By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 day ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    2 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    3 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    4 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

 અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ

Editor
Last updated: 2026/04/25 at 4:21 PM
2 hours ago
Share
 અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
SHARE

અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ

પાલિતાણા પરચાની નહી, મારી દ્રષ્ટિએ પરિચયની ભૂમિ છે

સંકલ્પ સિધ્ધિ થશે તો આપણે સિધ્ધિઓમાં ફસાય જશું! સંકલ્પ સિધ્ધ કરતા સંકલ્પશૃધ્ધિ જરૂરી છે

પરચાને પરિચય મેળવો

 

તપ અને સાધનાની ભૂમિ, વિશ્વ સુપ્રસિધ્ધ જૈનતીર્થ પાલિતાણાના પરમ-દિવ્ય વાતાવરણમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ શિવસંકલ્પ’ના સાતમા દિવસે ગઇકાલે કથાનો પ્રેમમયસંવાદ આગળ વધારતાં પ્રિય બાપુએ કહ્યું હતું કે સંકલ્પ સિધ્ધ થાય એ સારૂ છે એના કરતાં, મારો સંકલ્પ શૃધ્ધ થાય એવું ન વિચારી શકાય? સંકલ્પ સિધ્ધ થશેને તો સિધ્ધિઓમાં ફસાય જશું. પરચામાં માણસ આંધળો થઇ જાય છે, પરચા કરતા પરિચય મેળવો. પરિચયમાં માણસ જાગતો દેખતો થઇ જાય છે. માણસનો શબ્દ પણ ઔષધ છે કોઇ બૃધ્ધપુરૂષ સાધુ બોલે તો એ શબ્દ ઔષધ છે. સ્પર્શ પણ ઔષધ છે. વિદૂષિ વિમલાભાઇ કહે છે કે મને કાનની બિમારી હતી. જદુમૂર્તિ (જે કૃષ્ણમૂર્તિ)એ મારા કાનને સ્પર્શ કર્યોને મારી બિમારી દૂર થઇ ગઇ! તો સ્પર્શ પણ ઔષધ છે. ઘણાનું દર્શન જ ઔષધ છે. રસ-રસાયણ ઔષધ છે, અમુક પ્રકારની ગંધ-સુગંધ પણ ઔષધ છે.

આ રોજ સૂરજ ઉગે છે, કમળ ખીલે છે એના જેવો બીજો પરચો કયાં છે? બાપ પરચાને બદલે એ જે કંઇ બને ઘટે છે એ એનો પરિચય છે. સીધો પરિચય છે. આ ભૈરવનાથ મંદિરના શુકલદાદા-ગોરદાદાએ મને એક વાત કહી કે બાપુ રણછોડગિરિબાપુ સ્મશાનમાં દિગંબર રહેતા હતા. એક વખત રણછોડગિરિબાપુ ભૈરવનાથના દર્શન કરવા આવે છે અને ત્યારે રાજા રાણી પણ દર્શન કરવા આવે છે. હવે રણછોડગિરિબાપુ તો દિગંબરાવસ્થામાં જ આવેલા તો રાજાએ વિનમ્ર ભાવે વિનંતી કરી કે બાપુ મંદિરમાં પ્રજાજનો આવ્યા છ઼ે તો તમે આ શાલ પહેરી લો તો સારૂ. લોકલાજ માટે અને પ્રજાને પણ સંકોચ ન થાય એટલે રણછોડગિરિબાપુએ શાલ લઇ લીધી અને પહેરી લીધી પછી ભૈરવનાથના દર્શન કરીને બહાર ચોકમાં આવ્યા, રાજા-રાણી પણ બહાર આવ્યા. રસ્તામાં રણછોડગિરિબાપુએ રાજાની સામે શાલ હવામાં ફેંકીને શાલ સળગાવી નાંખી! આ પરચો છે પણ મારી દ્રષ્ટિએ શાલ સળગી ગઇ એટલે બાપુએ રાજાને મોટો કરી બતાવ્યો કે તમે ઉઘાડાને ઢાંકો છો આ છે પરિચય સાધુનો સીધો પરિચય. રણછોડગિરિબાપુના મનમાં આવું હશે કે જે ઢાંકે છે એ મોટો છે. રાજાને મોટો કર્યો કેમ કે ઢાંકે ઇ મોરો છે. આ સિધ્ધિનો પરચો નથી આ સાધુનો સીધો પરિચય છે બાપ!

સિધ્ધિ સંકલ્પ માટેની પ્રોસેસ છે. મહાભારત અંતર્ગત વિષ્ણુ સહસ્ત્ર નામનો એક મંત્ર છે એમાં પણ સંકલ્પ શબ્દનો મહિમા ગવાયો છે. તો સંકલ્ધસિધ્ધિની પ્રોસેસના સાત મુદ્દા છે. (૧) જેટલું બને એટલું એકાંત સેવો-કઠીન છે પણ એકાંતમાં રહો (૨) મૌન રહો-મૌન એ આપણી સંપદા છે અને સાચવો (3) પ્રાણબાળ વધારવું, મજબૂત કરવું. પૂ.મોટા અને રંગઅવધૂત પણ પ્રાણબળ વધારવાના હિમાયતી છે. (૪) પોતાના મનને સદગુરૂ ચરણ રજથી સ્વચ્છ રાખવું. મનશૃધ્ધિ મનની નિર્મળતા (૫) આપણા જેવા માટે દેહશૃધ્ધિ જરૂરી છે. સંકલ્પ સિધ્ધિ માટે દેહશૃધ્ધિ આવશ્યક છે. અવધૂતોની વાત અલગ છે. (૬) ચિતની એકાગ્રતા (૭) કોઇપણક્ષેત્રમાં સંકલ્પ સિધ્ધ થયો હોય તો ભૂલેચૂકેય એનો અહંકાર ન આવે એ ખાસ ધ્યાન રાખવું.

આપણા સંકલ્પ સિધ્ધિ કેમ થાય? કારણ કે અણહક્કનું ખાઇ ખાઇને આપણી જીત સળગી ગઇ છે, આપણા હાથ સળગી ગયા છે. ન જોવાનું જોઇને આપણી દ્રષ્ટિ સળગી ગઇ છે. તો કેવી સંકલ્પ સિધ્ધિ થાય! અને પરચોને બદલે પરિચય મેળવો. મને પરચામાં બૌરૂચિ નથી. મેં તલગાજરડામાં વરસાદ માટે યજ્ઞ કરાવ્યો. જોવા માટે કે યજ્ઞ કરવાથી વરસાદ આવે તો મેં તલગાજરડામાં સોમયજ્ઞ કરાવ્યો. પણ વરસાદ જ ન આવ્યો કયારેક-કયારેક છાંટા આવતા હતા ઇ પણ બંધ થઇ ગયા! આ વાત મેં ત્યારે (તલગાજરડામાં) કોઇને કિધી ન્હોતી છેક આજે તમને કહું છું. પણ યજ્ઞ કરો એટલે તમારા આંગણામાં કે ગામમાં જ વરસાદ આવે એવું નથી. અમે ડોંગરે બાપાની સ્મૃતિમાં કથા માટે પ્રસન્ન ગયા, કથા કરવા તો ત્યાં ખૂબ વરસાદ આવ્યો…!!

પાંડુરંગદાદા એક વાત કહેતા: એક ભાઇના લગ્ન થયા. તો ગામડામાં તમે જાણો છો કે વહેનુ તેડું કરવા આવે. તો માવતર પક્ષના લોકો તેડું કરવા આવ્યા. રિવાજ પ્રમાણે દિકરીને લેવા આવ્યાને કીધું કે તેડું કરી જાય છીએ અને દિવાળી પછી મૂકી જશું. તો તેડું કરવા આવ્યા અને બે વાગ્યાની બસ શહતી તો એક વાગ્યે થોડુંક એકાંત મળતા બંને મળે છે ત્યારે પત્ની કહે કે મારા બાપને ઘેર સમૃધ્ધિ છે પણ હવે હું તમારી પત્ની બની છું તો મને એક હજાર રૂપિયા આપો. હું વાપરીશ નહી અને મારાઅ માવતે મને ખર્ચ કરવા ન જ દે, પણ તોય હજાર રૂપિયા આપો. તો પતિએ પાંચસો જ આપ્યા! પેલી કહે તમે આવા કંજૂસતો નથી તો કેમ પાંચસો જ દીધા. મેં હજાર માંગ્યા’તા! ત્યારે પતિ બોલ્યો કે પાંચસો વપરાય જાય ત્યારે કાગળ લખજે એટલે હું પાંચસો રૂપિયા આપવાના બહાને આપણે રૂબરૂ મળાય જાય., આપણું મિલન થઇ જાય! બાપ, આવી રીતે ઇશ્વર આપણને યાદ કરેને આપણો ભેટો થઇ જાય!

 

કથારત્નો

(૧)

સરલ તરલ સમ દરિયો સાધુ

વિશ્વનાથને વરિયો સાધુ

વેશરૂપાળો ધરિયો સાધુ

અંબરથી અવતરિયો સાધુ

– પાર્થ હરિયાણી

(૨) શૃધ્ધ ભકિત વધે મારી પૂર્ણિમા જેવી સહુ સંતો આશિષ સદા દેજો એવી

(3) રામાયણ-ગીતા અમારી અંતર આંખો, હરિએ દીધી છે એમનું ઉડવાને પાંખો

You Might Also Like

ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ

આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ

એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ

શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ

બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘’મહિલા ઉદ્યમિતાની નવી દિશા: ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા સફળતાની કહાની” વિષય પર સાંજે સંવાદ
રાજકોટ

‘’મહિલા ઉદ્યમિતાની નવી દિશા: ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા સફળતાની કહાની” વિષય પર સાંજે સંવાદ

Editor By Editor 3 days ago
અમરેલી જિલ્લામાં સતત આવતા ભુકંપના આંચકાથી ભૂગર્ભ જળને અસર
ગોંડલના કોલીથડ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવારે ભાજપનો ખેસ પહેર્યો
રાજકોટ સહિત રાજયમાં આકરી ગરમીથી લૂ લાગવાના કેસમાં ૨૦ ટકાથી વધુનો વધારો
વેરાવળમાં પરશુરામ જયંતીની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઊજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?