ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અમરેલીના ૮૫ ગામોમાં જળસંચય ઝુંબેશનો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભવ્ય જળ સંમેલન સંપન્ન : તળાવો ઊંડા ઉતારી જળસ્તર ઊંચા લાવવા નિર્ધાર
અગ્ર ગુજરાત, રાજકોટ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને જેટકોના સંયુક્ત ઉપક્રમે અમરેલી તાલુકાના ૮૫ ગામોના વિકાસ માટે એક ઐતિહાસિક જળસંચય અભિયાનનો પ્રારંભ થયો હતો.અમરેલીના સણોસરા ગામે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ જળ સંમેલન મળ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા અમરેલી જિલ્લાના ૮૫ ગામોમાં હિટાચી મશીનો દ્વારા જળસંચયના કાર્યોની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો સહકાર’ ના મંત્રને સાર્થક કરતા ગુજરાતમાં જળ સંચયની પ્રવૃત્તિઓ વેગવંત બની છે. આ અભિયાનમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટની સાથે જેટકો (GETCO) અને પીજીવીસીએલ (PGVCL) જેવી સંસ્થાઓના આર્થિક સહયોગથી સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાઓને કાયમી ઉકેલ તરફ લઈ જવામાં આવી રહી છે. અને ઉર્જામંત્રી કૌશિકભાઈએ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. પાણી એ પરમેશ્વરની અમૂલ્ય ભેટ છે અને જ્યારે સમાજ તથા સરકાર સાથે મળીને આવા ભગીરથ કાર્યો કરે છે, ત્યારે આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત બને છે. અમરેલીના ૮૫ ગામોના ખેડૂતો અને ગ્રામજનો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે. ગુજરાત સરકાર હંમેશા આવા લોકહિતના કાર્યોમાં સહયોગી બનવા કટિબદ્ધછે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રી ઈશ્વરભાઈ પટેલ, મંત્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય લાઠી જનકભાઈ તળાવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંધાણી, ધારી-બગસરા ધારાસભ્ય જે.વી. કાકડિયા, ધારાસભ્ય સાવરકુંડલા મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ પ્રભારી અભયસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ભુતિયા, યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઇ ધાનાણી, મહામંત્રી ભાજપ કાળુભાઈ વાળા, મહામંત્રી મધુભાઈ હરખાણી, મહામંત્રી મયુરભાઈ માંજરીયા, મનોજભાઈ લાખાણી, કલેક્ટર, M.D GETCO ઉપેન્દ્ર પાંડે સર, C.E એસ.જી.પંડ્યા, કાળુભાઈ રામાણી, પી.પી સોજીત્રા, પ્રવીણભાઈ માંગરોળીયા, કાળુભાઈ રામાણી વગેરેની ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જીલ્લાના આગેવાન સર્વે અરવિંદભાઈ ડોબરીયા, રમેશભાઈ ધાનાણી, પ્રફુલભાઈ સેંજલીયા, જયસુખભાઈ ગજેરા, બીપીનભાઈ જસાણી, ગીરધરભાઈ ગેવરીયા, વિપુલભાઈ વસાણી, મનસુખભાઈ બરવાણીયા, ચંદુભાઈ વધાલીયા, ભરતભાઈ પીપળીયા, બાલુભાઈ બગસરા, દેવચંદભાઈ સાવલિયા, ભરતભાઈ હપાણી, શારદાબેન ડોબરિયા, સોનલબેન તોરી, યોગેશભાઈ તોરી, પ્રવીણભાઈ દેવાણી, ગભરૂભાઈ માંગરોણીયા, જીતુભાઈ પોકિયા વગેરે લોકો હાજર રહ્યા હતા તેમજ ભરતભાઈ બાવીશી દ્વારા સંપૂર્ણ સ્ટેજ સંચાલન અને કાર્યક્રમની આભાર વિધિ કરેલ હતી.
સમારોહમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વિરાભાઈ હુંબલ, ઉદ્યોગપતિ મનીષભાઈ મદેકા, જેન્તીભાઈ સરધારા, વસંતભાઈ લીંબાસીયા, ભરતભાઈ ટીલવા, વિઠ્ઠલભાઈ સખીયા, કિશોરભાઈ કાથરોટીયા, સતિષભાઈ બેરા, પરસોત્તમભાઈ કમાણી, સુરેશભાઈ દેસાઈ, રમેશભાઈ જેતાણી, સંદીપભાઈ જોશી, મનીષભાઈ માયાણી, પ્રવીણભાઈ ભુવા, અશોકભાઈ મોલિયા, રતિભાઈ ઠુંમર, વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.


