“ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર સાંજે વિશેષ સંવાદ
GCCI દ્વારા ગૌકુલમ વિશેષ સંવાદનું કરાયેલું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનઃ જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર પ્રખ્યાત ગૌસેવક, સમાજસેવક, ભારત સરકારના પૂર્વ મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયા સાથે વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંવાદમાં ડૉ. વલ્લભભાઈ કથીરિયા ગૌ ટેક 2026 પાછળનો મૂળ દ્રષ્ટિકોણ, આયોજન પ્રક્રિયા અને તેની સફળતા અંગે વિસ્તૃત માહિતી શેર કરશે. તે ઉપરાંત ગૌ ટેક માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ ગૌ આધારિત અર્થવ્યવસ્થા અને આત્મનિર્ભર ભારત તરફનું એક શક્તિશાળી આંદોલન બની રહ્યું છે. સંવાદ દરમિયાન તેઓ પ્રદર્શનમાં રજૂ થયેલ નવીન તકનીકો જેમ કે બાયો-CNG, ગોબર આધારિત ઉત્પાદનો, પંચગવ્ય અને ગૌ આધારિત ઉદ્યોગોની વધતી સંભાવનાઓ પર પ્રકાશ પાડશે. તેઓ સમજાવશે કે આ ક્ષેત્ર પરંપરાગત હોવા છતાં આધુનિક અર્થતંત્રમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે.
આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી પુરીશ કુમાર દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, રમેશભાઈ ઘેટીયા મો. ૯૮૨૫૭ ૦૫૮૧૩, અમિતાભ ભટ્ટનાગર મો. ૮૦૭૪૨ ૩૮૦૧૭ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.


