્વ પૃથ્વી દિવસ પર લોક વિજ્ઞાન કેન્‍દ્ર, દ્વારા સંરક્ષણ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમોનો સંકલ્પ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વિશ્વ પૃથ્વી દિવસ પર લોક વિજ્ઞાન કેન્‍દ્ર, દ્વારા સંરક્ષણ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમોનો સંકલ્પ

Editor
Last updated: 2026/04/24 at 5:06 PM
4 hours ago
Share
વિશ્વ પૃથ્વી દિવસ પર લોક વિજ્ઞાન કેન્‍દ્ર, દ્વારા સંરક્ષણ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમોનો સંકલ્પ
SHARE

વિશ્વ પૃથ્વી દિવસ પર લોક વિજ્ઞાન કેન્‍દ્ર, દ્વારા સંરક્ષણ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમોનો સંકલ્પ

આગામી દિવસોમાં બૌધ્ધિકોનું વ્યાખ્યાન યોજવા આયોજન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહનગરપાલિકા અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્‍ડેશન (SEF) ટ્રસ્ટ દ્વરા સ્થાપીત અને સંચાલીત ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર – રાજકોટ ખાતે તા. ૨૨ એપ્રિલને બુધવારનાં રોજ વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે લોક વિજ્ઞાન કેન્દ્ર સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓનાં પ્રતિનીધીઓ દ્વારા પૃથ્વી સંરક્ષણ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો માટે સંકલ્પ કરવામાં આવ્યો.

વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે 22 એપ્રિલના રોજ પર્યાવરણ સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવાના પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સભાન બનાવવા અને પૃથ્વીની રક્ષા માટે પ્રતિબદ્ધ થવાના હેતુથી વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. 1969માં સંયુક્ત રાષ્ટ્ર્નાં યુનેસ્કોની પરિષદમાં સૌપ્રથમવાર શાંતિ કાર્યકર્તા જ્હોન મેકકોનેલે પૃથ્વી દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. પૃથ્વી દિવસ સૌ પ્રથમ વખત  22 એપ્રિલ, 1970ના રોજ અમેરિકામાં ઉજવવામાં આવ્યો હતો. આ પછી ડેનિસ હેઝે 1990 માં વૈશ્વિક સ્તરે તેની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. દર વર્ષે પૃથ્વી દિવસની ઉજવણી માટે થીમ પસંદ કરવામાં આવે છે. 2026ની આ વર્ષની થીમ ‘આપણી શક્તિ, આપણો ગ્રહ’ (Our Power, Our Planet) છે. જે પર્યાવરણીય સંરક્ષણ, ક્લાઇમેન્ટ એક્શન અને ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલ ખાસ બેઠકમાં રાજકોટ ખાતે આગામી દિવસોમાં પર્યાવરણ જાગૃતિનાં રાષ્ટ્રીય કક્ષાના સેમિનાર, પરિસંવાદ, તાલીમ અને કોન્ફરન્સ, વિવિધ વિષયોનાં તજજ્ઞોને આમંત્રણ અને સૌરાષ્ટ્ર અને રાજકોટની કોલેજો તેમજ યુનિવર્સિટીઓનાં સંશોધકોને સાંક્ળવાનાં કાર્યક્રમો નિર્ધારિત થયાં. જેમાં વિદ્યાર્થીઓ, એન્જિનિયરો અને ઉભરતાં સંશોધકો માટે રોજિંદા ઉપયોગમાં લેવાતા પાણી માટેના આર.ઓ. સિસ્ટમમાં વેડફાતા પાણીને કઈ રીતે વિજ્ઞાનની મદદથી બચાવી શકાય અને ઉપયોગમાં લઈ શકાય? તે માટેની ઓપન સ્પર્ધા યોજવાનું નક્કી કરવામાં આવ્યું. સાથે સાથે આગામી કાર્યક્રમો માટે હની બી નેટવર્ક સંસ્થાનાં સ્થાપક, ગ્રાસરુટ ઈનોવેશનનાં તજજ્ઞ અને અમદાવાદની આઈ.આઈ. એમ.ના પ્રાધ્યાપક પ્દ્મ્શ્રી પ્રો. અનિલ ગુપ્તાજીને આમંત્રિત કરવામાં આવનાર છે. ‘વોટર મેન ઓફ ઇન્ડિયા’ તરીકે ઓળખાતાં રાજેન્દ્રસિંહજીને કેન્દ્ર પર વિશેષ આમંત્રિત તરીકે વ્યાખ્યાન માટે આમંત્રણ આપવામાં આવનાર છે. તદુપરાંત, જાણીતા પ્રકૃતિવિદ અને સામાજીક કાર્યકર અને સેન્ટર ફોર ઇન્વાયરમેન્ટના વૈજ્ઞાનિક સુનિતા નારાયણજીને પણ અત્રેના કેન્દ્ર પર વિશેષ આમંત્રીત મહેમાન તરીકે લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જાણીતા વૈજ્ઞાનિક અને પ્રસિદ્ધ લેખક રઘુનાથ મશેલકર દ્વારા લિખિત તેમની પ્રસિદ્ધ બેસ્ટ સેલર પુસ્તકોના વિમોચન માટે અને ખાસ ગાંધીયન એન્જિનિયરિંગ વિષેની વ્યાખ્યાન શૃંખલા માટે આમંત્રિત કરવાનો વિચાર કરવામાં આવેલ હતો. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓ – સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, બધેકા ટ્રસ્ટ, ભારત સેવક સમાજ, વિશ્વગ્રામ સંસ્થા, એન્વાયરમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન સોસાયટી ફોર કેમિસ્ટ એન્ડ બાયોલોજીસ્ટ,  ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી,  ઇંગલિશ લેંગ્વેજ ટીચર્સ એસોસિએશન રાજકોટ, પી.સી. વૈદ્ય સેન્ટર, રાજકોટ, બીગબેંગ એસ્ટ્રોનોમી ક્લ્બ રાજકોટ, આઈ. પી. એન્‍ડ ઈનોવેશન લેબ, રાજકોટ, વુમન સાયન્સ ક્લ્બ, અને લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજકોટના પ્રતિનિધિઓ હાજર રહેલ. જેમાં વરિષ્ઠ માર્ગદર્શક અને લોક વિજ્ઞાન કેન્દ્રનાં નિયામક ડૉ. રમેશભાઇ ભાયાણી, લોક વિજ્ઞાન કેન્દ્રનાં ટ્રસ્ટી અને ગુજરાત વિદ્યાપીઠનાં ભુતપૂર્વ વાઈસ ચાન્‍સલર પ્રો. અનામિકભાઇ શાહ, લોક વિજ્ઞાન કેન્દ્રનાં ટ્રસ્ટી અને જાણીતા સી.એ. કે. ટી. હેમાણી, ટ્રસ્ટી અને પ્રકૃતિવીદ વિનોદભાઈ પંડયા, કેન્દ્રનાં નિયામક પ્રો. સી. કે. ધમસાણીયા, પ્રો. મિહિરભાઈ જોશી, પ્રો. મીનુ જસદણવાળા, જનાર્દનભાઈ પંડયા, જીતેશભાઈ પંડીત, પીયૂષભાઈ મહેતા, મિનેષભાઈ મેઘાણી, નિલેશભાઈ રાણા, પ્રશાંતભાઈ ચાવડા, તૃપ્તિબેન ચૌહાણ, અવિનાશભાઈ વ્યાસ, વગેરેએ બેઠકમાં ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમોનો લાભ લેવાં લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજકોટની મુલાકાત લેવાનું અને આ ભગીરથ કાર્યમાં જોડાવાનું સૌને આમંત્રણ છે. વધુ માહિતી માટે ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર – રેસકોર્ષ, રાજકોટ ખાતે સવારે ૧૦ થી સાંજે ૬ સધીમાં રુબરુ સંપર્ક કરવાં જણાવ્યું છે.

 

You Might Also Like

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

RTEમાં ગત વર્ષ કરતા બેઠકમં ૮૭૭૨નો ઘટાડો, અગિયાર હજાર ફોર્મ વધુ ભરાયા

ભાજપની વોર્ડ વાઇઝ રેલીમાં ૭ નંબરના ઉમેદવારો નહી જોડાતા અનેક તર્ક-વિર્તક

ભ્રષ્ટાચાર-મીલીભગત વિરૂધ્ધ ‘આપ’ એક માત્ર વિકલ્પ : સિસોદીયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RSS વડા મોહન ભાગવતને અપાતી z+ સુરક્ષા અંગે મુંબઇ હાઇકોર્ટમાં અરજી
ગુજરાત

RSS વડા મોહન ભાગવતને અપાતી z+ સુરક્ષા અંગે મુંબઇ હાઇકોર્ટમાં અરજી

Editor By Editor 3 days ago
દાહોદ નજીક કન્ટેનર પાછળ કાર અથડાતા ત્રણ માસૂમ બાળકોના મોત
કલીનઅપ ગ્રુપના સફાઇ અભિયાનમાં તપસ્વી સ્કૂલના ૨૦૦ છાત્રોનું યોગદાન
સુરજદેવળમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સાડા ત્રણ દિ’ના નકોરડા ઉપવાસ
વેરાવળમાં ભાજપનું શક્તિપ્રદર્શન, રોડશોથી ચૂંટણીનો માહોલ તેજ બન્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?