જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં રાજયકક્ષાની નિબંધ સ્પર્ધા યોજાઇ
વિજેતા થયેલા છાત્રોનું સન્માન કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
સરકારી વિનયન કોલેજ, ગાંધીનગર દ્વારા સરકારી કોલેજ રાજયસ્તરીય નિબંધ સ્પર્ધા વિજયપદ્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિબંધનો વિષય હતો. ગુજરાતનું પ્રવાસન બહાઉદ્દીન આટર્સ કોલેજ, જૂનાગઢના બીએ દ્વિતીય વર્ષના વિદ્યાર્થીની રાઠોડ પ્રિયંકાબા જી.એ.પ્રોત્સાહન નંબર પ્રાપ્ત કરેલ છે. વધુમાં શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫માં પણ વિદ્યાર્થિનીના નિબંધને પ્રોત્સાહન નંબર પ્રાપ્ત થયો હતો. આ સાથે વિદ્યાર્થીને પ્રમાણપત્ર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીને કોલેજના આચાર્ય ડો.જે.આર.વાંઝા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.


