By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આવતીકાલથી ભવ્ય આખ્યાન કથાનું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આવતીકાલથી ભવ્ય આખ્યાન કથાનું આયોજન

Editor
Last updated: 2026/04/17 at 2:19 PM
1 day ago
Share
સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આવતીકાલથી ભવ્ય આખ્યાન કથાનું આયોજન
SHARE

સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આવતીકાલથી ભવ્ય આખ્યાન કથાનું આયોજન

ચૈતન્યસ્વરૂપ સ્વામી આખ્યાન કથાનો લાભ આપશે :  મહિલા મંચ અને રક્તદાન કેમ્પ યોજાશે

અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા  ભારત વર્ષના આદર્શ પાત્રોના જીવન ઉપર આધારિત અમૂલ્ય પ્રેરણા સભર આખ્યાન કથાનું આયોજન તારીખ 18 એપ્રિલથી 23 એપ્રિલ દરમ્યાન રાત્રે 8:30 વાગ્યે, બાપા સીતારામ ચોક, મવડી રાજકોટ ખાતે  રાખવામાં આવ્યું છે.
દેશ-વિદેશમાં પ્રખ્યાત કથાકાર વક્તા ચૈતન્યસ્વરૂપદાસ સ્વામી તેમના મધુર કંઠે ભારત વર્ષના આદર્શ પૌરાણિક પાત્રોનાં જીવન ચરિત્રોમાંથી વ્યક્તિગત જીવનમાં, માનસિક સંતાપમાં, ઘર કુટુંબના પારિવારિક પ્રશ્નોના પરિતાપમાં, સંતાનોના ભાવિ જીવનના ચિંતા તાપમાં, સામાજિક જીવનની અસુરક્ષાનો અનુતાપમાં, આર્થિક વ્યવહારમાં અને મોંઘવારીના મહાતાપમાં શીતળ જ્ઞાનવર્ષા કરીને માનવ જીવનની સાર્થકતા સમજાવશે.
પાંચ દિવસ દરમિયાન વક્તાશ્રી દ્વારા ભારત વર્ષના આદર્શ પૌરાણિક પાત્રોમાંથી આપણને પથ દર્શન અને પ્રેરણા મળે તેવા ચરિત્રોનું અનુપાન કરાવશે.

ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી  અને મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી ની પ્રેરણાથી દર વર્ષે ઉનાળામાં ગ્રીષ્મ વ્યાખ્યાન કથાનું આયોજન ગુરુકુલ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવતું હોય છે.આ આખ્યાન કથા અંતર્ગત 21 એપ્રિલે રક્તદાન કેમ્પ અને 23 એપ્રિલે મહિલા મંચનું આયોજન રાત્રિના ૮:૩૦ થી ૧૧ દરમિયાન કરવામાં આવેલું છે.
રાજદ્વારી મહાનુભાવો કુવરજીભાઈ બાવળીયા, પરષોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, જયેશભાઈ રાદડિયા, મહેન્દ્રભાઈ પાડલીયા ઉપસ્થિત રહેનાર છે.  તેમજ અતિથિ વિશેષ તરીકે  ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, મૌલેશભાઈ ઉકાણી (પ્રમુખ-સીદસર મંદિર ), ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ ), વસંતભાઈ લીંબાસીયા (વૃંદાવન ડેરી ), મૂળજીભાઈ ભીમાણી (વસંત બિલ્ડર્સ ), વિજયભાઈ ડોબરીયા( સદભાવના વૃદ્ધાશ્રમ ), બીપીનભાઈ અડવાણી (ગોપાલ નમકીન ), પુનિતભાઈ ચોવટીયા (યુનિટી ગ્રુપ), ભવાનભાઈ રંગાણી (બેકબોન ગ્રુપ ), મનસુખભાઈ પાણ( હાઈ બોન્ડ ગ્રુપ), શિવલાલભાઈ આદ્રોજા (એન્જલ પંપ ), પ્રવીણભાઈ કાનાબાર (બિલ્ડર), રાજનભાઈ વડાલીયા (વડાલીયા ગ્રુપ ), પ્રવીણભાઈ પીપળીયા (સહજાનંદ વિલેજ) વગેરે લાભ લેનાર છે.
આખ્યાન કથાના યજમાન તરીકે ડાયાભાઈ, જયંતીભાઈ અને મનસુખભાઈ સોરઠીયા (રીયલ ગ્રુપ ),  હિતેશભાઈ અને સમીરભાઈ હાંસલીયા ( ઝેન ગાર્ડન ગ્રુપ ), નરેન્દ્ર ભાઈ અને અમૃતભાઈ માથોલીયા ( નિધિ સીડ્સ ) વગેરે પરિવાર જોડાયા છે.
અલ્પાહાર અને પ્રસાદના યજમાન તરીકે યુનિટી ગ્રુપ, ફિલ્ડલાઈફ કેમિકલ્સ, ન્યુ શ્રીજી આઈસ્ક્રીમ, ગેલકૃપા એન્ટરપ્રાઇઝ, સહજાનંદ ડેવલપર્સ, રેઈન્બો ગ્રુપ વગેરે પરિવારોએ લાભ લીધો છે.
પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી અને હરિપ્રિયદાસજી સ્વામીએ  સમગ્ર રાજકોટની જનતાને સત્સંગલાભ લેવા અનુરોધ કર્યો છે.

You Might Also Like

સાસરિયાના ત્રાસનો કરુણ અંત: ગર્ભમાં જ બાળકનું મોત, પતિએ કરાવ્યો DNA ટેસ્ટ

સાથે ન રહે તો પરિવારને ખતમ કરી દઈશ કહી પૂર્વ પતિનો જાહેરમાં આતંક

મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો

બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત

ધોરાજીના ઝાંઝમેરમાં બનાવટી દૂધનો 400 લીટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરતું SOG

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાંભામાં ’નકલી પોલીસ’ બની હનીટ્રેપનું જાળ બિછાવનાર શખ્સ અસલી પોલીસના સંકજામાં
ગુજરાત

ખાંભામાં ’નકલી પોલીસ’ બની હનીટ્રેપનું જાળ બિછાવનાર શખ્સ અસલી પોલીસના સંકજામાં

Editor By Editor 4 days ago
આનંદપર નવાગામમાં ભાજપની સભામાં હંગામો: બે મહિલાઓ વચ્ચે મારામારીથી અફરાતફરી
અમરનાથ યાત્રા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થતા જ ભક્તોની ભારે ભીડ, સર્વર ખામીથી યાત્રીઓ પરેશાન
રાજુલામાં ડો. બાબાસાહેબ વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર શખ્સ સામે ગુનો દાખલ
યુધ્ધના કારણે રાજકોટ એરપોર્ટ પર ત્રણ માસમાં ૨3 હજાર મુસાફરો ઘટયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?