By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    2 hours ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા

Editor
Last updated: 2026/04/11 at 4:14 PM
1 hour ago
Share
રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
SHARE

રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા

કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરનાર અર્જુન ખાટરીયાની ટિકિટ કપાઈ, પ્રવિણાબેન રંગાણી, પી.જી.કિયાડા, પૂર્વ પ્રમુખ ભુપત બોદર, સહદેવસિંહ જાડેજા સહિતના ધૂરંધરોને ન મળી ટીકીટ

36 બેઠકમાંથી 6 રિપીટ, 3માં નામ બાકી અને 27 સીટ પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતારાયા: લોધિકાની ટીકીટ હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાના પુત્રને અપાઈ

લેઉવા પટેલને 11, કોળી સમાજને 9, અનુસુચિત જાતિ અને આહિર સમાજને 4-4 અને કડવા પાટીદારના 2 ઉમેદવારનો સમાવેશ

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.

રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 33 બેઠક ઉપર શુક્રવારે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તો બેડલાં, કુવાડવા, અને શિવરાજપુર બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જાહેર થયેલા ઉમેદવારોમાં બેડી બેઠક પર સુમીતાબેન ચાવડાને રિપીટ કરવામાં આવ્યા જયારે રાજેશભાઈ ડાંગરને રિપીટ કરી દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે અને લોધીકા બેઠક પરથી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાને ટિકિટ આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં 21 બેઠક બિન અનામત સામાન્ય, 10 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ(ઓબીસી), 4 બેઠક અનુસૂચિત જાતિ અને 1 બેઠક અનુસૂચિત જનજાતિની જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે બેઠકોનું રોટેશન કરતા પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત પદાધિકારીના પતા કપાયા છે. જોકે, ઉપપ્રમુખ રાજેશભાઈ ડાંગરને આ વખતે દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાત કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતમાં સ્ત્રીઓ માટે બિન અનામત સામાન્ય બેઠકમાંથી 10, ઓબીસીની 5, અનુસૂચિત જાતિની 2 અને અનુસૂચિત જનજાતિની 1 મળી કુલ 18 બેઠક અનામત રાખવામાં આવી છે. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકમાંથી માત્ર 7 બેઠક ગત વખતની જેમ યથાવત્ રાખવામાં આવી છે જ્યારે 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કારોબારી ચેરમેન પી.જી.કિયાડા, પૂર્વ પ્રમુખ ભૂપત બોદર, પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા સહિતના ધુરંધરો કપાઇ ગયા છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને પૂર્વ વિપક્ષ નેતા પણ રહી ચૂકેલા અર્જુન ખાટરિયાનું પત્તુ કપાઈ ગયું છે. અર્જુન ખાટરીયા 25 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ગત લોકસભા ચૂંટણી પહેલા વર્ષ 2024માં તેઓએ કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સતત ચાર ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા જો કે ભાજપમાં પ્રવેશ બાદ આ વખતે તેમની બાદબાકી કરવામાં આવી છે.

રાજકોટ જીલ્લા પંચાયતની જાહેર કરાયેલી 36 બેઠકોના ઉમેદવારોની યાદીમાં મતક્ષેત્રોની વસતિ અને તેના આધારિત જ્ઞાતિ સમીકરણો પર ફોકસ કરવામાં આવ્યું હતું. જ્ઞાતિવાઈઝ ટિકીટ ફાળવણી ચકાસવામાં આવે તો સૌથી વધુ 11 બેઠકો પર લેઉવા પટેલ ઉમેદવારો છે. જયારે કોળી સમાજના 9, દલિત તથા આહિર સમાજના 4-4 કડવા પાટીદારને બે તથા ક્ષત્રિય, ભરવાડ, ચુંવાળીયા કોળી, ગઢવી, આદિજાતિ તથા રાજપૂત ખાંટ સમાજમાંથી 1-1 ટિકીટો આપવામાં આવી છે.

જીલ્લા પંચાયતની બેઠકોના અનામત રોટેશનમાં ફેરફાર થયો હોવાથી અનેક બેઠકોના સમીકરણો બદલાઈ ગયા હતા પરિણામે અર્ધોડઝન જેટલી સામાન્ય બેઠકો પર પણ અનામત શ્રેણીના ઉમેદવારોને ટિકીટ આપવામાં આવી હતી. જ્ઞાતિ સમીકરણો ગોઠવવા અનેક ફોર્મ્યુલા રજુ થવા છતાં સર્વસંમતિ શકય બની ન હતી.

પ્રથમ ડેમેજ કંટ્રોલ કરાયું અને પછી લીસ્ટ જાહેર કરાયું

અર્જુન ખાટરીયાને અગાઉ બોલાવી લેવાયા હતા. ભાજપના જ સૂત્રોએ કહ્યું કે ઉમેદવારી ટીકીટ માટે ખેંચતાણ અને જબરૂ લોબીંગ હતું જ. અમુક નામો વિશે નેતાગીરીને અગાઉથી જ સંકેત હતા. એટલે કેટલાંક સ્થળોએ અગાઉ જ ડેમેજ કંટ્રોલ કરી લેવાયું હતું. સીનીયર અને તાકાતવર નેતા અર્જુન ખાટરીયાનો દાખલો આપતા સૂત્રોએ કહ્યું કે તેઓ સાથે નેતાગીરીએ અગાઉ જ મીટીંગ કરી લીધી હતી અને માપદંડ આધારિત મર્યાદા વિશે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. કોટડાની બેઠક પર તેઓ કહે તેને ટીકીટ આપવા તૈયારી બતાવી હતી. અર્જુન ખાટરીયાએ વાત સ્વીકારીને યુવરાજભાઇનું નામ સુચવ્યું હતું. એટલે નારાજગીનો છેદ ઉડી ગયો હતો. અર્જુન ખાટરીયા ચાર ટર્મ લડી ચુક્યા હોવાથી ટીકીટ નકારવામાં આવી હતી.

You Might Also Like

રાજકોટ સહિત રાજયભરમાં આવતીકાલથી આકાશમાંથી વરસશે બળબળતી આફત

ધો.૧ અને ૨માં વિદ્યાર્થીઓને રિઝલ્ટ નહી પરંતુ હોલિસ્ટિક પ્રોગેસ કાર્ડ અપાશે

વ્યાજખોરી કેસમાં આરોપીને રાહત: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર

જેતપુર તાલુકાના ડેડરવા ગામની સીમમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો

 રામાશ્રય પાંડે એ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ
સુરત

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

Editor By Editor 3 hours ago
ધો.૧ અને ૨માં વિદ્યાર્થીઓને રિઝલ્ટ નહી પરંતુ હોલિસ્ટિક પ્રોગેસ કાર્ડ અપાશે
ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી
ચોટીલા નજીકના સુરજદેવળમાં ચોથના દિવસે કાઢી સમાજના સાડા 3’દિના ઉપવાસ
 રામાશ્રય પાંડે એ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?