By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  યુધ્ધની અસર : રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ હવાઇ મથકમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 યુધ્ધની અસર : રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ હવાઇ મથકમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો

Editor
Last updated: 2026/04/03 at 3:47 PM
3 months ago
Share
 યુધ્ધની અસર : રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ હવાઇ મથકમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો
SHARE

 યુધ્ધની અસર : રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ હવાઇ મથકમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો

 ફલાઇટમાં વધારો થવા છતાં અંદાજે ૮૦૦૦થી વધારે યાત્રિકો ઘટયા : બુકિંગો પણ કેન્સલ થયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર હવે રાજકોટના હવાઈ ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. હિરાસર સ્થિત ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનોની અવરજવરમાં વધારો થવા છતાં મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગત ફેબ્રુઆરી માસની સરખામણીએ માર્ચમાં ફ્લાઈટની સંખ્યામાં 32નો વધારો થયો હતો, પરંતુ મુસાફરોની સંખ્યામાં 9305નો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં 1.25 લાખ યાત્રિકોએ હવાઈ મુસાફરી કરી હતી જે માર્ચમાં ઘટીને 1.16 લાખ થઇ ગયા હતા.

માર્ચના અંતમાં સમર શેડ્યૂલ લાગુ થતાની સાથે જ રાજકોટથી નવી મુંબઈની બે નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. હાલમાં દરરોજ સરેરાશ 13થી 14 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં મુંબઈની 5, દિલ્હીની 4 અને હૈદરાબાદ-બેંગ્લોરની 1-1 ફ્લાઈટ સામેલ છે. જોકે, પ્રવાસીઓના ફેવરિટ ડેસ્ટિનેશન એવા ગોવાની ફ્લાઈટ હાલ બંધ કરાઈ છે, જે મે માસમાં ફરી શરૂ થવાની શક્યતા છે. પુના માટેની ફ્લાઈટ હવે સપ્તાહમાં ચાર દિવસ ઓપરેટ થઈ રહી છે. ગત માર્ચ માસમાં 376 ફલાઈટના ઉડ્ડયનમાં 1.16 લાખ મુસાફરો નોંધાયા હતા. જેમાં 58450 મુસાફરનું આગમન અને 57962 મુસાફરનું પ્રસ્થાન નોંધાયું હતું. રાજકોટ પાસે ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવા છતાં હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થઈ શકી નથી.

માર્ચ મહિનો એટલે શૈક્ષણિક અને નાણાકીય વર્ષનો અંતિમ પડાવ. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ હોવાથી ફેમિલી વેકેશન પ્લાન થતા નથી. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ‘યર એન્ડિંગ’ના હિસાબોમાં વ્યસ્ત હોવાથી બિઝનેસ ટ્રાવેલિંગમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા એરલાઇન્સ કંપનીઓએ ‘ફ્યુઅલ સરચાર્જ’માં વધારો કર્યો છે.

હિરાસર એરપોર્ટનો મોટો ટ્રાફિક ‘ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ’ અને ‘ઈમ્પોર્ટ-એક્સપોર્ટ’ના બિઝનેસ પર નિર્ભર છે. યુદ્ધની સ્થિતિમાં વૈશ્વિક બજારો અસ્થિર થતા વિદેશ પ્રવાસના બુકિંગ કેન્સલ થયા અથવા હોલ્ડ પર મુકાયા છે, જેની અસર ડોમેસ્ટિક કનેક્ટિવિટી પર પણ જોવા મળી રહી છે.

You Might Also Like

 હત્યાનો પ્રયાસ સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટરને ઝડપી લેતી પોલીસ

 વિસાવદરના વેકરીયામાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હૂમલો

જેતપુર નગરપાલિકાની ચૂંટણી લડનાર ‘આપ’ની ઉમેદવાર નંદની બોસમીયાનો રાજકોટમાં આપઘાત

યુટ્યુબ વિડીયોની લોભામણી જાહેરાતમાં ગોંડલનું દંપતી ફસાયું

 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલામાં પ્રજાના પૈસાનું પાણી કરનારા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર લાલઘૂમ
ગુજરાત

રાજુલામાં પ્રજાના પૈસાનું પાણી કરનારા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર લાલઘૂમ

Editor By Editor 5 days ago
અનીડામાં સરકારી જમીન પર કબજો કરવો ભારે પડ્યો, ભૂમાફિયાની ધરપકડ
મોરબીમાં યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપી સહિત ચાર રીઢા હત્યારાઓની ધરપકડ
રાજકોટ પોલીસમાં આંતરિક ફેરબદલ : 30 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી
ખેડૂતોની જમીનમાં વીજ પોલ અને વીજ લાઇનોના કામ હાલ અટકાવવા માંગણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?