By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    2 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    4 days ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

“સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર

Editor
Last updated: 2026/04/15 at 7:51 PM
6 minutes ago
Share
“સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
SHARE

“સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર

 “मेरा भारत महान है” સુત્રો દ્વારા રેસકોર્સના મેદાનમાં હજારો શ્રોતાજનોને સંપની સાંકળથી વસુધૈવ કુટુંબકમની ભાવના દ્રઢ કરાવતા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી

 આધુનિકતા સ્વીકારવી એ સમયની જરૂર છે, પરંતુ પોતાની સંસ્કૃતિ અને ચારિત્ર્યને ક્યારેય ભૂલવું નહીં. – પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહેલો ભવ્ય ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ આજે માત્ર એક કાર્યક્રમ ન રહ્યો, પરંતુ એ એક એવી આધ્યાત્મિક અને રાષ્ટ્રજાગૃતિની ક્રાંતિ બની ગયો છે, જે દરેક હૃદયને સ્પર્શી જાય અને જીવનમાં પરિવર્તન લાવવાની પ્રેરણા આપે. ચોથા દિવસે “સત્ય સનાતન દેશ હૈ મેરા” વિષયક કાર્યક્રમમાં હજારો લોકોની ઉપસ્થિતિએ એ સાબિત કર્યું કે આજનો માનવ હજુપણ સંસ્કાર, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ માટે તરસી રહ્યો છે.

મંચ પર પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીનું આગમન થતાં જ સમગ્ર મેદાન જયઘોષોથી ગુંજી ઉઠ્યું. તેમના ઉર્જાસભર અને હૃદયસ્પર્શી વક્તવ્યએ દરેક શ્રોતાના અંતરમાં સનાતન પ્રત્યે ગર્વ અને દેશપ્રેમની જ્યોત પ્રગટાવી. સ્વામીએ જણાવ્યું કે સનાતન કોઈ પંથ કે પરંપરા પૂરતું સીમિત નથી, પરંતુ એ માનવજાત માટેનું શાશ્વત જીવનદર્શન છે – એક એવું તત્વ, જેને સમય પણ બદલી શકતો નથી. તેમની વાણીમાં માત્ર શબ્દો નહોતા, પરંતુ એક એવી શક્તિ હતી જે મનને ઝંઝોડે અને આત્માને જાગૃત કરે. સ્વામીએ પોતાના વક્તવ્યમાં ખૂબ જ અસરકારક રીતે સમજાવ્યું કે સનાતન કોઈ સંપ્રદાય કે પંથ નથી, પરંતુ એ સમગ્ર માનવજાત માટેનું શાશ્વત જીવનશાસ્ત્ર છે. “સમય પણ જેને બદલી પણ ન શકે એનું નામ સનાતન” – આ વિચાર માત્ર વાક્ય નથી, પરંતુ જીવન જીવવાનો માર્ગ છે. સનાતન એ માત્ર પૂજા કે પરંપરા નથી, પરંતુ એ જીવનની દરેક પ્રણાલી, દરેક સંસ્કાર અને દરેક વિચારમાં રહેલું વિજ્ઞાન છે.

કાર્યક્રમમાં હજારો શ્રોતાઓએ પોતાના સ્થાને ઉભા રહી એકબીજાના હાથ પકડી “એકતા ની સાંકળ” રચી. આ દૃશ્ય માત્ર એક પ્રતિક નહોતું, પરંતુ એ “વસુધૈવ કુટુંબકમ”ના સિદ્ધાંતને જીવંત બનાવતું એક અનોખું અનુભવ હતું – જ્યાં દરેક વ્યક્તિએ અનુભવું કે આપણે બધા એક છીએ. ત્યારબાદ હજારો લોકો દ્વારા ડિજિટલ ફ્લેશલાઈટ પ્રગટાવી પોતાના કર્તવ્ય માર્ગને ઉજાગર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો. આ પ્રકાશ માત્ર મોબાઈલનો નહોતો, પરંતુ એ એક નવી ચેતનાનો પ્રકાશ હતો – જે જીવનમાં સત્ય, સંસ્કાર અને સેવા તરફ દોરી જાય છે.

સ્વામીએ યુવાશક્તિને ખાસ સંદેશ આપ્યો કે આધુનિકતા સ્વીકારવી એ સમયની જરૂર છે, પરંતુ પોતાની સંસ્કૃતિ અને ચારિત્ર્યને ક્યારેય ભૂલવું નહીં. ફેશન બદલાય, ટેક્નોલોજી બદલાય, પરંતુ સનાતન મૂલ્યો ક્યારેય બદલાતા નથી. તેમણે વ્યસનમુક્ત જીવન જીવવા, ગૌસેવા તરફ આગળ વધવા અને સમાજ માટે જીવવાની પ્રેરણા આપી. “સમાજ માટે ઘસાઓ” આ એક વાક્યએ દરેકના મનમાં સેવા અને સમર્પણની ભાવના જગાવી.

કાર્યક્રમના અંતે સ્વામીએ સૌને આવનારા વિશેષ વિષય “પરમાત્મા છે તો પ્રશ્નો કેમ?” માટે સહપરિવાર ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું અને જીવનમાં આધ્યાત્મિકતા સાથે વ્યવહારિકતા લાવવાની પ્રેરણા આપી. માનવ ઉત્કર્ષ મહોત્સવ’ માત્ર એક પ્રસંગ ન રહેતા સમાજમાં નૈતિકતા અને સંસ્કાર જાગૃત કરતું પ્રેરણાત્મક મંચ બની રહ્યું છે.

નિષ્ણાત સર્જનો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓની નિશુલ્ક સારવાર

શહેરના આશરે ૩૯ જેટલા ખ્યાતનામ અને અનુભવી ડૉક્ટરો પોતાની વ્યસ્ત સમયસૂચિમાંથી સમય કાઢીને નિઃસ્વાર્થ ભાવનાથી આ સેવાયજ્ઞમાં જોડાયા છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમ કે કાર્ડિયોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, ઓર્થોપેડિક સર્જન, પીડિયાટ્રિશિયન, ડર્મેટોલોજિસ્ટ, ENT નિષ્ણાત, ફિઝિશિયન અને અન્ય તબીબો એક જ મંચ પર દર્દીઓને માર્ગદર્શન અને સારવાર આપી રહ્યા છે. સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રિના મોડા સુધી સતત ચાલતી આ સેવા અનેક લોકો માટે આશીર્વાદ સમાન બની રહી છે, કારણ કે અહીં તેમને માત્ર સારવાર જ નહીં પરંતુ સહાનુભૂતિ અને સમજણ પણ મળે છે.

મહોત્સવમાં યોજાયેલ રક્તદાન કેમ્પ એ માનવતાનો એક જીવંત ઉત્સવ બની ગયો છે જેમાં રાજકોટની પ્રતિષ્ઠિત બ્લડ બેંકો જેવી કે રાજકોટ વોલન્ટરી, સૌરાષ્ટ્ર વોલન્ટરી, રેડ ક્રોસ, નાથાણી, જીવનદીપ, P.D.U. મેડિકલ કોલેજ, ફિલ્ડ માર્શલ અને AIIMS બ્લડ બેંકના સહયોગથી મોટા પાયે રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે, જે ભવિષ્યમાં અનેક જીવ બચાવવા માટે ઉપયોગી બનશે. દરેક રક્તદાતાનું સંપૂર્ણ આરોગ્ય પરીક્ષણ, જેમ કે હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર, વજન અને અન્ય જરૂરી પરિમાણોની ચકાસણી પછી જ રક્તદાન લેવામાં આવે છે, જેથી દાતાની સલામતી સુનિશ્ચિત રહે.

You Might Also Like

રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ

બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ

3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ

એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી

ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની સંયુકત સચિવ તરીકે નિયુકિત
ગાંધીનગર

 રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની સંયુકત સચિવ તરીકે નિયુકિત

Editor By Editor 13 minutes ago
ચૂંટણીઓ પૂર્વે રાજકોટ પોલીસની ગુન્હેગારો પર કડક કાર્યવાહી : 14 દિવસમાં 1100થી વધુની અટકાયત
જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર
 રાજકોટ AIIMSનો પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે 50 વિદ્યાર્થીઓને MBBSની ડિગ્રી એનાયત
ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર સાંજે વિશેષ સંવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?