By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચૂંટણીઓ પૂર્વે રાજકોટ પોલીસની ગુન્હેગારો પર કડક કાર્યવાહી : 14 દિવસમાં 1100થી વધુની અટકાયત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ચૂંટણીઓ પૂર્વે રાજકોટ પોલીસની ગુન્હેગારો પર કડક કાર્યવાહી : 14 દિવસમાં 1100થી વધુની અટકાયત

Editor
Last updated: 2026/04/15 at 7:47 PM
2 months ago
Share
ચૂંટણીઓ પૂર્વે રાજકોટ પોલીસની ગુન્હેગારો પર કડક કાર્યવાહી : 14 દિવસમાં 1100થી વધુની અટકાયત
SHARE

ચૂંટણીઓ પૂર્વે રાજકોટ પોલીસની ગુન્હેગારો પર કડક કાર્યવાહી : 14 દિવસમાં 1100થી વધુની અટકાયત

1068 વોરંટ બજાવાયા, 6 માથાભારે ગુનેગારો સામે ‘પાસા’; હથિયારો જમા, બૂટલેગરો-જુગારીઓ પર ત્રાટક્યું પોલીસ તંત્ર

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગયું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1લી એપ્રિલથી શહેરભરમાં સઘન ચેકિંગ અને ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા માત્ર 14 દિવસના ગાળામાં જ મોટા પાયે અભિયાન ચલાવી 1100થી વધુ માથાભારે તત્ત્વોની અટકાયત કરવામાં આવી છે. આ તમામ લોકો જાહેરમાં શાંતિ ભંગ કરતા અથવા અગાઉ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી દરમિયાન ભયમુક્ત વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસે આવા તત્વો સામે લાલ આંખ કરી છે.
આ ઉપરાંત, લાંબા સમયથી ફરાર અને પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા ગુનેગારોને ઝડપી લેવા માટે પણ પોલીસ દ્વારા વિશેષ ટીમો ગોઠવવામાં આવી છે. અત્યાર સુધીમાં 18 પેરોલ જમ્પર સહિત કુલ 523 ફરાર આરોપીઓને શોધવા માટે શહેરભરમાં સઘન શોધખોળ ચાલી રહી છે. કોર્ટ દ્વારા ઈસ્યૂ કરાયેલા બિન-જામીનપાત્ર વોરંટની બજવણી માટે પણ પોલીસે કમર કસી છે અને 1068 જેટલા વોરંટ બજાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હથિયારોના દુરુપયોગને રોકવા માટે પણ પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં કુલ 3039 લાઇસન્સ ધરાવતા હથિયારધારકોમાંથી અત્યાર સુધીમાં 2616 લોકોએ પોતાના હથિયારો પોલીસ પાસે જમા કરાવ્યા છે. જ્યારે બેંક સુરક્ષા અથવા સંવેદનશીલ સેવાઓ સાથે જોડાયેલા 228 લોકોને મુક્તિ આપવામાં આવી છે. પ્ર.નગર વિસ્તારમાંથી ચાર હથિયારો કબજે કરાયા છે.
વિભાગવાર જોવામાં આવે તો માલવિયાનગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી અને તાલુકા વિસ્તારોમાં સૌથી વધુ 1829 લાઇસન્સ ધરાવતા લોકો છે, જેમાંથી 1584 હથિયારો જમા કરાવવામાં આવ્યા છે અને 140 લોકોને છૂટછાટ આપવામાં આવી છે. એ-ડિવિઝન અને પ્ર.નગર વિસ્તારમાં 437 ગન માલિકોમાંથી 228એ હથિયાર જમા કરાવ્યા છે, જ્યારે 56 લોકોને મુક્તિ મળી છે. એરપોર્ટ, આજીડેમ, બી-ડિવિઝન, ભક્તિનગર, થોરાળા અને કુવાડવા વિસ્તારમાં 773માંથી 489 હથિયારો જમા લેવાયા છે અને 37 લોકોને છૂટછાટ આપવામાં આવી છે.
ચૂંટણી દરમિયાન દારૂના પ્રલોભનને રોકવા માટે પોલીસે શહેરના 644 લિસ્ટેડ બૂટલેગરો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાંથી 155 જેટલા અડ્ડાઓ પર ઓચિંતા દરોડા પાડી લાખો રૂપિયાનો દેશી-વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 213 હિસ્ટ્રીશીટરોનું ચેકિંગ કરવામાં આવ્યું છે.
જુગાર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પણ પોલીસ સતર્ક બની છે. શહેરના 204 લિસ્ટેડ જુગારીઓના સ્થાનો પર રેડ કરીને 6 શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર નાણાંની હેરાફેરી રોકવા માટે શહેરમાં પ્રવેશતા તમામ મુખ્ય માર્ગો પર કુલ 8 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. અહીં અત્યાર સુધીમાં 4738 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે, જોકે અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 6 માથાભારે શખ્સો સામે ‘પાસા’ (પ્રિવેન્ટિવ ડિટેન્શન) હેઠળ કાર્યવાહી કરીને તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય 6 અસામાજિક તત્ત્વોને જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસના આ કડક અભિયાનને કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનવાની સાથે ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ
જૂનાગઢ

માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ

Editor By Editor 6 days ago
ઈલેક્ટ્રિક વાહનો પર RTO ટેક્સ થઈ શકે છે શૂન્ય
મહારાણા પ્રતાપ પ્રા. શાળા ક્ર. ૨૭૨માં ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો : ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા
નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડયો, પાલનપુર સિવિલમાં દુલર્ભ કેસ
મહીસાગર તથા પંચમહાલ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?