By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મતદારોના મીજાજથી ઉમેદવારોના જીતનો માર્ગ કઠીન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 મતદારોના મીજાજથી ઉમેદવારોના જીતનો માર્ગ કઠીન

Editor
Last updated: 2026/04/22 at 4:27 PM
2 months ago
Share
 મતદારોના મીજાજથી ઉમેદવારોના જીતનો માર્ગ કઠીન
SHARE

સત્તા ભોગવનાર પૂર્વ નેતાઓના વચનો નવા ઉમેદવારો માટે કસોટીરૂપ

 મતદારોના મીજાજથી ઉમેદવારોના જીતનો માર્ગ કઠીન

ચૂંટણી મુદાઓ બિનઅસરકારક સાબિત થયા, મતદારોને રીઝવવા શું કરવું? રાજકીય પક્ષો, નેતાઓ મૂંઝવણમાં

 રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં પ્રચારમાં જતા ઉમેદવારોને આડે હાથ લેતા સ્થાનિકો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણી પ્રચારને આડે હવે ત્રણેક દિવસ માંડ રહ્યાં છે તેમ છતાંય ચૂંટણી માહોલમાં જોરશોર દેખાતો નથી. આ વખતે ચૂંટણી મુદ્દાઓ પણ જાણે બિનઅસરકારક સાબિત થયાં છે જેથી મતદારોને રિઝવવા શું કરવું એ મુદ્દે ઉમેદવારો અને રાજકીય પક્ષો મૂંઝવણમાં મૂકાયાં છે.

વર્તમાન રાજકીય સ્થિતિ જોતા ચૂંટણીનો માહોલ એટલો નિરસ બન્યો છે કે જાણે ક્યાંય ચૂંટણી હોય તેવું લાગતું જ નથી. જોકે, આ શાંતિ પાછળ મતદારોમાં એક પ્રકારનો ‘અંડરકરન્ટ’ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. પંદર દિવસના લાંબા પ્રચાર બાદ પણ મતદારોનું મન કળવું અઘરું બન્યું છે, જેના કારણે ઉમેદવારો અને રાજકીય પક્ષોના જીવ અત્યારે તાળવે ચોંટ્યા છે. મતદારોને રિઝવવા માટે કયા પ્રયાસો કરવા તે મોટો પ્રશ્ન છે, કારણ કે બહારથી દેખાતું ચૂંટણીનું ચિત્ર અંદરખાને સાવ અલગ હોવાનું જણાય છે.

સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં મુદ્દાઓ પણ જાણે બિનઅસરકારક સાબિત થયા છે, જેના કારણે મતદારોની નિરસતાએ પક્ષોની ચિંતામાં વધારો કર્યો છે. રાંધણગેસની અછત, વધતી મોંઘવારી અને વૈશ્વિક યુદ્ધની અસરોને લીધે વેપાર-ધંધામાં જે મંદીનો માહોલ સર્જાયો છે, તેના કારણે ચૂંટણી પ્રચાર સાવ ફિક્કો રહ્યો છે. મતદારોમાં જાણે ચૂંટણીનો માનસિક થાક વર્તાઈ રહ્યો હોય તેમ તેમને પ્રક્રિયામાં કોઈ રસ રહ્યો નથી. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે મતદારોને આકર્ષી શકે તેવા કોઈ નક્કર કે અસરકારક મુદ્દાઓ રાજકીય પક્ષો પાસે હોય તેમ જણાતું નથી.

માત્ર વચનો જ મળતા લોકોમાં રોષ

ભાજપ સરકાર પણ મતદારો વચ્ચે જઈને વાહવાહી મેળવે તેવો ચૂંટણી પ્રચાર કરી શકે તેવી સ્થિતિમાં નથી. હાલ એન્ટી-ઈન્કમબન્સીનો એવો માહોલ પ્રવર્તી રહ્યો છે કે, લોકો સરકારથી ભારોભાર નારાજ છે. ભાજપના ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ પ્રજાલક્ષી કામો જ કર્યા નથી જેથી લોકોમાં રોષ ભભૂક્યો છે. આ જોતાં ઠેર ઠેર ભાજપના ઉમેદવારોનો હુરિયો બોલાવાઈ રહ્યો છે. આ તરફ, કોંગ્રેસ અને આપ પણ સરકારના કાન આમળીને મતદારોના મનમાં અસરકારકતા ઉભી કરી શકે તેમ નથી. ભાજપ સામે વિપક્ષની દાળ ગળે તેમ લાગતું નથી. મજબૂરવશ ગુજરાતની જનતા માટે ભાજપને મત આપ્યા સિવાય છૂટકો નથી.

ગરમી અને ઉનાળુ વેકેશન મતદાનમાં અસર કરશે

છેલ્લાં ત્રણેક દિવસથી ગરમીનો પારો 40 ડીગ્રીનો પાર કરી ચૂક્યો છે. હજુ પણ હવામાન વિભાગનું કહેવું છે કે, રવિવારે મતદાનના દિવસે પણ સૂર્યદેવતા પોતાનો અસલી મિજાજ દેખાડશે. ગરમીની લહેર વધશે તો છેલ્લાં બે દિવસ ચૂંટણી પ્રચાર કરવો પણ અઘરો બનશે સાથે સાથે મતદાન પર અસર થઈ શકે છે જેના લીધે ઉમેદવારોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ઉનાળુ વેકેશનને પગલે ઘણાં પરિવારોએ રજા માણવા ટુર પેકેજો બુક કરાવ્યાં છે. જો આ પરિવારો મતદાન નહી કરે તો ઉમેદવારોને વધુ એક ફટકો પડવાનો ડર છે. આ જોતાં ઉમેદવારોએ મતદારોને રજા પર ન જવા કાકલૂદી કરવી પડી રહી છે.

અમદાવાદમાં મત માંગવા ગયેલા ભાજપ કાર્યકરને લાફા માર્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ પ્રચાર માટે નીકળેલા રાજકીય પક્ષોને જનતાના ઉગ્ર આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નો અને નેતાઓની ગેરહાજરીને કારણે લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે. આ રોષની સૌથી ગંભીર અસર સરસપુરના અશોક મિલની નવી ચાલીમાં જોવા મળી હતી.

અહીં ઈન્ડિયા કોલોની વોર્ડની પેનલના સમર્થનમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના 57 વર્ષીય કાર્યકર ધીરજભાઈ રાઠોડ અને અન્ય ઉમેદવારોને સ્થાનિક લોકોએ રોક્યા હતા. હસમુખ વોરા નામના વ્યક્તિએ ‘અમારે ત્યાં પ્રચારમાં આવવાનું નથી’ તેમ કહી કાર્યકરો સાથે ઝઘડો કર્યો હતો. મામલો એટલો બિચક્યો કે હસમુખ વોરાએ ધીરજભાઈનો કોલર પકડી તેમને બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા અને ધક્કો મારી નીચે પાડી દીધા હતા.

સુરતમાં લોકોએ નેતાઓને ધક્કા મારી કાઢી મૂકયા

સુરતમાં ભાજપના ગઢ ગણાતા રાંદેર ઝોનના ગોરાટ વિસ્તારમાં હનુમાન ભક્તોએ જય શ્રી રામના નારા સાથે ભાજપના ઉમેદવારને ધક્કા મારી કાઢી મૂકતા મામલો ગરમાયો હતો. ભાજપના ઉમેદવાર અને નેતાઓને ગો બેકના નારા સાથે હાંકી કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉમેદવારના સમર્થકોએ સોસાયટીના રહીશો સાથે દાદાગીરી કરી હાથ ઉપાડતા પરિસ્થિતિ વધુ વણસી હતી. સ્થાનિક મહિલાઓ સહિતના લોકોએ ઘેરો ઘાલતા અંતે ભાજપના ઉમેદવારોએ પોલીસનું શરણ લેવું પડ્યું હતું. લોકોનો રોષ એટલો પ્રચંડ હતો કે એક નહીં, પણ બે પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી. જનતાના ભારે વિરોધને કારણે ભાજપના નેતાઓ અને ઉમેદવારોએ પ્રચાર પડતો મૂકી પરત ફરવું પડ્યું હતું.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તા.21 જૂનના કર્મયોગ મંદિરમાં વિશ્વ યોગ દિવસની કરાશે રંગારંગ ઉજવણી
રાજકોટ

તા.21 જૂનના કર્મયોગ મંદિરમાં વિશ્વ યોગ દિવસની કરાશે રંગારંગ ઉજવણી

Editor By Editor 7 days ago
ગીર સોમનાથની ચેરીટી કમિશ્નર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
 રાજકોટ જિલ્લાના ધાર્મિક સ્થળોનો વિકાસ કરાશે, સરકારે રકમ ફાળવી
મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત
કતારમાં ગેસ પ્લાન્ટના બ્લાસ્ટમાં ગુજરાતી સહિત ૧3 ભારતીય લોકોના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?