વિન્ડસર મશીન્સ લિમિટેડ દ્વારા કાલે ચિભડા ખાતે રકતદાન કેમ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉનાળાના સખત તાપમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના બ્લડની સખત અછત હોય ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી વિન્ડસર મશીન્સ લિમિટેડ દ્વારા તા.૧૪-૪ને મંગળવારે બપોરે ૧ થી સાંજે ૭ વાગ્યા સુધી, સર્વે નંબર ૧૧૪૭, ૧૧૪૮, ૧૧૪૯ અને ૧૧૭૭, ગામ ચિભડા, તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં વિન્ડસર મશીન્સ લિમિટેડના હિતેન્દ્રભાઇ પટેલ, ધર્મેન્દ્રભાઇ પટેલ, સ્ટાફ પરિવાર, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના એમ.ડી.પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે. રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા અપીલ કરવામાં આવી છે.


